ETV Bharat / city

CR Patil On Price Hike: પેટ્રોલથી લઇને રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારા પર સી.આર. પાટીલે આપ્યું નિવેદન

author img

By

Published : Apr 2, 2022, 8:47 PM IST

પેટ્રોલથી લઇને રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારા પર સીઆર પાટીલે આપ્યું નિવેદન
પેટ્રોલથી લઇને રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારા પર સીઆર પાટીલે આપ્યું નિવેદન

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે પેટ્રોલ અને ખાતરના ભાવમાં વધારો (CR Patil On Price Hike) થયો હોવાનું નિવેદન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આપ્યું છે. તેમણે આવનારા સમયમાં આ ભાવોને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સુરત: ગુજરાત સરકારના 200 સફળ અને યશસ્વી દિવસ પૂર્ણ થયા છે તે નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, ખાતરના ભાવમાં જે વધારો (CR Patil On Price Hike) થયો છે તેને આવનારા દિવસોમાં નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરીશું. તેમણે જણાવ્યું કે, યુક્રેન અને રશિયાના યુદ્ધ (Ukraine Russia War)ને કારણે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.

યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે પેટ્રોલના ભાવમાં વધારો થયો.

200 દિવસમાં ભૂપેન્દ્ર પટેલે ઉમદા કાર્યો કર્યા- સુરતના ભાજપ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલે કહ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આજે ભૂપેન્દ્રભાઈ પટેલને 200 સફળ અને યશસ્વી દિવસ પૂર્ણ થયા છે. આ 200 દિવસની અંદર તેમણે ખૂબ જ ઉમદા કાર્યો કર્યા છે. તેમાં ધરતીપુત્રો ખેડૂતોના પ્રશ્નો (Farmers Problems In Gujarat)ને લઈને અને ગરીબો આદિવાસીઓ (Tribal In Gujarat)ને પડખે અડીખમ રહીને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના યોજના લાભ મેળવવા અનેક કાર્યો કર્યા છે. નારી શક્તિનું સન્માન મહિલા શક્તિનું પ્રાધાન્ય (Women Empowerment In Gujarat) માટે પણ ઘણા કાર્યો કર્યા છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના 200 દિવસ પૂર્ણ..! જુઓ 61,000 કિલોમીટરના પ્રવાસમાં શું લેવાયા મહત્વના નિર્ણયો

કોઈ જ નવા કરવેેરા વિનાનું બજેટ રજૂ કર્યું- સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે પણ તેઓ અગ્રેસર રહ્યા છે. ગુજરાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ (biggest budget in history of gujarat) બહાર પાડ્યું હતું. જે 2 લાખ 44 હજાર કરોડનું છે. તે ઉપરાંત પ્રધાનમંત્રી આત્મનિર્ભર સંકલ્પ (pradhanmantri atmanirbhar sankalp)માં 17 હજાર કરોડના વધારા સાથે કોઈ જ નવા કરવેરા વિનાનું બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના 6 હજાર જેટલા ગામડાઓમાં મફત વાઇફાઇની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેની માટે 71 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે. આવા વિવિધ કાર્યોથી આજે ગુજરાત સરકારને 200 દિવસ પૂર્ણ થયા છે.

યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ભાવ વધારો થયો- ખાતરના ભાવને લઈને સી.આર. પાટીલે કહ્યું કે, જ્યારે ખાતરના ભાવ વધ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે વારંવાર ખેડૂતોને સબસિડી પણ આપી છે. હાલમાં યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે જે સ્થિતિ સર્જાઇ છે તેના કારણે પેટ્રોલ (Petrol Price Hike In India) ના અને ખાતરના ભાવમાં વધારો (Fertilizer Price Hike In Gujarat) થયો છે. પરંતુ આવનારા દિવસોમાં ચોક્કસપણે ખાતરના ભાવમાં નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરીશું.

આ પણ વાંચો: BJP Workers Convention: કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા સીટ પર આ વખતે ખીલશે કમળ? પાટીલે વ્યક્ત કર્યો વિશ્વાસ

કોઈપણ વ્યક્તિ કોઈપણ પાર્ટીમાં જવા માટે સ્વતંત્ર છે- નરેશ પટેલને લઈને સી.આર.પાટીલે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ કોઈપણ પાર્ટીમાં જવા માટે સ્વતંત્ર છે. તો મારા મત મુજબ વર્ષોથી તેઓ કોઈપણ પાર્ટીમાં ગયા નથી. અને ગઈકાલે તેમણે કહ્યું કે, આવો કોઈ નિર્ણય હજી સુધી તેમણે કર્યો નથી. તેમણે ઇલેક્શન ને લઈને પણ નિવેદન આપ્યું કે, ઇલેક્શન (Gujarat Assembly Election 2022) કરવું એ ઇલેક્શન કમિશનના હાથમાં છે. એમાં કોઈ પણ રાજકીય પાર્ટી કશું જ કહી શકે નહીં. ઇલેક્શન કમિશન ઈલેક્શન વહેલું લાવા માંગતી હોય એવો કોઈ સંદેશો હાલ જોવામાં આવતો નથી. અને પાર્ટી તરફથી વહેલું ઇલેક્શન કરવાનું કોઈ કારણ નથી. સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.