ETV Bharat / city

Shankarsinh Vaghela : સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ છે, જી-23 બેઠકમાં સૌ વ્યથિત હતાં

author img

By

Published : Mar 17, 2022, 3:14 PM IST

Updated : Mar 17, 2022, 5:36 PM IST

શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) ગાંધીનગરમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ છે અને તેઓ જી-23 બેઠકમાં ઉપસ્થિત રહ્યા ત્યારે જી-24 બેઠકમાં સૌ ઉપસ્થિત નેતાઓ વ્યથિત હતાં.

Shankarsinh Vaghela : સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ છે, જી-23 બેઠકમાં સૌ વ્યથિત હતાં
Shankarsinh Vaghela : સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ છે, જી-23 બેઠકમાં સૌ વ્યથિત હતાં

ગાંધીનગર- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela )મોટું નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવાનો નિર્ણય ઉતાવળીયો હતો. સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ છે. તેમ જ કોંગ્રેસમાં જૂથવાદ એ કોઇ નવી વાત નથી. અમરિન્દરસિંહને પંજાબમાં બદલી દેવાયાં તે નિર્ણય ભારે ભૂલભરેલો હતો.

શંકરસિંહ વાઘેલા દિલ્હીમાં મળેલી જી-23 બેઠકમાં ભાગ લીધો હતો

બાપુએ G- 23 બેઠકમાં ભાગ લીધો -વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જી-23 બેઠકમાં ( G23 Meeting in Delhi ) કોંગ્રેસના તમામ નેતાઓના ચહેરા વ્યથિત હતાં. ગુજરાતની વાત કરીએ તો અહેમદ પટેલ પછીનો જનરેશન ગેપ વધ્યો છે. અહેમદ પટેલના કાર્યોનું હું સાક્ષી છું. કોંગ્રેસ ભેદભાવની નીતિ કરે છે તે વાત ખોટી છે. હું ગઈકાલે કોંગ્રેસની મિટિંગમાં હાજર હતો. નેતાગીરી જૂની હોય તેમ સારી. પંજાબ સારું સ્ટેટ હતું. ચાલુ રેસમાં ઘોડા ના બદલાય. પંજાબમાં અમ્રિન્દરસિંહને બદલવા જેવા નહોતા. ભાજપ સામે લડવા કોંગ્રેસ દેશ માટે જરૂરી છે. કોંગ્રેસ સેક્યુલર છે. કોંગ્રેસે કોઈને ગાળો નથી આપી. રાજનીતિમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જોઈએ. વોટરો સાથે આજે ચિટિંગ થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ દિલ્હીનું હાઈ કમાન્ડ લોકો અને પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજે છે: શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં આવી રહેલી ચૂટણીઓને લઇ ચિંતા - ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જી-23 વાળા ચિંતિત છે. સોનિયાજીની તબિયત સારી રહેતી નથી. રાહુલ યુવાન છે. કાર્યકરોને સાંભળવા પડે. કોંગ્રેસમાં તે લેકનેસ છે. મેચ્યોરિટી એકસ્પિરિયન્સથી આવે. સોનિયા રાજનીતિના વિરોધી હતાં. તેઓ ચાહતાં તો બાળકો સાથે પરત વતન ફરી જાત. તેમનું રાજનીતિમાં ઉતરવું એટલે મોતને આમંત્રણ સમાન હતું. રાજનીતિ પબ્લિક લાઇફ છે.

રાહુલ વિશે આપ્યો અભિપ્રાય- રાહુલ પાસે યોગ્ય સલાહકારો નથી. મેં મારી કેરિયર જનસંઘથી શરૂ કરી હતી. શું ગુજરાતમાં સરકાર છે ? ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધુ છે. લોકો ભાજપથી કંટાળ્યા છે, પણ સામે કોંગ્રેસ નબળી છે. કોંગ્રેસ પાસે કામ નથી. ભાજપ સતત કાર્ય કરે છે. જી-23 નું કહેવું છે કે અમને પણ પૂછો. કોંગ્રેસ સાથે હોય ના હોય. મેં દિલ્હી જઈ લોકોને ગુજરાતમાં ચૂંટણીઓમાં જોડે આવવા આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચોઃ શંકરસિંહ વાઘેલાને ક્યારનું કોંગ્રેસમાં આવું છે, પણ નિર્ણય હાઇ કમાન્ડ પર આધારિત : કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

2022માં ભાજપનું શાસન નહીં હોય. પણ તે માટે લોકોએ સાથે આવવું પડશે.મારા ઉપર પણ પ્રેસર કે કંઈ કરો. હું એન્ટી બીજેપી મોરચો બનાવવા માંગુ છું. હું 2022માં પાર્ટી બનાવી શકીશ કે નહીં તે ન કહી શકું ! હું એન્ટી bjp પાર્ટીમાં જઈશ.

કોંગ્રેસના અધ્યક્ષ પદ વિશે બોલ્યાં બાપુ- સોનિયા અને રાહુલ અધ્યક્ષ ન હોય તો પણ અધ્યક્ષ જ છે. રાહુલની આજુબાજુવાળા તેમને ખોટી સલાહ આપે છે. અહેમદ ભાઈની ખોટ કોંગ્રેસને સાલે છે. તે હોત તો આજે કોંગ્રેસની આ હાલત ન હોત.

Last Updated :Mar 17, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.