ગુજરાત

gujarat

ઑનલાઇન અભ્યાસ બાળકો માટે બની શકે છે માથાના દુખાવાનું કારણ...

By

Published : Jun 26, 2022, 10:40 AM IST

ઑનલાઇન અભ્યાસ બાળકો માટે બની શકે છે માથાના દુખાવાનું કારણ...
ઑનલાઇન અભ્યાસ બાળકો માટે બની શકે છે માથાના દુખાવાનું કારણ...

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19 રોગચાળા (COVID-19 pandemic) દરમિયાન ઓનલાઈન અભ્યાસ કરતા એક તૃતીયાંશથી વધુ શાળાના બાળકોમાં માથાના દુખાવાના લક્ષણો (headache symptoms) જોવા મળ્યા છે. આ ઉપરાંત નવા-નવા પ્રારંભ થયેલા માથાના દુખાવાના લક્ષણો પણ જોવા મળ્યા છે.

ન્યુઝ ડેસ્ક: યુરોપિયન એકેડેમી ઓફ ન્યુરોલોજી (European Academy of Neurology) કોંગ્રેસ 2022માં રજૂ કરાયેલા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, કોમ્પ્યુટર સ્ક્રીનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું, ઘરેથી ઓનલાઈન શીખવા (Headache problem) માટે યોગ્ય પરિસ્થિતિઓનો અભાવ, શાળાની પરીક્ષાઓ અને કોવિડ-19 વિશેની ચિંતા આ બધા માથાના દુખાવાના લક્ષણોમાં વધારો થવો અથવા નવા-પ્રારંભિક માથાનો દુખાવો શરૂ કરવા માટેના જોખમી પરિબળો હોવાનું જણાયું છે.

આ પણ વાંચો:જો તમે પણ કૃત્રિમ સ્વીટનર્સનો કરો છો ઉપયોગ તો થઈ જજો સાવચેત....

માથાના દુખાવાથી પરેશાન:જોકે અગાઉના અભ્યાસના અહેવાલ મુજબ COVID-19 ના શરૂઆતના અઠવાડિયા અને મહિનાઓમાં શાળાઓ બંધ થવાને કારણે યુવાનોને માથાનો દુખાવો ઓછો થતો હતો, આ લાંબા ગાળાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તુર્કીના કરમનમાં આવેલ એર્મેનેક સ્ટેટ હોસ્પિટલના મુખ્ય સંશોધક આયસે નુર ઓઝદાગ અકાર્લી (Ayse Nur Ozdag Acarli) જણાવ્યું હતું કે, રોગચાળાના તાણ અને દબાણને કારણે અંતે આ માથાના દુખાવાની સમસ્યા (Headache problem) વધતી ગઈ છે. અભ્યાસ માટે, ટીમે 10 થી 18 વર્ષની વયના 851 કિશોરોનું પૃથ્થકરણ કર્યું, જેમાં 756 (89 ટકા) બાળકો અભ્યાસના સમયગાળા દરમિયાન માથાના દુખાવાથી પરેશાન છે. આ 756 બાળકોમાંથી, 10 ટકા બાળકોએ કોરોના રોગચાળાના હોમ-સ્કૂલિંગ સમયગાળા દરમિયાન નવા-પ્રારંભિક માથાનો દુખાવો શરુ થયો હોવાનું જાણવા મળ્યું છે. 27 ટકા બાળકોએ કહ્યું કે, તેમના માથાનો દુખાવો અગાઉ કરતા વધુ થયો છે, 61 ટકાએ કહ્યું કે, તેમના માથાનો દુખાવો સ્થિર છે અને 3 ટકાએ કહ્યું કે, તેમના માથાના દુખાવામાં સુધારો થયો છે.

આ પણ વાંચો:જાણો ડેન્ગ્યુના લક્ષણો અને તેનાથી બચવામાં માટેના ઉપાયો...

પેઇન-કિલર્સનો ઉપયોગ:જે બાળકોનો માથાનો દુખાવો વધ્યો (Headache problem)અથવા નવી શરૂઆત થઈ છે, તેઓ દર મહિને સરેરાશ 8-9 વખત માથાના દુખાવાથી પીડાય (headache symptoms)છે. સ્થિર જૂથના ત્રીજા (33 ટકા)ની સરખામણીએ આ જૂથના અડધાથી વધુ બાળકો (43 ટકા) મહિનામાં ઓછામાં ઓછા એક વખત પેઇન-કિલર્સનો ઉપયોગ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ માથાનો દુખાવો માનસિક સ્વાસ્થ્ય અને શાળાની સિદ્ધિઓ પર મોટી અસર કરે છે. હતાશા અને ચિંતા (Depression and anxiety), જેમાં COVID-19 નો પણ સમાવેશ થાય છે, આ બધા પરિબળો વધતા અને નવા-પ્રારંભ થયેલા માથાનો દુખાવોમાં નોંધપાત્ર અસર કરે છે.

ABOUT THE AUTHOR

...view details