ગુજરાત

gujarat

ભુજમાં નવરાત્રિની ઉજવણી માટે 72 જેટલા ગરબી મંડળોને અપાઈ મંજૂરી

By

Published : Oct 7, 2021, 5:49 PM IST

આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે અને આજે પ્રથમ નોરતું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ હોટેલ, પાર્ટીપ્લોટ કે ખુલ્લી જગ્યામાં મોટે પાયે વ્યવસાયિક નવરાત્રી મહોત્સવની મંજૂરી નથી અપાઈ. શેરીગરબા માટે પણ 400 થી વધુ સંખ્યામાં લોકો ન હોય તેવી શરત મૂકવામાં આવી છે. લાઉડ સ્પીકર વગાડવા માટેની મંજૂરી પણ મામલતદાર કચેરીએથી લેવાની રહે છે. ભુજમાં નવરાત્રિની ઉજવણી માટે 72 જેટલા ગરબી મંડળોને મંજૂરી આપવામાં આવી છે.

Gujarat News
Gujarat News

  • આજથી નવલા નોરતાનો પ્રારંભ
  • ભુજમાં નવરાત્રિની ઉજવણી માટે 72 જેટલા ગરબી મંડળને મંજૂરી અપાઈ
  • ઉજવણીને જાણવા રાખીને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

કચ્છ: નવરાત્રિની ઉજવણી (navratri celebration) માટે ભુજમાં કુલ 72 જેટલા ગરબી મંડળોને નવરાત્રિની ઉજવણી માટે મંજૂરી અપાઈ હતી, તેમજ વધુ મંજૂરી આજે સાંજ સુધી અપાશે શેરીગરબા યોજાવાના હોય તે ગ્રાઉન્ડની તપાસ પોલીસ વિભાગ દ્વારા કરાઇ અને તેના ના-વાંધાપત્ર બાદ જ મંજૂરી આપવામાં આવી રહી છે. અત્યાર સુધી જે ગરબી મંડળને પરવાનગી અપાઈ છે. તેમાં ભુજ ઉપરાંત મીરઝાપર, માધાપર અને સુખપરની ગરબી મંડળનો પણ સમાવેશ થાય છે. નવરાત્રી ઉત્સવ એક સમયે ફળિયા સંસ્કૃતિ ગરબી તરીકે ઉજવાતી તેવો માહોલ આ વર્ષે ફરી જોવા મળશે. જોકે હજી કોરોનાનો ભય લોકોમાં છે. જેને પરિણામે ગરબીઓ જોવા નીકળતો વર્ગ ખાસ નહીં હોય પરંતુ માતાજીની સ્તુતિ સાથે દાંડિયા રાસ ગરબા યોજાવાના છે તે નક્કી છે. ત્યારે ગરબા શોખીનોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

ભુજમાં નવરાત્રિની ઉજવણી માટે 72 જેટલા ગરબી મંડળોને અપાઈ મંજૂરી

આ પણ વાંચો: નવરાત્રીમાં અસામાજિક તત્વોને ડામવા અમદાવાદ શહેર પોલીસ તૈયાર

400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે

નવરાત્રિની ઉજવણીને ધ્યાનમાં લઈને કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નવરાત્રી દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે. તેમજ દુર્ગાપૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી પણ કરી શકાશે. ગરબા ઉજવણીમાં ભાગ લેનારાં દરેક વ્યક્તિએ કોરોનાના બે ડોઝ લીધેલા હોવા જોઇશે. નવરાત્રિના આયોજનમાં લાઉડસ્પીકર/ ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશે પરંતુ જિલ્લામાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઈપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોને નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો:આજથી નવલા નોરતાનો પ્રારંભ, જૂનાગઢમાં માઇ ભક્તોએ કર્યા વાઘેશ્વરી માતાના દર્શન

જાણો શું કહ્યું મામલતદારે ?

આ અંગે Etv Bharat સાથે વાતચીત કરતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સી.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે,"લાઉડસ્પીકર માટે 70 જેટલા ગરબી મંડળોને મંજૂરી આપવામાં આવી છે તથા હજુ પણ 5-6 જેટલા ગરબી મંડળની અરજી પરવાનગી માટે આવેલી છે. કલેક્ટરના જાહેરનામાના સૂચનો મુજબ ગરબી મંડળોને ઉજવણી માટે પરવાનગી આપવામાં આવતી હોય છે તથા આ નવરાત્રિની ઉજવણી (navratri celebration) માટે તંત્ર દ્વારા લોકો પાસે એક અપીલ કરવામાં આવે છે કે કલેક્ટરના જાહેરનામાનો પાલન કરવામાં આવે તથા લોકો પોલીસ તંત્રને પણ પૂરતો સહકાર આપે તેવી અપેક્ષા છે."

ABOUT THE AUTHOR

...view details