ગુજરાત

gujarat

Vadodara News : MS યુનિવર્સિટીમાં B.Comમાં 3 હજાર વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યું, AGSU કર્યો વિરોધ

By

Published : Jun 23, 2023, 3:05 PM IST

MS યુનિવર્સિટીમાં B.Comની સીટ વધારવા મામલે અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ મળતું નથી. જેને લઈને AGSU દ્વારા કલ્ટી ડિન અને વીસીના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 5300 જેટલી સીટો હોવાથી 3000 હજાર જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું નથી.

Vadodara News : MS યુનિવર્સિટીમાં B.Comમાં 3 હજાર વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યું, AGSU કર્યો વિરોધ
Vadodara News : MS યુનિવર્સિટીમાં B.Comમાં 3 હજાર વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યું, AGSU કર્યો વિરોધ

MS યુનિવર્સિટીમાં B.Comમાં 3 હજાર વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યું, AGSU કર્યો વિરોધ

વડોદરા : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના મેન બિલ્ડીંગ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં સીટોમાં વધારો કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અગાઉ વારંવાર રજૂઆત છતાં માંગણી ન સંતોષાતા આખરે ફેકલ્ટી ડીન અને વીસીના પૂતળાનું દહન કર્યું હતું.

વારંવાર રજૂઆત છતાં પરિણામ ન મળ્યું :વીસી અને ફેકલ્ટી ડિનના પૂતળાનું દહનને લઈને સયાજીગંજ પોલીસ દોડી આવી હતી. એક સમયે પોલીસ અને વિદ્યાર્થી વચ્ચે પૂતળા દહન દરમિયાન ખેંચતાણ સર્જાઈ હતી. ચાલુ વર્ષે એમએસ યુનિવર્સિટીમાં F.Y બીકોમની સીટ વધારવા માટે પાછલા ઘણા દિવસથી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટી વીસી અને કોમર્સ ફેકલ્ટીના ડિનને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ જ નિરાકરણ નહીં આવતા આજે કોમર્સ ફેકલ્ટી મેઈન બિલ્ડિંગ બહાર મેનેજમેન્ટનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. જેમાં સયાજીગંજ પોલીસ દોડી આવી હતી અને 10 કરતા વધુ વિધાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.

આ વર્ષે એફ.વાય.બી.કોમમાં ઓછી સીટો હોવાને કારણે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું નથી. વડોદરાના મહારાજા સયાજીરાવનો ગોલ હતો કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન મળે. પરંતુ ઓછી સીટો હોવાને કારણે વડોદરાના જ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે. જેથી અમે બેઠકો વધારવાની માંગ સાથે આજે આંદોલન કર્યું છે - રોમિત ખટીક (AGSUના વિદ્યાર્થી નેતા)

સીટો વધારવા AGSUની માંગ : આ વર્ષે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એફ.વાય. બી.કોમની 5300 જેટલી સીટો હોવાથી 3 હજાર જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું નથી. જેથી AGSUની માંગ છે કે સીટોમાં વધારો કરવામાં આવે અને કુલ 7 હજાર જેટલી સીટો મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે તેવું રજુઆત કરવા છતાં પરિણામ ન મળતા આજે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

  1. Teaching Staff Employee Protest : MS યુનિવર્સિટીમાં કર્મચારીઓ લડી લેવાના મૂડમાં, 800 કર્મીઓએ બાંયો ચડાવી
  2. Ahmedabad News : યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUIનો વિરોધ, 48 કલાકમાં એક્શન લેવામાં નહીં આવે તો...
  3. Vadodara News : યુનિવર્સિટીના 553 વિદ્યાર્થીઓને નોકરી મળી, લાખો રૂપિયાની ઓફર સાથે હજુ પણ પ્રક્રિયા ચાલુ

ABOUT THE AUTHOR

...view details