ETV Bharat / bharat

Haryana News: 8 વર્ષિય અર્શિયા ગોસ્વામીએ વેઈટ લિફ્ટિંગમાં બનાવ્ય વર્લ્ડ રેકોર્ડ

author img

By

Published : Aug 12, 2023, 4:26 PM IST

જે ઉંમરે બાળકો ચોકલેટ કે રમકડા માટે જીદ કરતા હોય છે તે ઉંમરે હરિયાણાની 8 વર્ષીય બાળાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હરિયાણાના પંચકુલાની 8 વર્ષીય અર્શિયા ગોસ્વામીએ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યોછે. વાંચો અર્શિયા ગોસ્વામી વિશે વિસ્તારપૂર્વક

ગીનીઝ બૂક ઓફ રેકોર્ડ્સ હોલ્ડર અર્શિયા
ગીનીઝ બૂક ઓફ રેકોર્ડ્સ હોલ્ડર અર્શિયા

ચંદીગઢઃ હરિયાણાના પંચકુલા જિલ્લામાં સેક્ટર 29માં રહેનાર 8 વર્ષની અર્શિયા ગોસ્વામીએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમં અર્શિયાએ વિશ્વ રેકોર્ડ તોડ્યો અને નવો રેકોર્ડ બનાવ્યો છે. અર્શિયાની આ સિદ્ધિ પર હરિયાણા વિધાનસભાના સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તાએ બિરદાવી હતી. અર્શિયા ગોસ્વામી સેક્ટર 26 સ્થિત બ્રાઈટ શાળામાં અભ્યાસ કરે છે. શુક્રવારે અર્શિયા પોતાના પ્રશંસકો અને ભાજપ પંચાયતી રાજ પ્રકલ્પના પંચકુલા જિલા સંયોજક દેશરાજ પોશવાલ સાથે વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને મળવા માટે વિધાનસભા પહોંચી હતી. તેણીએ અધ્યક્ષને જણાવ્યું કે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં માત્ર 30 સેકન્ડમાં 17 વાર ક્લીન એન્ડ જર્ક કર્યુ છે. આ પહેલા 30 સેકન્ડમાં 16 વાર કલીન એન્ડ જર્કનો વર્લ્ડ રેકોર્ડ હતો.

ડેડ લિફ્ટમાં કુલ 62 કિલો વજન ઉચક્યુંઃ અર્શિયા ગોસ્વામીએ ડેડ લિફ્ટમાં કુલ 62 કિલો વજન ઉચક્યું. ક્લીન એન્ડમાં 32 કિલો, સ્ટ્રેચમાં 26 કિલો, સ્કોટમાં 47 કિલોગ્રામ તથા બેન્ચ પ્રેસમાં 32 કિલો વજન ઉચક્યું. શોનું શૂટિંગ 5 જુલાઈએ મૂંબઈમાં થયું હતું. અર્શિયાના પિતા અવનિશકુમાર ગોસ્વામી પંચકુલાના સેક્ટર 25માં જિમ ચલાવે છે તથા તેની માતા હની ગોસ્વામી ગૃહિણી છે.

વેટ લિફ્ટર અર્શિયા ગોસ્વામી
વેટ લિફ્ટર અર્શિયા ગોસ્વામી

મારે વેટ લિફ્ટિંગમાં ભવિષ્ય બનાવવું છે. અત્યાર સુધી વેટ લિફ્ટિંગમાં જેટલા પણ રેકોર્ડ બન્યા છે તે મારે તોડવા છે. અર્શિયા ગોસ્વામી (વેટ લિફ્ટર, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર)

ઈન્ટ. વેટલિફ્ટર પાસેથી ટ્રેનિંગઃ અર્શિયાએ વેટ લિફ્ટિંગની ટ્રેનિંગ તેના પિતા પાસેથી લીધી છે. આ પહેલા 6 વર્ષની ઉંમરે 45 કિલો વજન ઉચકીને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. એશિયા બૂક ઓફ રેકોર્ડમાં પણ 35.8 કિલો વજન ઉંચકીને તેનું નામ નોંધાવ્યું હતું.અત્યારે તેણી ઈન્ટરનેશનલ વેટલિફ્ટર ગુરમેલ સિંહ પાસેથી ટ્રેનિંગ લઈ રહી છે. ટ્રેનિંગ દરમિયાન તેણી ડેડલિફ્ટમાં 47 કિલો, બેંચ પ્રેસમાં 32 કિલો ક્લીન એન્ડ જર્કમાં 32 કિલો, બોડી વેટમાં 25 કિલો વજન ઉપાડી શકે છે.

  1. Ahmedabad News : અમદાવાદના કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગી થ્રીડી પ્રિન્ટ બનાવી
  2. Book of world records: 3 વર્ષની બાળકી વિયાનશીએ હૃદયથી હનુમાન ચાલીસાનો પાઠ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.