ETV Bharat / city

Paper leak Gujarat : ધોરણ 10-12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લીક, ગ્રામ્ય DEOએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Feb 20, 2022, 8:42 AM IST

Updated : Feb 20, 2022, 9:48 AM IST

ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરિક્ષાના પેપર લીક (HSC SSC Prelim Paper leak2022) મામલે મીડિયામાં અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

Paper leak Gujarat : ધોરણ 10-12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લીક, ગ્રામ્ય DEOએ નોંધાવી ફરિયાદ
Paper leak Gujarat : ધોરણ 10-12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લીક, ગ્રામ્ય DEOએ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક (HSC SSC Prelim Paper leak2022) થયું છે, જેમાં યુટ્યૂબ પર પેપર લીક કરાયાં છે. પેપર લેવાયાના બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે. એમાં યુટ્યૂબ પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.

Paper leak Gujarat : ધોરણ 10-12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લીક, ગ્રામ્ય DEOએ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો: સાબરકાંઠાના પ્રાંતિજમાં જેટકોનું પેપર લીક થયાના આક્ષેપથી ખળભળાટ

પરિક્ષા પૂર્વે યુટ્યુબ પર પેપર સોલ્યુશન માટે મૂકવામાં આપ્યા હતા

પરિક્ષા પૂર્વે જે યું ટ્યુબ ચેનલ પર પેપર સોલ્યુશન માટે મૂકવામાં આપ્યા હતા. તેની લિંક અને નામ પણ પોલીસને આપવામાં આવ્યા છે. જો કે મહત્વની બાબત એ છે કે જ્યારે પણ આ પરિક્ષા લેવામાં આવતી હોય છે, ત્યારે એક કાર્યક્રમ આપવામાં આવ્યો હોય છે. કાર્યક્રમ મુજબ જ પરિક્ષાઓ લેવામાં આવે છે. હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે ટેકનિકલ એનાલીસિસ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે હાલમાં તો ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આગામી સમયમાં નવા ખુલાસા સામે આવી શકે છે.

આ પણ વાંચો: ધો. 10-12 પ્રિલિમ પરીક્ષા પેપર લીક થયાં, શિક્ષણ સચિવે તપાસના આદેશ છોડ્યાં

Last Updated : Feb 20, 2022, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.