ગુજરાત

gujarat

પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં

By

Published : Jan 10, 2023, 5:02 PM IST

ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે વ્યાજનું વિષચક્ર વધી (illegal money laundering) રહ્યું છે. જેનો ભોગ ઘણા લોકો બની રહ્યો છે. નવસારી જિલ્લામાંથી પણ ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમાં વ્યાજખોરો ત્રાસ વધતા ફરિયાદીઓ વધી રહ્યા છે. જેની સામે પોલીસે પણ એક્શન લેવાના શરૂ કરી દીધા છે. જોકે, આ અંગે મૂળ સુધી પહોંચે (Navsari police SP) એવું ફરિયાદીઓ ઈચ્છે છે. વ્યાજના ચક્રમાં અનેક પરિવારને ડામ લાગ્યા છે. જેના કારણે કુંટુંબમાં પણ ભંગાણ પડ્યા છે. નવસારી પોલીસે આવા કેસ સામે ટીમ તૈયાર કરી લીધી છે.

પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં
પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં

પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં

નવસારીઃવ્યાજના ખપ્પરમાં જે પડે એની જીંદગી દોજખ બની (illegal money laundering) જતી હોય છે. મરોલીનો મુળ રાજસ્થાની પરિવારે ઘર બનાવવા 2 ટકા વ્યાજે લીધેલા રૂપિયા 8 લાખના 11.10 લાખ ચૂકવ્યા હતા. છતાં વ્યાજખોરો ત્રાસ આપી રહ્યા હતા. રૂપિયા 4 લાખ માટે પઠાણી ઉઘરાણી કરતા મરોલીના વ્યાજખોર મનોજ અગ્રવાલ સામે પીડિત જીજ્ઞેશ સોનીએ (Prevention of Money Laundering Act 2002) ફરિયાદ કરી છે. જે મામલે પોલીસના (Navsari police illegal money laundering Case) દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના મરોલી મહૂવર ગામે મોહનલાલ કિરાણા સ્ટોર ચલાવતા સ્વ. મોહનલાલ સોનીએ ઘર બનાવવા માટે મરોલીનાં જ મનોજ ગિરધારીલાલ અગ્રવાલ પાસે 2 ટકા વ્યાજે 8 લાખ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચોઃરસ્તા પર રખડતા ઢોર બાખડતા રાહદારીઓના શ્વાસ અધ્ધર

વ્યાજ ભરતા હતાઃમહિને 16 હજાર રૂપિયાનું વ્યાજ ચૂક્તે કરતા મોહનલાલ 5 થી 6 વર્ષ સુધી વ્યાજના રૂપિયા ભરી 9.60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. મનોજ અગ્રવાલે તેમના ઉપર વ્યાજ સાથે મુદ્દલ રકમ માટે દબાણ કર્યું હતું. જેથી મોહનલાલે પોતના ઘર ઉપર (Threat of illegal money laundering) લોન લઈ મનોજને દોઢ લાખ રૂપિયા ચેકથી આપતા કુલ રુપિયા 11.10 લાખ મનોજને આપી દીધા હતા. વ્યાજ માટે સતત દબાણ કારણે મોહનલાલ માનસિક રીતે ભાંગી પાડ્યો હતો. એ જ ચિંતામાં તેનું અવસાન થયુ હતું. જેથી મનોજે થોડો સમય શાંત રહ્યો હતો, પણ ફરી સ્વ. મોહનલાલની પત્નીને તેના બાકીના 4 લાખ રૂપિયા વ્યાજ (Gujarat Total Debt) સાથે ચૂકવી આપવા દબાણ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃભાજપ તાલુકા પંચાયત સભ્ય વારંવાર યુવતીનું શારીરિક શોષણ કરતા ધરપકડ

માતાને અસર થઈઃબે દીકરા સાથે આટલી મોટી રકમ આપવી કેવી રીતેની ચિંતામાં મોહનલાલની પત્નીને પણ બ્લડ પ્રેશર સહિતની બીમારી ઘર કરી ગઈ. જ્યારે તેના દિકરા જીગ્નેશે ભણવાનું છોડી દુકાને બેસવાનું શરૂ કર્યુ અને મનોજને 1500, 2 000 એવી રીતે મહિને રૂપિયા આપવા માંડ્યો હતો. જેમાં 27 હજાર રૂપિયા ચૂકવ્યા પણ નબળી આર્થિક સ્થિતિ સામે જીજ્ઞેશ પણ હારી રહ્યો હતો.

આ પણ વાંચોઃનવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી મળ્યો 18 મી સદીનો ખજાનો

ત્રાસ વધ્યોઃ બીજી તરફ મનોજ અગ્રવાલે ઘર વેચો અથવા ઘરેણાં વેચો પણ મારા રૂપિયા આપોની જીદ સાથે દબાણ કરતા અંતે હારીને જીજ્ઞેશ સોનીએ મરોલી પોલીસ મથકે મનોજ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મનોજને (Navsari police illegal money laundering case ) પકડી પાડયો હતો. જોકે આરોપી વ્યાજખોર મનોજ અગ્રવાલનો જામીન પર છુટકારો થયો હતો. જેની સામે પોલીસે ફરિયાદ લઈને કાયદેસરના પગલાં લેવાના શરૂ કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details