ગુજરાત

gujarat

Vitamin D કોવિડ-19 સામે લડવામાં મદદ કરી શકે? વાંચો અહેવાલ...

By

Published : Feb 12, 2022, 5:32 PM IST

Updated : Feb 12, 2022, 7:39 PM IST

વિટામિન D,(Vitamin D) "સનશાઇન" વિટામિન તરીકે ઓળખાય છે. વિટામિન D (Vitamin D benefits) મજબૂત હાડકા, દાંત અને સ્નાયુઓ સાથે માનસિક રીતે મજબૂત રહેવામાં પણ મદદ કરે છે. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે, જો કોઇ પણ વ્યકિતમાં વિટામિન Dની ખામી હશે તો, તેનામાં Covid 19ની રસીની (Covid 19 Vaccine In india) અસરકારકતા ઘટી શકે છે અને તેવા વ્યકિતઓમાં સંક્રમણનો ખતરો રહે છે.

Vitamin D: વિટામિન D કોવિડ-19 સામે લડવામાં મદદ કરી શકે? વાંચો અહેવાલ..
Vitamin D: વિટામિન D કોવિડ-19 સામે લડવામાં મદદ કરી શકે? વાંચો અહેવાલ..

ન્યૂઝ ડેસ્ક: પરડ્યુ યુનિવર્સિટીના અભ્યાસમાં, સંશોધકોએ શોધ કરી છે કે, વિટામિન D (Vitamin D) રોગપ્રતિકારક કોષોના લીધે થતી બળતરાને ઘટાડવાનું કાર્ય કરે છે, જે ગંભીર COVID 19 સંક્રમણ (Covid 19 Vaccine In india) સાથે સંબંધિત છે. "કારણ કે વિટામિન D (Vitamin D benefits) રિસેપ્ટર રોગપ્રતિકારક કોષો પર વ્યક્ત થાય છે. કારણ કે આ કોષો સક્રિય વિટામિન D મેટાબોલિટનું સંશ્લેષણ કરી શકે છે. ડૉ સંજય કુમાર ગોગિયા, ડિરેક્ટર, ઇન્ટરનલ મેડિસિન, ફોર્ટિસ હોસ્પિટલ, શાલીમાર બાગે આઈએએનએસ જણાવ્યું હતું કે,વિટામિન Dમાં અનુકૂલનશીલ રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓને મોડ્યુલેટ કરવાની ક્ષમતા ધરાવે છે,"

કોવિડ સંક્રમણ પહેલા વિટામિન Dનું સ્તર વધી શકે

ખાસ કરીને કોવિડ વૃદ્ધ વયસ્કો, સ્થૂળતા અને હાયપરટેન્શન ધરાવતા લોકો માટે વધુ ખરાબ રહ્યું છે. સેફેડ, ઇઝરાયેલમાં બાર-ઈલાન યુનિવર્સિટીના અન્ય એક અભ્યાસમાં, કોવિડ સંક્રમણ પહેલા વિટામિન Dનું સ્તર વધી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વિટામિન Dની ઉણપ ધરાવતા દર્દીઓમાં 40 એનજી/એમએલ કરતાં વધુ દર્દીઓની સરખામણીમાં કોવિડ થવાની શક્યતા 14 ગણી વધારે છે.

ગોગિયાએ આપી માહિતી

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ તાજેતરમાં જણાવ્યું હતું કે, કોવિડને કારણે મૃત્યુ પામેલા 75 ટકાથી વધુ લોકો અનિયંત્રિત હાયપરટેન્શન, ડાયાબિટીસ, મૂત્રપિંડના રોગો અને સ્થૂળતા જેવા વિવિધ રોગો ધરાવતા હતા. ગોગિયાએ જણાવ્યું હતું કે, "ઓછા વિટામિન ડીનું સ્તર વૃદ્ધ વયસ્કો અને બાળકોમાં સમુદાય દ્વારા પ્રાપ્ત ન્યુમોનિયાના વધતા જોખમ સાથે સંકળાયેલું છે." તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છ કે કે, રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ્સના મેટા-વિશ્લેષણમાં, તીવ્ર શ્વસન માર્ગના ચેપ સામે રક્ષણ આપવા માટે વિટામિન D પૂરક દર્શાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Anxiety in Men and Women Research : પેનડેમિકના કારણે થતી ચિંતા પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ હોય છે

વિટામિન D COVID-19 સંક્રમણ સામે રક્ષણ આપે છે

જો કે, થોડા ક્લિનિકલ ટ્રાયલ્સમાં, વિટામિન Dની ઉણપ ધરાવતા ગંભીર રીતે બીમાર દર્દીઓને વિટામિન Dના ઊંચા ડોઝ આપવાથી હોસ્પિટલમાં રહેવાની મુદત અથવા મૃત્યુદરમાં ઘટાડો થયો નથી. "વિટામિન Dનો ઉપયોગ કરવાનો તર્ક મોટાભાગે ઇમ્યુનોમોડ્યુલેટરી અસરો પર આધારિત છે, જે સંભવિતપણે COVID-19 (COVID-19 case India) સંક્રમણ સામે રક્ષણ આપી શકે છે અથવા બીમારીની તીવ્રતા ઘટાડી શકે છે".

વિટામિન D હાડકાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી

વિટામિન D હાડકાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, પરંતુ પૂરકનું નીચું સ્તર સ્વયંપ્રતિરક્ષા, રક્તવાહિની અને ચેપી રોગોની શ્રેણી સાથે સંકળાયેલું છે. ડૉ. અમિતાવ બેનર્જીના જણાવ્યા મુજબ, સાંસ્કૃતિક અને સામાજિક ફેરફારોને કારણે આજે "વૃદ્ધ વયસ્કોની સરખામણીમાં યુવા પુખ્ત વયના લોકોમાં વિટામિન Dની ઉણપ થવાની શક્યતા ચાર ગણી વધારે છે".

બેનર્જીએ આપી જરૂરી માહિતી

બેનર્જીએ જણાવ્યું હતું કે, "જીવનશૈલીમાં ફેરફાર માટે માત્ર આહાર અને વ્યાયામનો સમાવેશ થતો નથી, પરંતુ વિટામીન Dની જરૂરી માત્રા મેળવવા માટે પગથિયાં ચડવાની ટેવનો સમાવેશ છે." "તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને જાળવવા અને ટેકો આપવા માટે વિટામિન ડીની પૂરતી માત્રાની જરૂર છે."

આ પણ વાંચો:વધુ પડતી શિસ્ત અને કડકતા બાળકના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, જાણો કેમ...

Last Updated :Feb 12, 2022, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details