ગુજરાત

gujarat

નદીમા ભારે પાણીની આવક થતા નવા ઉમરપાડાથી જૂના ઉમરપાડાને જોડતો બ્રિજ થયો ધરાશાયી

By

Published : Aug 1, 2022, 5:42 PM IST

સુરત : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા જૂના ઉમરપાડાથી નવા ઉમરપાડા પાસે પસાર થતી મોહન નદીમાં ભારે પાણીની આવક થતાં નદી પરનો બ્રિજ તૂટી ગયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ ગાંડીતુર બની હતી અને ડેમો ઓવરફ્લો થયા હતા. જૂના ઉમરપાડાથી નવા ઉમરપાડા વચ્ચે પસાર થતી મોહન નદીમાં ભારે પાણીની આવક થતાં નદી પર બાંધવામાં આવેલ બ્રિજ નદીના પ્રવાહ સામે ટકી શક્યો ન હતો અને તૂટી ગયો હતો. બ્રિજ તૂટી જતાં એકબીજા ગામનો સીધો સંપર્ક તુટી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે ઉમરપાડા પોલીસ તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ ઉમરપાડા મામલતદાર પહોંચી ગયા હતા.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details