ગુજરાત

gujarat

GSEB Exam 2022: પાટણમાં 34,924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે

By

Published : Mar 16, 2022, 12:54 PM IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB exam 2022)દ્વારા 28 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ(Patan Education Department) તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પાટણ અને હારિજ બે ઝોન પાડવામાં આવ્યા છે. જિલ્લામાં 34924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપશે.

GSEB Exam 2022: પાટણમાં 34,924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે
GSEB Exam 2022: પાટણમાં 34,924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે

પાટણઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચથી શરૂ (Gujarat Board of Secondary and Higher Secondary Education)થતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ (Patan Education Department)દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે પાટણ જિલ્લામાં કુલ 34924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા (GSEB exam 2022)આપશે. જે માટે 40 કેન્દ્રો પર 113 બિલ્ડિંગમાં 1119 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા

પાટણ અને હારિજ બે ઝોન વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -પાટણ જિલ્લામાં ધોરણ 10ની 23094 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે પાટણ અને હારિજ એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. પાટણમાં 12 કેન્દ્રો પર 39 બિલ્ડિંગમાં 455 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 13235 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે હારીજ ઝોનમા 32 બિલ્ડિંગમાં 341 બ્લોકની ફાળવણી સાથે કુલ 10 કેન્દ્ર ઉપર 32 બિલ્ડિંગમાં 9829 વિદ્યાર્થીઓ પરીક્ષા(Gujarat Board of Education)આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 કેન્દ્રોના 34 બિલ્ડિંગના 317 બ્લોકમા 9927 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની 1903 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે માટે 4 કેન્દ્રોના 8 બિલ્ડિંગના 96 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃGujarat Budget 2022: બજેટમાં 4 હજાર ગામડામાં ફ્રી વાઇફાઇ આપવાની જોગવાઈ, જીતુ વાઘાણી

સાયકોલોજી શિક્ષકોની વ્યવસ્થા કરાઈ -પાટણ જિલ્લા શિક્ષણાધિકારી જે.ડી. જોષીએ જણાવ્યું હતું કે પરીક્ષા ના તમામ કેન્દ્રો ઉપર CCTV કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ ઝોનના ઝોનલ અધિકારીઓ તમામ બિલ્ડીંગ ઉપર સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરાઇ છે. આ તમામને પરીક્ષાલક્ષી તાલીમ 19મી માર્ચે જિલ્લા કક્ષાએ અપાશે. વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાના દરેક તાલુકાઓમાં કાઉન્સિલરની વ્યવસ્થાની સાથે સાથે સાયકોલોજીના શિક્ષકો દ્વારા દરેક શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે પ્રકારનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરાયું છે.

આ પણ વાંચોઃGovernment Primary Schools In Gujarat: રાજ્યની 700 પ્રાથમિક શાળાઓમાં ફક્ત 1 જ શિક્ષક, 86 શાળાઓ બંધ કરાઈ

ABOUT THE AUTHOR

...view details