ગુજરાત

gujarat

Ranotsav 2022: રંગેચંગે શરૂ થશે ધોરડો રણોત્સવ, ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

By

Published : Nov 2, 2022, 2:01 PM IST

કચ્છમાં મુખ્યપ્રધાન હેલિકોપ્ટરથી તારીખ 3જી નવેમ્બરે સવારે 10 વાગ્યે ધોરડો આવશે. ટેન્ટસિટી નજીક રણોત્સવનો પ્રારંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને ધોરડો ખાતે જગપ્રખ્યાત રણોત્સવનો (Rannutsav) સત્તાવાર પ્રારંભ કરાવશે.ભારે લોકોનો ધસારો જોવા મળી શકે છે. કેમકે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રણોત્સવનું આયોજન કરવામાં ન આવ્યું હતું.

Ranotsav 2022: રંગેચંગે શરૂ થશે ધોરડો રણોત્સવ, ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે
Ranotsav 2022: રંગેચંગે શરૂ થશે ધોરડો રણોત્સવ, ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

કચ્છ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદરણમાં યોજાતો રણોત્સવ (Rannutsav) પ્રવાસીઓને આવકારવા સજ્જ થઈ ગયું છે. આ વખતે રણોત્સવનું આયોજન આમ તો તારીખ 26 ઓકટોબરથી તારીખ 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને ધોરડો ખાતે જગપ્રખ્યાત રણોત્સવનોસત્તાવાર પ્રારંભ કરાવશે.

Ranotsav 2022: રંગેચંગે શરૂ થશે ધોરડો રણોત્સવ, ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

રણોત્સવનો પ્રારંભઆમ તો પ્રવાસનને લઈને વેગ પ્રારંભ થઇ ચૂક્યો છે. પરંતુ સત્તાવાર ઉદ્ઘાટન કરવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે ધોરડો આવી રહ્યા છે. મુખ્યપ્રધાન હેલિકોપ્ટરથી તારીખ 3જી નવેમ્બરે સવારે 10 વાગ્યે ધોરડો આવશે. ટેન્ટસિટી નજીક રણોત્સવનો પ્રારંભ કરાવશે. એક ક્લાક સુધી તેઓ રોકાણ કરશે અને ધોરડોથી જ ગાંધીનગર પરત રવાના થશે.

Ranotsav 2022: રંગેચંગે શરૂ થશે ધોરડો રણોત્સવ, ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

પ્રવાસીઓનો ધસારો રણોત્સવમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. કચ્છનું સફેદ રણ દેશ વિદેશમાં પ્રખ્યાત થયું છે. તેવામાં દેશવિદેશમાંથી આવતા પ્રવાસીઓ ખાસ રણોત્સવ માટે કચ્છ આવે છે. તો આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને કંઇક અલગ અને જુદી જ થીમ જોવા મળશે. કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે.

Ranotsav 2022: રંગેચંગે શરૂ થશે ધોરડો રણોત્સવ, ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

પ્રવાસનને વેગદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે આંશિક પાબંદી વચ્ચે લોકોએ અહીં આવી હળવાશની પળો માણી હતી. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર હળવો હોતાં ડોમેસ્ટિક તેમ જ આંતરરાષ્ટ્રીય આવાગમન ૫૨ કોઈ કોઈ પ્રકારના પ્રતિબંધ ન હોતાં રણોત્સવમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details