ગુજરાત

gujarat

દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે રેતી શિલ્પ 2019-20 કાર્યક્રમનું આયોજાન કરાયું

By

Published : Mar 14, 2020, 9:30 PM IST

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત ગમત કચેરીના સહયોગથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે બે દિવસના રેતી શિલ્પ 2019-20 કાર્યક્રમનું આયોજાન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તેમજ જિલ્લા બહારના રેતી શિલ્પના કલાકારો દ્વારા શિવરાજપુર સમુદ્રકિનારે રેતી દ્વારા કૃતિઓ બનાવવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાવો, કોરોના વાયરસથી બચવા શું કરવું તેમજ ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરની કૃતિનું રેતી શિલ્પ બનાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details