ETV Bharat / sukhibhava

HEART DISEASE STUDY : વહેલું ભોજન લેવાથી હૃદય સંબંધીત જોખમને ઘટાડી શકાય છે: અભ્યાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 11:06 AM IST

વહેલું ભોજન લેવાથી હૃદય સંબંધીત જોખમને ઘટાડી શકાય છે
વહેલું ભોજન લેવાથી હૃદય સંબંધીત જોખમને ઘટાડી શકાય છે

વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ નથી જ્યાં મોટી સંખ્યામાં લોકો હૃદય સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામી રહ્યા છે. હાલમં વૈજ્ઞાનિકોએ એક તાજેતરના સર્વેના આધારે દાવો કર્યો છે કે, જે લોકો મોડેથી નાસ્તો અને મોડુ ભોજન કરે છે તેમને હૃદય રોગનું જોખમ વધારે છે. વાંચો સંપૂર્ણ સમાચાર વાંચો..

સાન ફ્રાન્સિસ્કોઃ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, વહેલાં ભોજન ખાવાથી હૃદય સંબંધીત બીમારીઓનું જોખમ ઘટી શકે છે. નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, સંશોધકોએ ભોજન સેવનની પેટર્ન અને હૃદયરોગ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે ન્યુટ્રીનેટ-સાન્ટે સમૂહમાં 1,03,389 લોકોના ડેટાનો ઉપયોગ કર્યો. જેમાં 79 ટકા મહિલાઓ હતી, જેમની સરેરાશ ઉંમર 42 વર્ષની હતી.

સંભવિત પૂર્વગ્રહના જોખમને ઘટાડવા માટે સંશોધકોએ મોટી સંખ્યામાં ભ્રમિત કરનારા પરિબળો, ખાસ કરીને સામાજિક જનસંખ્યાકીય પરિબળો (ઉંમર, લિંગ, પારિવારિક સ્થિતિ, વગેરે) આહાર પોષણ ગુણવત્તા, જીવનશૈલી અને ઉંઘ ચક્રને ધ્યાનમાં રાખ્યું. આ બધા તારણોથી જાણવા મળ્યું છે કે, નાસ્તો છોડવો અને દિવસમાં પહેલું ભોજન મોડેથી કરવા પર હૃદયરોગનું જોખમ સૌથી વધુ રહે છે. પ્રતિ કલાકના વિલંબથી આ જોખમ 6 ટકા વધે છે.

અભ્યાસમાં જણાવાયું છે કે, ઉદાહરણ માટે જે વ્યક્તિ પહેલી વખત સવારે 9 વાગ્યે ખાય છે, તેને હૃદય રોગ થવાની શક્યતા સવારે 8 વાગ્યે પહેલું ભોજન લેનાર વ્યક્તિની સરખામણીએ 6 ટકા વધુ હોય છે. જ્યારે દિવસના ભોજનની વાત આવે છે, ત્યારે રાતે 8 વાગે પહેલા ખાવાની સરખામણીમાં રાતે 9 વાગ્યા બાદ ખાવાથી સેરેબ્રોવાસ્કુલર રોગ જેવા સ્ટ્રોકનું જોખમ 28 ટકા વધી જાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ જોખમ વધારે હોય છે.

આ ઉપરાંત સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, દિવસનું છેલ્લું ભોજન અને બીજા દિવસના પ્રથમ ભોજન વચ્ચે રાતનો જે ખાલી અને લાંબો સમય હોય છે તે સેરેબ્રોવાસ્ક્યુલર રોગના ઓછા જોખમ સાથે સંકળાયેલ હોય છે, જે દિવસમાં પહેલાં અને છેલ્લાં ભોજનના પહેલાં ખાવાના વિચારનું સમર્થન આપે છે.

ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના અભ્યાસ મુજબ, હૃદય રોગ વિશ્વમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વર્ષ 2019 માં 18.6 મિલિયન વાર્ષિક મૃત્યુ થયા હતા, જેમાંથી લગભગ 7.9 મોત આહારના કારણે થયા હતા. શાધકર્તાઓએ કહ્યું કે, આનો અર્થ એ છે કે આહાર આ બીમારિયોનો વિકાસ અને પ્રગતિમાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે. પશ્ચિમી સમાજની આધુનિક જીવનશૈલીએ ખાવાની વિશિષ્ટ આદતોને જન્મ આપ્યો છે. જેમકે રાતનું ભોજન મોડેથી ખાવું કે નાસ્તો ન કરવો. આ ઉપરાંત શોધકર્તાઓએ સલાહ આપી છે કે, લાંબા સમય સુધી રાતના ઉપવાસ સાથે પહેલું અને છેલ્લું ભોજન વહેલું ખાવાની આદત અપનાવવાથી હૃદયરોગના જોખમને રોકવામાં મદદ મળી શકે છે.

  1. હૃદયના દર્દીઓ માટે 'રામબાણ' છે આ નાની કિટ, હાર્ટ એટેક દરમિયાન બચાવશે જીવ, કિંમત માત્ર 7 રૂપિયા
  2. ભારત તબીબી શોધો, નવી પ્રયોગશાળા પરીક્ષણો, નવી દવાઓને વેગ આપવા અને ક્લિનિકલ પ્રગતિમાં અગ્રેસર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.