ETV Bharat / state

સુરત લોકસભા બેઠકમાં 18થી 19 વર્ષની વયના કુલ 84,476 નવા મતદારો, પ્રથમવારના મતદાતાના મિજાજ જૂઓ - First Time Voters

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 9:00 PM IST

યુવા મતદારો દેશનું ભવિષ્ય નક્કી કરે છે, એટલે જ પ્રથમ વખતના મતદારો મોટાપાયે મતદાન કરવા ઘરની બહાર આવે આ માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.સુરત વિશ્વના સૌથી ઝડપી વિકાસશીલ શહેરોમાંનું એક છે, તેથી અહીંના યુવા મતદારો શું માને છે તે ખૂબ મહત્વનું છે.

સુરત લોકસભા બેઠકમાં 18થી 19 વર્ષની વયના કુલ 84,476 નવા મતદારો, પ્રથમવારના મતદાતાના મિજાજ જૂઓ
સુરત લોકસભા બેઠકમાં 18થી 19 વર્ષની વયના કુલ 84,476 નવા મતદારો, પ્રથમવારના મતદાતાના મિજાજ જૂઓ

યુવા મતદારોનો મિજાજ

સુરત : લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, આ વખતે તમામની નજર યુવા મતદારો પર છે. આખરે, તેઓ કયા મુદ્દાઓ પર મતદાન કરવા જઈ રહ્યા છે, તે બાબતે તમામ પોલિટિકલ પાર્ટીની નજર રહેશે. જ્યારે સુરત લોકસભાની વાત કરીએ તો બેઠક.સુરત લોકસભાની બેઠકમાં 18 થી 19 વર્ષની વયના કુલ 84476 નવા મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે.આ પ્રથમ વખતના મતદાતાઓ છે, જ્યારે 85 વર્ષથી ઉપરની વયના કુલ 21649 મતદારો આ વખતે મતદાન કરવાના છે.

યુવા મતદારો
યુવા મતદારો

યુવા મતદારોની સંખ્યા : સુરતમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોની સંખ્યા 80000ને પાર થઈ ગઈ છે.યુવા મતદારો મોટા પાયે મતદાન કરવા આવે તે માટે ચૂંટણી પંચ પોતે નવા મતદારો અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.

યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ ચોર્યાસી વિધાનસભા : સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો સુરત ચૂંટણી વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ 18થી 19 વર્ષની વયના મતદારોની કુલ સંખ્યા 84476 છે. સુરત શહેર અને જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોમાં આ વયજૂથના મતદારોની સંખ્યા સૌથી વધુ ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં છે. આ વિધાનસભા બેઠક પર 18 થી 19 વર્ષની વયના 10931 મતદારો નોંધાયા છે. કરંજ વિધાનસભા બેઠકમાં સૌથી ઓછા મતદારો નોંધાયા છે. આ વિધાનસભા બેઠકમાં આ વય મર્યાદાના કુલ 2597 મતદારો છે.

20 થી 29 વર્ષની વયના મતદારો : જો 20 થી 29 વર્ષની વયના મતદારોની વાત કરીએ તો સુરતમાં તેમની સંખ્યા 892606 નોંધાઈ છે.આ વયના મહત્તમ મતદારો ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારોમાં છે જ્યાં તેમની સંખ્યા 109297 નોંધવામાં આવી છે.વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા માટે તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં આવે છે, તેથી ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.

85 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 21649 : જો સુરત લોકસભા મતવિસ્તારની વાત કરીએ તો,અહીં 85 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 21649 છે.સુરત પૂર્વ વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ 85 વર્ષથી વધુ વયના મતદારો નોંધાયા છે.85 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 2308 છે.સુરત શહેર અને જિલ્લામાં 100 વર્ષથી વધુ 20 વયના મતદારોની સંખ્યા નોંધાઈ છે.

હું પહેલીવાર વોટ આપવા જઈ રહી છું. હું તેને જ વોટ આપીશ જે યુવાનો અને રોજગાર પર ધ્યાન આપશે. યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમને સારી રોજગારી આપશે. હું એવી પાર્ટીને વોટ આપીશ જે આવા મુદ્દાઓ પર કામ કરશે...ભૂમિ રાવલ (પ્રથમવારના મતદાતા)

મેં 18 વર્ષ પૂરા કર્યા છે અને પહેલીવાર વોટ કરવા જઈ રહી છું. હું એવા રાજકીય પક્ષને મત આપીશ જે યુવાનો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને તેના મેનિફેસ્ટોમાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. હું માત્ર એવી પાર્ટીને જ વોટ આપીશ જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સાથે ડિફેન્સ સેક્ટર પર ફોકસ કરે...ઇશિકા શાહ (પ્રથમવારના મતદાતા)

હું એવી પાર્ટીને વોટ આપીશ જે મહિલા સશક્તિકરણ માટે કામ કરશે. જે દરેક યોજના અને દરેક કામમાં મહિલાઓને તક આપશે અને તેમને દરેક પ્રકારનો દરજ્જો આપશે. હું આ પાર્ટીને મત આપીશ અને વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મહત્વપૂર્ણ છે હું કોઈ વ્યક્તિ કે પક્ષને જોઈને નહીં પરંતુ મુદ્દાઓને જોઈને મત આપીશ...મૈત્રી જરીવાલા (પ્રથમવારના મતદાતા )

હું પહેલીવાર વોટ આપવા જઈ રહ્યો છું જેનાથી હું ખુશ છું. કારણ કે એ અમારો અધિકાર છે. અમે એવી સરકાર ઈચ્છીએ છીએ જે એવી રીતે કામ કરે કે દેશના યુવાનોને ભણવા કે નોકરી મેળવવા માટે વિદેશ જવું ન પડે.જે પક્ષ શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે કામ કરશે અને સુરતમાં જે રીતે વિકાસ થયો છે, સમગ્ર ભારતમાં જે રીતે વિકાસ થયો છે, હું તેને લાંબા સમય સુધી મત આપીશ...જેનીશ જૈન (પ્રથમવારના મતદાતા )

હું પણ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યો છુ, મતદાનએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, હું મારો મત આવા પક્ષને આપીશ જે સૌનો વિકાસ કરશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારશે. હાલ સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, શિક્ષણ ક્ષેત્રે પણ સારું કામ ચાલી રહ્યું છે, અમે એવી પાર્ટીને મત આપીશું જે શિક્ષણ ક્ષેત્ર પર સૌથી વધુ કામ કરશે...ક્રિશ મેહતા (પ્રથમવારના મતદાતા )

  1. દેશના એકમાત્ર મતદાતા બુથ પર મતદાન કરતા હરિદાસ બાપુ, સાંસદ અને લોક પ્રતિનિધિ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી - Haridas Bapu
  2. મતદાર હેલ્પલાઇન 1950 પર નાગરિકો મેળવી શકે છે મતાધિકારને લગતી સમસ્યાઓનું સમાધાન - Voter Helpline 1950
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.