ગુજરાત

gujarat

CR Patil In Madhavpur Fair: મોઢવાડિયાએ કર્યું ટ્વીટ, માધવપુરના મેળામાં કરેલી ભૂલ બદલ સી. આર. પાટીલ લોકોની માફી માંગે

By

Published : Apr 12, 2022, 10:48 PM IST

સુભદ્રાને શ્રી કૃષ્ણના પત્ની કહેવા મુદ્દે અર્જુન મોઢવાડિયાએ ગુજરાત ભાજપના અધ્યક્ષ પાટીલને (CR Patil In Madhavpur Fair) માફી માંગવા કહ્યું છે. તેમણે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઇ હોય સી.આર. પાટીલ લોકોની માફી માંગે તેવી માંગ કરી હતી.

માધવપુરના મેળામાં કરેલી ભૂલ બદલ સી. આર. પાટીલ લોકોની માફી માંગે
માધવપુરના મેળામાં કરેલી ભૂલ બદલ સી. આર. પાટીલ લોકોની માફી માંગે

પોરબંદર: પોરબંદરના માધવપુરના મેળા (Madhavpur Fair 2022)નો આજે બીજો દિવસ છે ત્યારે આજે આ મેળામાં ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવ કુમાર દેવ અને કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષ (Gujarat BJP president) સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે સ્પીચ (Patil On Shri Krishna And Subhadra) આપતા સમયે મોટી ભૂલ કરી હતી અને શ્રી કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે થયા હોવાનું જણાવ્યું હતું.

સી.આર. પાટીલ લોકોની માફી માંગે તેવી માંગ કરી.

આ પણ વાંચો:Madhavpur Fair 2022 : માધવપુરના મેળામાં પાટિલ ભાઉની લપસી જીભ, જાણો શું બોલી ગયા?

અધિકારીએ સ્ટેજ પર જઇને ભૂલ સુધારવા કહ્યું- આ સાંભળતા સાથે જ કાર્યક્રમમાં બેઠેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કોઈ અધિકારીને આ વાતની જાણ થતા તેઓ સ્ટેજ પર દોડી ગયા હતા અને ભૂલ સુધારવા જણાવ્યું હતું. ત્યારબાદ સી.આર.પાટીલે (CR Patil's Speech In Madhavpur) ભૂલ સુધારી શ્રી કૃષ્ણ અને રૂક્મણીના લગ્ન માધવપુરમાં થયા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 400 લોકો કેસરીયાં કરી ભાજપમાં જોડાયાં, પાટીલ રહ્યાં હાજર

સી.આર. પાટીલ લોકોની માફી માંગે-માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil In Madhavpur Fair) દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીને પતિ-પત્ની બતાવાવાને લઇને કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ વિરોધ નોંધાવ્યો છે અને લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઇ હોય સી.આર. પાટીલ લોકોની માફી માંગે તેવી માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details