ગુજરાત

gujarat

Rajkot Crime: જેતપુરમાં વૃદ્ધ મહિલા સાથે લાખોની છેતરપિંડી, કોળી સમાજના આગેવાન સહિત ત્રણ સામે ફરિયાદ

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2023, 4:41 PM IST

રાજકોટના જેતપુરમાં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી થઈ હોવાની બાબતને લઈને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં કોળી સમાજના આગેવાન સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. જાણો વિગતો.

Rajkot Crime:
Rajkot Crime:

જેતપુરમાં વૃદ્ધ મહિલા સાથે લાખોની છેતરપિંડી

રાજકોટ:જેતપુર શહેરમાં વૃદ્ધ મહિલા સાથે કોળી સમાજના આગેવાન સહિત ત્રણ લોકોએ તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાના બાબતની પોલીસ ફરિયાદ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ ફરિયાદમાં એક વૃદ્ધ મહિલાએ બે પુરૂષ અને એક મહિલા સામે વિશ્વાસઘાત કરીને તેમની સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની બાબતમાં ફરિયાદ નોંધાવી છે.

વિશ્વાસમાં લઈને છેતરપિંડી:જેતપુર શહેરના રેવન્યુ સર્વે નંબર 705માં પ્લોટ નંબર 36 તથા 37નો પ્લોટ ફરિયાદીએ એક વર્ષ પહેલા ખરીદ્યો હતો. આજથી પાંચ મહિના પહેલા કોળી સમાજના આગેવાન ચંદુભાઈ મકવાણાએ તેમની પાસે આવી અને પ્લોટમાં મકાનો બનાવી વેચવાની લાલચ આપી સારી એવી આવક થશે તેવી વાત કરી ફરિયાદી મહિલાને પોતાના વિશ્વાસમાં લીધા હતા. જે બાદ ચંદુભાઈ મકવાણા તેમજ તેમની સાથે જગદીશભાઈ ટોણીયા તથા ગાયત્રીબેન ટોણીયા ત્રણેય લોકોએ તેમને વિશ્વાસમાં લઈ સાથે મળી આ પ્લોટમાં સાત જેટલા મકાન બનાવવાની વાત કરી તમામના ભાવ 25 લાખ ઉપરાંત રાખવાનું કહ્યું હતું. જેમાં કુલ ખર્ચ 1 કરોડ 30 લાખ જેવો થશે તેવી વાત કરી મહિલાને પોતાના વિશ્વાસમાં લીધી હતી.

વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી

આ અંગે વધુમાં મહિલાના જણાવ્યા પ્રમાણે પોતે અભણ હોય તેમજ આ બાબતમાં કરાર માટે મહિલાને મામલતદાર કચેરી ખાતે લઈ ગયા હતા. જ્યાં મહિલાનો અંગૂઠો લઈ તેમને પૈસા મળી ગયા હોવાની વાત કહેવાનું જણાવ્યું હતું. રૂપિયા 11 લાખનો ચેક આપી મહિલાના ખાતામાં 11 લાખ રૂપિયાનો ચેક જમા કરાવેલ હતો અને બાદમાં 11 લાખ રૂપિયા પરત બેંકમાંથી ઉપડાવી અને ચંદુભાઈ મકવાણા અને જગદીશભાઈ ટોણીયા લઈ ગયા હોવાનું જણાવ્યું છે. આ બાદ સમયાંતરે કુલ અલગ-અલગ વધુ બીજા 12 લાખ રૂપિયા પણ લઈ ગયા હતા. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આ મામલે ત્રણ જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ એક વ્યક્તિની પોલીસે અટકાયત કરીને અન્ય બે વ્યક્તિઓને અટકાયત કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

'જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોલીસ ફરિયાદમાં ફરિયાદીની પોલીસ ફરિયાદ બાદ હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે અને હાલ ચંદુભાઈ ભુપતભાઈ મકવાણાની અટકાયત કરી સમગ્ર બાબતે પૂછતાછ અને તપાસ શરૂ કરવામાં આવી છે.' - વી.સી. પરમાર, P.S.I.

  1. Rajkot Crime News : રાજકોટમાં હીરાના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ
  2. Surat Drug Crime : સુરતનો રાંદેર વિસ્તાર ડ્રગ ડીલર માટે એપી સેન્ટર, MD ડ્રગ્સનો વેપલો કરતા 3 શખ્સ ઝડપાયા

TAGGED:

ABOUT THE AUTHOR

...view details