ગુજરાત

gujarat

Surat News: "તુમ રક્ષક કાહુ કો ડરના", હનુમાન મંદિરના 49 વર્ષીય પૂજારીએ સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 3:31 PM IST

સુરતમાં રોકડીયા હનુમાન મંદિરના 49 વર્ષીય પૂજારીએ સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વંદન વ્યાસ નામક પૂજારીને ખભામાં સર્જરી કરાવી હોવાથી ડૉક્ટરે વજન ઉચકવાની ના કહી હોવા છતાં તેમણે સખત મહેનત અને હનુમાનજીની કૃપાથી આ સિદ્ધિ મેળવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Lord Hanumanji Vandan Vyas

હનુમાન મંદિરના 49 વર્ષીય પૂજારીએ સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
હનુમાન મંદિરના 49 વર્ષીય પૂજારીએ સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

આ સિદ્ધિનો સમગ્ર શ્રેય હનુમાનજીને ફાળે જાય છે

સુરતઃ શહેરના 400 વર્ષ જૂના રોકડીયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. 49 વર્ષીય આ પૂજારીએ ખભામાં સર્જરી કરાવી હોવા છતા સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ગોલ્ડ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ચેમ્પિયન શિપ હૈદરાબાદમાં યોજાઈ હતી.

4 કલાક પ્રેક્ટિસઃ રોકડીયા મંદિરના પૂજારી વંદન વ્યાસનો પરિવાર 400 વર્ષથી આ મંદિરમાં પૂજારી તરીકે સેવા કરે છે. 49 વર્ષીય વંદન વ્યાસ આ મંદિરમાં પૂજાવિધિના કામકાજ આટોપીને રોજ 4 કલાક વેટલિફ્ટિંગની પ્રેકટિસ કરે છે. શહેરની જ એક જીમ 'જીમનેશન'માં સતત 3 મહિના સુધી ફિટનેશ કોચીસ પ્રદીપ મોરે અને જીતેશ જાવરે પાસેથી તેમણે લિફ્ટિંગની ટ્રેનિંગ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

સવારે મંદિરમાં પૂજાવિધિ અને સાંજે જીમમાં પ્રેક્ટિસ

હૈદરાબાદમાં ચેમ્પિયનશિપઃ હૈદરાબાદમાં 10મી વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ એન્ડ ઈન્કલાઈન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં માસ્ટર-2(76 કિલો) કેટેગરીમાં હનુમાનજીના પૂજારી વંદન વ્યાસે સ્ટ્રેન્થલીફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના ગુજરાત સિવાય અનેક રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સુરત શહેરમાંથી કુલ 18 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સર્જરી છતાં સફળતાઃ આજ વર્ષે ઉદેપુરમાં થયેલ ચેમ્પિયનશિપમાં પૂજારી વંદન વ્યાસ ઈજાગ્રસ્ત થયા હતા. 3 મહિના અગાઉ તેમના ખભામાં સર્જરી કરવામાં આવી હતી. ડૉકટરે તેમને વજન ઉંચકવાની ના પાડી હતી. તેમ છતાં વંદન વ્યાસે સતત અને અથાક મહેનત કરી અને હનુમાનજી ભગવાનના આશીર્વાદથી આ સિદ્ધિ મેળવી હતી. વંદન વ્યાસ આ સિદ્ધિનો શ્રેય હનુમાનજી ભગવાનને આપે છે.

હું રોજ સવારે મંદિરમાં હનુમાનજી મંદિરમાં પ્રભુની પૂજા અર્ચના કરું છું. ત્યારબાદ અન્ય જગ્યાએ પૂજા વિધિના કાર્યક્રમમાં પણ ભાગ લઉં છું. ત્યારબાદ સાંજે જીમમાં જઈને પ્રેક્ટિસ કરું છું. મને ડૉકટરે વજન ઉંચકવાની ના પાડી હતી. જો કે હનુમાનજીના આશીર્વાદથી હું ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતવાની આ સિદ્ધિ મેળવી શક્યો. હું આવનારા દિવસોમાં આવી જ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો છું...વંદન વ્યાસ(પૂજારી, રોકડીયા હનુમાનજી મંદિર, સુરત)

  1. Haryana News: 8 વર્ષિય અર્શિયા ગોસ્વામીએ વેઈટ લિફ્ટિંગમાં બનાવ્ય વર્લ્ડ રેકોર્ડ
  2. આજની નારી સૌ પર ભારી : મહિલા કોન્સ્ટેબલએ શિખર જેવડી સફળતા કરી પ્રાપ્ત

ABOUT THE AUTHOR

...view details