ETV Bharat / state

પરણીને જતી જાનને રોકીને અજાણ્યા શખ્સો દુલ્હનને ઉઠાવી ગયા, વરરાજાએ 4 લોકો સામે નામજોગ નોંધાવી ફરિયાદ - Dahod kidnapping incident

author img

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 9:19 AM IST

દાહોદના ભાઠિવાડા ગામેથી કતવારા પોલીસ સ્ટેશનના વિસ્તારના સાલાપાડા મુકામે જાન ગઈ હતી, જાન પરણીને પરત આવી રહી હતી તે દરમિયાન નવાગામ ચાર રસ્તા નજીક અમુક બાઈક ચાલકોએ આ નવયુગલની ગાડીમાંથી નવપરિણીતાને નીચે ઉતારીને બાઈક પર બેસાડી અપહરણ કરી ગયા હતા. Dahod kidnapping incident

નવપરિણીતાને નીચે ઉતારીને બાઈક પર બેસાડી અપહરણ કરી ગયા હતા
નવપરિણીતાને ગાડીમાંથી નીચે ઉતારીને બાઈક પર બેસાડી અપહરણ કરી ગયા હતા (Etv Bharat gujarat)

દાહોદના નવાગામ ચોકડી નજીકથી નવપરણિત દુલ્હનનું અપહરણ કરવામાં આવ્યું (ETV bharat)

દાહોદ: ગુજરાતમાં આવેલા દાહોદ જિલ્લાના ભાઠિવાડા ગામેથી યુવકની સાલાપાડા ગામે પરણવા માટે જાન ગઈ હતી. જાન પરણીને પરત ફરતી વેળાએ દાહોદના નવાગામ નજીક 5 થી 6 જેટલા અજાણ્યા ઇસમો દ્વારા વરરાજાની ગાડીને રોકીને દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ બાબત વિશે દાહોદ પોલીસને જાણ થતા દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી દુલ્હનનો અપહરણ કયા કારણસર થયું તે દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવપરિણીતાનું અપહરણ: ભાઠીવાડા ગામના વરરાજા અમલીયાર રોહિત કુમાર બાબુભાઈએ જણાવ્યું હતું કે, 'બપોરે 1.30 વાગે જાન લઈને સાલાપાડા ગામે ગયા હતા સાત થી આઠ વાગ્યા સુધી ફેરા ફરી અમે પરત ફર્યા હતા ત્યારે નવાગામ ચોકડી નજીક આશરે 20થી 25 જેટલા અજાણ્યા બાઈક ચાલકોએ હથિયાર સાથે અમારી ગાડીને આંતરી હતી અને કહ્યું કે, તમે માણસ મારીને આવ્યા છો, ઠોકીને આવ્યા છો તેવું કહીને ગાડી રોકી હતી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી હતી. ગાડીમાંથી મારી પરિણીત પત્નીને ખેંચીને બહાર કાઢી લીધી હતી એમની પાસે બાઈક હતી જેમણે મારી પત્નીને બેસાડી લઈ ભાગી ગયા હતા'.

ત્રણ લોકોના નામો મળ્યા: ગઈકાલે દાહોદ રૂલરના ભાઠિવાડા ગામેથી કતવારા પોલીસ સ્ટેશનના વિસ્તારના સાલાપાડા મુકામે જાન ગઈ હતી, જાન પરણીને પરત આવી રહી હતી તે દરમિયાન નવાગામ ચાર રસ્તા નજીક અમુક બાઈક ચાલકોએ આ નવયુગલની ગાડીમાંથી પરિણીત વધુને નીચે ઉતારીને બાઈક પર બેસાડી અપહરણ કરી ગયા હતા. આ અન્વયે વરરાજા તરફથી ચાર નામજોગ બીજા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દાહોદ જિલ્લાની તમામ ટીમો દ્વારા આરોપીની શોધખોળ કરાતા શક મદોની તપાસમા પૂછતાજ કરતા ત્રણ લોકોના નામો મળી ગયેલ છે. આ પૈકી બે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. આરોપી મધ્યપ્રદેશના મેઘનગરનાં ગોવાળીકતરા ગામના છે, તથા ગુંદીખેડા તથા અન્ય ગામોના આરોપીઓ છે. ભોગ બનનાર વધુ સાલાપાડા ગામની છે સાલાપાડા ગામ અને આરોપીઓના ગામ બોર્ડર નજીકના ગામો છે.

પોલીસ કામગીરી પર સવાલ: વિશેષ તપાસ ચાલુ છે અપહરણ ગુનાહિત કાવતરું ગુનો દાખલ કરવામાં આવેલ છે.અગાઉ પણ દુલ્હન અપહરણની પહેલી ઘટના ઘટી ચૂકી છે જેમાં દાહોદ પોલીસના કામગીરી પર સવાલ ઊભા કર્યા છે ત્યારે આવી જ બીજી ઘટના ગત રોજ બનતા ઘટના tok of the town બનવા પામી છે.

  1. ગુજરાત ATSની સૌથી મોટી સફળતા, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓને ઝડપ્યા - 4 ISIS Terrorists
  2. 12 સુરતીઓએ લોભામણી ઓફરમાં 5 કરોડ ગુમાવ્યા, બે આરોપી ઝડપાયા - SURAT CRIME
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.