ETV Bharat / state

નવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી મળ્યો 18 મી સદીનો ખજાનો

author img

By

Published : Jan 3, 2023, 4:31 PM IST

નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામમાં ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કા(Mythological Coin Found in Navsari) મળી આવ્યા છે. આ સિક્કાઓ 18મી સદીના હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાના સ્થાનકે (Dhana Rupa Thanak in Navsari) ખોદકામ દરમિયાન પૌરાણિક ચલણી સિક્કા મળી આવ્યા છે.

નવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી  મળ્યો 18 મી સદીનો ખજાનો
નવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી મળ્યો 18 મી સદીનો ખજાનો

નવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી મળ્યો 18 મી સદીનો ખજાનો

નવસારી કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, કવિ દાદની આ કવિતા ચિખલીના એક ગામે બનેલી ઘટના પર બંધ બેસે છે. જ્યાંથી કોઈ સરિતા તો નથી નીકળી પણ સિક્કા જરૂર નીકળ્યા છે. પહેલાના સમયમાં બારવટીયાઓથી છૂપાવા માટે (Mythological Coin Found in Navsari) લોકો સિક્કાને જમીનમાં છૂપાવી દેતા હતા. જેને પણ આ સિક્કા છુપાવ્યા હોય છે એની પેઢિ તો ખતમ થઈ જાય છે. પણ જમીનમાં છુપાવેલા સિક્કાઓ રહી જાય છે. શરૂઆતમાં આ સિક્કાઓ ખોદકામ કરતી વખતે મોટા ભાગે દરેક જગ્યાએથી નિકળતા હતા.પરંતુ સમય જતા હવે એવા કિસ્સાઓ બનતા નથી કે ખોદકામમાં કે કોઇ જગ્યાએ આ ખજાનો મળી આવે. પરંતુ આ ખજાનો નવસારીના ચીખલીમાંથી મળી આવ્યો છે. જે ખજાનો 18મી (18th Century Treasure Navsari)સદીનો હોવાનું મનાય છે.

પૌરાણિક ચલણી સિક્કા
પૌરાણિક ચલણી સિક્કા

આ પણ વાંચો Mythical cannon balls found in Pavagadh: પાવાગઢમાં આ જગ્યાએ મળ્યા પૌરાણિક તોપગોળા, જુઓ

ધના અને રૂપાના સ્થાનકે ખોદકામ નવસારી જિલ્લાના(Treasure was found in Chikhli village of Navsari) ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાના સ્થાનકે ખોદકામ દરમિયાન પૌરાણિક ચલણી (old currency coins)સિક્કા મળી આવ્યા છે. પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા.આ સિક્કાઓ મળી આવતા લોકોમાં કુતૂહલ જોવા મળી રહી છે.

પૌરાણિક ચલણી સિક્કા
પૌરાણિક ચલણી સિક્કા

આ સદીના સિક્કાઓ આ ચલણી સિક્કાઓ 1891 1885 1901 1905 1920 1980 ના વર્ષના ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા જેમાં પાંચ અને 10 પૈસાના સિક્કા નો પણ સમાવેશ થાય છે. આ થાનકના વિકાસ માટે સરકાર દ્વારા પણ અનુદાન ફાળવવામાં આવ્યું છે. અને ધના રૂપા ડેવલપમેન્ટ કમિટી દ્વારા આવનાર સમયમાં શ્રદ્ધાળુઓ રાત્રી રોકાણ કરી શકે તે માટે અને પુસ્તકાલય બનાવવાનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમરેલી એસ.ટી બસની અનિયમિતતાથી રૂટ બંધ થતાં મુસાફરોમાં રોષ

પૌરાણિક સ્થાન ચિતાલી ગામે ધોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાનું પૌરાણિક દિવસ સ્થાન(Dhana Rupa Thanak in Navsari) આવેલું છે. આ દેવસ્થાનમાં ધોડિયા સમુદાયના(Dhodiya community at Chitali village) લોકો ખૂબ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. ધના અને રૂપા નામના વ્યક્તિઓને ધોડિયા સમુદાયના લોકો પોતાના પૂર્વ જ માને છે. મૃતકની અંતિમ વિધિ વખતે ધના ખત્રી અને રૂપાખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જ અન્ય અવસાન પામેલા સ્વજનોની છાપ પડાય છે. આ ધના રૂપા થાનકે પીડીઓથી ધોડિયા સમાજના પરિવારો દ્વારા મૃતક સ્વજનોના ખતરા બેસાડવાની પરંપરા હતી પર્જણ એટલે ઉજવણાના મહિનામાં ચિતાલી ગામે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

વિકાસનું કામ ધના અને રૂપાના સ્થાનકે વિકાસનું (Mythological Coin Found in Navsari) કામ હાથ ધરાયું હતું. ત્યારે ખોદકામની કામગીરી દરમિયાન આ વર્ષો જૂના પીપળાના વૃક્ષ સ્થળે ખોદકામ કરતાં મોટી સંખ્યામાં કાળક્રમે દટાયેલા પથ્થરના ખતરા અને જૂના સિક્કાઓ મળી આવતા લોકોમાં ભારે આશ્રય ફેલાયું હતું. આ વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં ત્યાં જોવા ભેગા થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.