ETV Bharat / city

Gujarat Budget 2022: બજેટમાં 4 હજાર ગામડામાં ફ્રી વાઇફાઇ આપવાની જોગવાઈ, જીતુ વાઘાણી

author img

By

Published : Mar 5, 2022, 6:26 AM IST

રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ માહિતી આપતા કહયું કે આ બજેટમાં (Gujarat Budget 2022) ફક્ત ગુજરાતમાં વસતા લોકો માટે જ નહીં, પરંતુ ગુજરાતના પશુઓ માટે પણ જોગવાઈ કરાઈ છે. કારણ કે, ગુજરાત એ દૂધ ઉત્પાદક રાજ્ય પણ છે. ગર્ભવતી માતાઓ અને બાળકોને કુપોષણથી દૂર રાખવા (Gaumata Nutrition Scheme )સરકારે યોજના બનાવી છે.

Gujarat Budget 2022: બજેટમાં 4 હજાર ગામડામાં ફ્રી વાઇફાઇ આપવાની જોગવાઈ, જીતુ વાઘાણી
Gujarat Budget 2022: બજેટમાં 4 હજાર ગામડામાં ફ્રી વાઇફાઇ આપવાની જોગવાઈ, જીતુ વાઘાણી

ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાતની રાજ્ય સરકારે વર્ષ 2022 માટે અંદાજે રૂપિયા 2.44 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જે ગત વર્ષ કરતાં 10 ટકા જેટલું વધુ હોવાનું માલુમ પડ્યું હતું. આ બજેટમાં ગુજરાતના લાભાર્થે અને શિક્ષણ વિભાગને (Education Department )લઈને કેવી જોગવાઈઓ છે ? તે વિશે શિક્ષણ પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.

બજેટમાં પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ માહિતી આપતા કહયું

ગુજરાતના બજેટમાં માણસો જ નહીં પશુઓનો પણ ખ્યાલ રખાયો : જીતુ વાઘાણી

ગુજરાતના શિક્ષણ પ્રધાન અને સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ બજેટ વ્યક્તિ અને કુટુંબને લાભ આપે તેવું બજેટ છે. ગુજરાતને આગળ લઈ જનાર આ બજેટ છે. આ બજેટમાં ફક્ત ગુજરાતમાં વસતા લોકો માટે જ નહીં, પરંતુ ગુજરાતના પશુઓ માટે પણ જોગવાઈ કરાઈ છે. કારણ કે, ગુજરાત એ દૂધ ઉત્પાદક રાજ્ય પણ છે. આ બજેટમાં મુખ્યપ્રધાન (Gaumata Nutrition Scheme) ગૌમાતા પોષણ યોજનાનો સમાવેશ કરાયો છે. દર મહિને રજીસ્ટર્ડ સંસ્થાઓને ગાયોના ભરણપોષણ માટે પશુ દીઠ 900 રૂપિયાની સહાય કરવામાં આવશે.

4 હજાર ગામડાઓમાં ફ્રી વાઇફાઈ

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગર્ભવતી માતાઓ અને બાળકોને કુપોષણથી દૂર રાખવા સરકારે યોજના બનાવી છે. તેની અમલવારી કરવામાં આવશે. ગુજરાતના 18.5 હજાર ગામડાઓને વાઇફાઇ યુક્ત કરવાની યોજના છે. જેમાં આ વર્ષે ચાર હજાર જેટલા ગામડાઓમાં ફ્રી વાઇફાઇ (Free wifi)લગાવવામાં આવશે. સરકારી બિલ્ડીંગ ઉપર સોલાર રૂફટોપની યોજનાની (Solar rooftop plan) પણ જોગવાઈ કરાઈ છે. ખેડૂતોની લોન પર વ્યાજમાંથી ટ્રેકટર સહાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન માટેની યોજના અમલમાં મુકાશે.

આ પણ વાંચો: બજેટમાં આદિવાસી સમાજની વિશેષ ચિંતા કરાઈ: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા

ગુજરાતમાં શાળાઓમાં 17 હજાર ઓરડા બનશે

જીતુ વાઘાણીએ પોતાના શિક્ષણ વિભાગ વિશે બજેટની જોગવાઇ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિનો અમલ ગુજરાતમાં થઈ રહ્યો છે. તે માટે હજારો કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સરકારી સ્કૂલોમાં (Government schools) જ્ઞાનશક્તિ અંતર્ગત આઠ ધોરણ સુધી રહેવાની સુવિધાઓ સાથે આદિવાસી સમુદાયના એક લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. સંસ્કૃતને ઉત્તેજન આપવા ગુરુકુળ બનાવવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આ માટે 300 કરોડની ફાળવવામાં આવ્યા છે. શાળાઓમાં નવા 17 હજાર ઓરડાઓ બનાવવામાં આવશે. નવ જેટલી નવી કોલેજો અંતરિયાળ વિસ્તારોમાં ખોલવામાં આવશે. જેનો લાભ આદિવાસી ક્ષેત્રના 50 હજાર વિદ્યાર્થીઓને પણ મળશે.

આ પણ વાંચો: Gujarat Budget 2022: નાણાંપ્રધાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની કરી જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.