ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભામાં અનંત પટેલ અને નરેશ પટેલ આવ્યા સામસામે, નારાજ અનંત પટેલે ગૃહ છોડ્યું

author img

By

Published : Mar 15, 2022, 9:11 PM IST

વિધાનસભામાં (Gujarat Assembly 2022) આદિવાસી પ્રધાન નરેશ પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામસામે આવી ગયા હતા. આદિવાસી સમાજના પ્રશ્નો અને બજેટની ચર્ચા દરમિયાન બંને વચ્ચે ગરમાગરમી થઈ હતી. ત્યારબાદ અનંત પટેલ નારાજ થઈને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.

Gujarat Assembly 2022: વિધાનસભામાં અનંત પટેલ અને નરેશ પટેલ આવ્યા સામસામે, નારાજ અનંત પટેલે ગૃહ છોડ્યું
Gujarat Assembly 2022: વિધાનસભામાં અનંત પટેલ અને નરેશ પટેલ આવ્યા સામસામે, નારાજ અનંત પટેલે ગૃહ છોડ્યું

ગાંધીનગર: બજેટ રજૂ થયા બાદ આજે વિધાનસભા ગૃહ (Gujarat Assembly 2022)માં પ્રશ્નોતરીકાળ બાદ બજેટ પરની સામાન્ય ચર્ચામાં આદિજાતિ માટે ફાળવેલા બજેટ (Budget For Tribes In Gujarat) પર ચર્ચા કરવામાં આવી હતી. બજેટની ચર્ચા દરમિયાન રાજ્યના આદિવાસી પ્રધાન નરેશ પટેલ (Tribal Minister Naresh Patel) અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજના પ્રશ્નો (Trible Community Issue In Gujarat) અને બજેટની જોગવાઈઓને લઈને આમને-સામને આવી ગયા હતા. વિધાનસભા ગૃહમાં વતાવરણ વધુ ઉગ્ર બનતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ નારાજ થઈને વિધાનસભા ગૃહમાંથી નીકળી ગયા હતા.

કયા મુદ્દે થઈ હતી બબાલ? - કોંગ્રેસના ધારાસભ્યએ બજેટ દરમિયાન પાર-તાપી ઇન્ટરલિંક યોજના (par tapi narmada interlinking) બાબતે ચર્ચા કારવાની શરૂ કરી હતી, જેમાં આ પ્રોજેકટ દરમિયાન આદિવાસીઓના વિસ્થાપન (Displacement of Tribes In Gujarat) બાબતે પ્રશ્ન ઊભા કર્યા હતા. આ દરમિયાન નરેશ પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન કર્યું હતું કે, એમના મગજમાં શું ચાલે છે તે ખબર જ નથી પડતી અને ત્યારબાદ બંને નેતાઓ આમને-સામને આવી ગયા હતા. ત્યારબાદ અનંત પટેલ નારાજ થઈને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.

તમે આદિવાસી પ્રધાન છો. તમારે સાંભળવું પડશે - આ દરમિયાન જ કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ રાજ્યના કેબિનેટ પ્રધાન નરેશ પટેલને આડેહાથ લેતા વિધાનસભાના વેલમાં આવીને "તમે આદિવાસી મંત્રી છો. તમારે સાંભળવું પડશે અને માફી પણ માંગી પડશે" તેવું નિવેદન પણ ગૃહમાં કર્યું હતું. સાથે જ તેઓ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા જેથી કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં લઇને મહિલા સાર્જન્ટ દ્વારા તેમને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: પાટીદાર આંદોલન કેસો પરત લેવા સરકાર સક્રિય, ગુજરાત કોંગ્રેસ નેતાએ ચૂંટણી પહેલાની લોલીપોપ ગણાવી

આદિવાસીઓનું વિસ્થાપન નહીં થાય- ત્યારબાદ સમગ્ર મામલે રાજ્યના કેબિનેટ પ્રધાન નરેશ પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, આ તાપી યોજના યોજના છે જ્યારે આ યોજના હેઠળ આદિવાસીઓનું વિસ્થાપન થાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી. ત્યારબાદ વિધાનસભાગૃહમાં થોડી શાંતિ પ્રસરી હતી અને કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર (Congress MLA Virji Thummar)અનંત પટેલને મનાવીને ફરીથી વિધાનસભાગૃહમાં લાવ્યા હતા. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પણ અનંત પટેલ સાથે બેસીને વિધાનસભા ગૃહમાં જ અંદરખાને ચર્ચા કરી હતી.

વિરોધ પક્ષ ભાગીદાર, ભાડુઆત નહીં- વિધાનસભામાં કોંગ્રેસના (Congress In Gujarat Assembly) પ્રશ્નો નહીં સાંભળતા કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું કે, વિરોધ પક્ષ એ વિધાનસભાનો સત્તાપક્ષનો ભાગીદાર છે, ભાડુંઆત નહીં. વિધાનસભા અધ્યક્ષને સંબોધીને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, તમે તો માતા છો બાળકોનું રક્ષણ કરો. તો કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે વિધાનસભામાં બજેટની ચર્ચા દરમિયાન નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારી શિક્ષણ અને ભ્રષ્ટાચાર ઉપર ફિલ્મો બનાવવી જોઈએ. જે સત્ય હકીકતો પર બનાવવી જોઇએ. આ ઉપરાંત પેપર ફૂટવા બાબતે પણ ખાસ કરીને ફિલ્મ બનવી જોઈએ તો જ સત્ય બહાર આવશે જ્યારે આ મુદ્દા પર બનેલી ફિલ્મ અને રાજ્ય સરકાર કરમુક્ત પણ કરે તેવુ નિવેદન પણ વિધાનસભાગૃહમાં રાજેન્દ્રસિંહ પરમારે નિવેદન કર્યું હતું.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરે વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારને બરાબરની સાણસામાં લીધી

નડીયાદ-ખેડામાં સરકારે વિકાસના કામો નથી કર્યા- બજેટની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે સરકારના કાર્યો ઉપર આક્ષેપ કર્યા હતા અને રાજ્ય સરકારે નડિયાદ-ખેડામાં કોઈ પ્રકારના વિકાસના કામ કર્યા નથી અને જ્યાં વિકાસના કામ થાય છે ત્યાં એક જગ્યાએ વિકાસનાં કામ થાય છે. આ સાથે જ સરકાર દ્વારા જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તે સૌચાલય પણ બેસવા લાયક ન હોવાના આક્ષેપ પણ કાંતિભાઈ દ્વારા કરવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.