ગુજરાત

gujarat

એક મિનિટ 25 સેકન્ડમાં હાથથી તોડ્યા 211 નારિયેળ, જૂઓ વીડિયો

By

Published : Aug 29, 2022, 11:39 AM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ઉત્તરપ્રદેશના બહરાઈચના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રવિવારે સાંજે એક યુવકે હાથથી નાળિયેર તોડવાનું પ્રદર્શન કર્યું હતું. ડીએમ ડૉ.દિનેશ ચંદ્રા સાથે હાજર દરેક વ્યક્તિ યુવકની ક્ષમતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ધર્મેન્દ્ર રાજભર નામના યુવકે ખેલાડીઓની સામે એક મિનિટ અને 25 સેકન્ડમાં પોતાના હાથ અને માથાથી 211 નારિયેળ તોડી નાખ્યા હતા. આ કામગીરીથી પ્રભાવિત થઈને ધારાસભ્ય સુભાષ ત્રિપાઠીએ 2100, મહામંડલેશ્વર રવિ ગીરી મહારાજે 1100, મનોજ ગુપ્તા 500 અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. દિનેશ ચંદ્રાએ પ્રોત્સાહન માટે રાઈફલ ક્લબ તરફથી 11,000નું પ્રોત્સાહ આપવામાં આપ્યું હતું. ખેલાડી ધર્મેન્દ્ર રાજભરે કહ્યું કે, તે મજૂર તરીકે કામ કરતો હતો, પછી કોરોના સમયગાળા દરમિયાન બેરોજગાર થઈ ગયો હતો. આ પછી તૈયારી કરીને રોહતકમાં 1 મિનિટમાં 150 નારિયેળ તોડવાનો રેકોર્ડ બનાવ્યો અને પાકિસ્તાની ખેલાડીનો રેકોર્ડ તોડ્યો હતો. ધર્મેન્દ્રએ જણાવ્યું કે, તે દોઢ મહિનામાં 1.30 મિનિટમાં 251 નારિયેળ તોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે. દેશના નામે તે એવો રેકોર્ડ નોંધાવવા માંગે છે, જેને તોડવા માટે લોકો વિચારવા મજબૂર થઈ જશે. young man made Record, Indira Gandhi Sports Stadium Bahraich, coconuts breaking by hand
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details