વધુ પડતી શિસ્ત અને કડકતા બાળકના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, જાણો કેમ...

author img

By

Published : Feb 11, 2022, 5:05 PM IST

માતા-પિતાની અતિસુરક્ષાત્મક વ્યવહાર બાળકના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, જાણો કેમ...

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, (parenting tips) વધુ પડતી શિસ્ત અને કડકતા બાળકના વર્તન અને માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક રીતે અસર કરે છે. પરંતુ માતા-પિતાનું વધુ પડતું રક્ષણ પણ બાળકોના વર્તન વિકાસને (kids mental health)અસર કરી શકે છે.

ન્યુઝ ડેસ્ક : બાળકો પ્રત્યે માતા-પિતાની (parenting tips) વધુ પડતી શિસ્ત કે સંયમ બાળકોમાં વર્તન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, તેમને ઓવર પ્રોટેક્ટિવ વાતાવરણ આપવું એટલે કે, તેમની દરેક માંગણીઓ (how to take care of single child) પૂછવી, તેમની ભૂલોને અવગણવી અને દરેક સાચી-ખોટી આદત કે ક્રિયામાં તેમને સમર્થન આપવું પણ બાળકોમાં ગંભીર વર્તણૂકીય સમસ્યાઓનું કારણ બની શકે છે!

આ પણ વાંચો: નાના બાળકોમાં વારંવાર આંખો ચોંટી જવાની સમસ્યાના ઉપાયો વિશે જાણો

માતા-પિતાનું ઓવર-પ્રોટેક્ટિવ પેરેન્ટિંગ

મનોચિકિત્સક ડૉ. રેણુકા શર્મા જણાવે છે કે, માતા-પિતાનું ઓવર-પ્રોટેક્ટિવ પેરેન્ટિંગ, એટલે કે જ્યાં બાળકોના (parents insecure behaviour ) જીવનમાં પેરેંટલનો હસ્તક્ષેપ ઘણો વધારે હોય છે તે બાળકોના માનસિક સ્વાસ્થ્ય (kids mental health)અને તેમના વર્તનને ઘણી અસર કરી શકે છે. અતિશય શિસ્ત અને જરૂરિયાત માંથી મુક્તિ બંને આદર્શ વાલીપણાની શ્રેણીમાં આવતા નથી. આ બંને તબક્કામાં બાળકોના વર્તન પર ખાસ કરીને તેમના આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા, ઘટનાઓ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ, સાચા-ખોટા વર્તનની તેમની વ્યાખ્યા અને અન્ય લોકો સાથેના તેમના વર્તનની અસર થાય છે.

ઓવર-પેરેંટિંગ બાળકોના માનસિક અને વર્તણૂકીય વિકાસને અસર કરે છે

ઓવર-પેરેંટિંગ એ વાલીપણાનું વાતાવરણ છે, જ્યાં બાળકનું જીવન, જેમ કે તે ક્યારે અને કેટલું ખાય છે, શું પહેરે છે, તે કયા મિત્રો સાથે રમે છે, શું વાંચે છે અને તે દરેક સાથે કેવું વર્તન કરે છે. તે તમામ નિર્ણય માતાપિતા દ્વારા લેવામાં આવે છે, તેના માતા-પિતા તેની તમામ જરૂરિયાતો અને માંગણીઓ અગાઉથી પૂરી કરે છે, તેના દરેક સાચા અને ખોટા વર્તનમાં તેનો પક્ષ લે છે અને દરેક પ્રયાસ કરે છે કે કોઈપણ મહેનત કે સંઘર્ષ વિના તેની તમામ જરૂરિયાતો પૂરી થાય અને તેને કોઈપણ પ્રકારની નિષ્ફળતા, દુઃખ કે અભાવનો સામનો ન કરવો પડે. જોકે લગભગ તમામ માતા-પિતા તેમના બાળકની ખુશી માટે અમુક અંશે આ વર્તનને અનુસરે છે, પરંતુ આ પ્રકારનું વધુ પડતું વર્તન બાળકોના માનસિક અને વર્તણૂકીય વિકાસને ગંભીર અસર કરે છે.

આ પણ વાંચો: Covid infection in pregnant women: પ્લેસેન્ટા સગર્ભા સ્ત્રીઓમાં રીસેપ્ટર ACE-2 સ્તરને નિયંત્રિત કરવામાં સક્ષમ, જાણો કંઇ રીતે

વ્યવહારિક વિકાસ પર અસર

ડો.રેણુકા જણાવે છે કે, જો બાળકને કોઈ ભૂલ કરવાની તક ન આપવામાં આવે અથવા તો તે ભૂલ કરે તો પણ વધુ સ્નેહમાં આવીને માતા-પિતા તેને તે ભૂલ અને તેની અસરો સમજવાની તક લેવા દેતા નથી. બાળકને ભૂલ સમજવાની તક ન લેવા દે તો, તેમની ભૂલો સમજવાની અને તેમાંથી શીખવાની તક તેમને મળશે નહીં અને ભૂલ કર્યા પછી તેને કેવી રીતે સુધારવી તે શીખી શકશે નહીં. જો બાળકને શરૂઆતથી જ વધુ આરામદાયક અને આંગળી પકડી શકાય તેવું વાતાવરણ આપવામાં આવે તો, તે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાની, નિષ્ફળતાઓને સમજવા, તેને સ્વીકારવા અને તેમાંથી બોધપાઠ લઈને આગળ વધવાની વિચારસરણી અને સમજ ધરાવે છે. આવી સ્થિતિમાં, તેમની નિષ્ફળતાના કારણોને સમજ્યા પછી પણ, મોટાભાગના લોકો માર્ગદર્શન વિના કોઈ પગલું ભરી શકતા નથી. તેમના નિર્ણયો લેવા માટે તેમને હંમેશા તેમના માતાપિતા અને અન્ય લોકોની મદદની જરૂર હોય છે. આ ઉપરાંત, તેઓ આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા, સમસ્યા હલ કરવાની કુશળતા અને આત્મસન્માનની ભાવનામાં ઘટાડો પણ જોઈ શકે છે.

માતાપિતાએ તેમના વર્તનમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, આવા વાતાવરણમાં ઉછરતા બાળકો મોટા થયા પછી પણ તણાવ, ચિંતા, ગભરાટ અને હતાશાના ઉચ્ચ સ્તરમાં હોય છે, તેમના જીવન વિશે અસંતોષ અને તેમની આસપાસના લોકો પર વધુ પડતી નિર્ભરતા પણ જોવા મળે છે, તેથી જ શરૂઆતથી જ ઉછેર દરમિયાન માતાપિતાએ તેમના વર્તનમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિસ્ત, સ્વતંત્રતા, સ્નેહ, ભૂલો પર સમજાવવાની સાચી રીત, સિદ્ધિ પર યોગ્ય પ્રોત્સાહન, આત્મનિર્ભર બનવાની પ્રેરણા અને યોગ્ય બાબતો માટે ટેકો, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા જેવા સંતુલિત ઉછેર વર્તણૂકમાં કેળવવાથી, બાળકોનો માનસિક તેમજ વ્યવહારીક સ્વાસ્થ્ય સારૂ રહે છે, સાથે જ વસ્તુઓ પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ રહે છે, અને તેઓ વિપરીત પરિસ્થિતિઓનો વધુ સારી રીતે સામનો કરવાની ક્ષમતા વિકસાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.