ETV Bharat / city

આજથી નવલા નોરતાનો પ્રારંભ, જૂનાગઢમાં માઇ ભક્તોએ કર્યા વાઘેશ્વરી માતાના દર્શન

author img

By

Published : Oct 7, 2021, 12:47 PM IST

Updated : Oct 7, 2021, 3:15 PM IST

આજથી જગત જનની મા અંબાના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. આજે 7 ઓક્ટોબરે પહેલું નોરતું ધાર્મિક વિધિ સાથે ઊજવવામાં આવી રહ્યું છે, ત્યારે ગિરનાર તળેટીમાં મા વાઘેશ્વરી સ્વયંભુ બિરાજી રહ્યા છે. જેના દર્શન કરીને જૂનાગઢ વાસીઓ નવરાત્રિના નવ દિવસ સુધી પોતાની જાતને ધન્ય કરે છે. મા વાઘેશ્વરીના દર્શન કરવા માટે જૂનાગઢના નવાબ પણ નોરતામાં અચૂક આવતા હતા તેવી ધાર્મિક માન્યતા જોડાયેલી છે. નવરાત્રીના દિવસો દરમિયાન મા વાઘેશ્વરીના દર્શન કરીને માઇ ભક્તો ભાવવિભોર બની રહ્યા છે.

Junagadh News
Junagadh News

  • આજથી જગત જનની મા જગદંબાની આરાધના કરવાનું પર્વ નવરાત્રિ થયું છે શરૂ
  • નવ દિવસ સુધી માઇ ભક્તો જગત જનની મા અંબાના વિવિધ સ્વરૂપના દર્શન કરશે
  • ગીરી તળેટીમાં આવેલામાં વાઘેશ્વરીના દર્શન કરીને માઇ ભક્તો બની રહ્યા છે ભાવ વિભોર

જૂનાગઢ: આજે ગુરુવારથી જગ જનની મા અંબાના નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. આસો સુદ એટલે કે આજે પહેલું નોરતું છે. આજના દિવસે જગત જનની મા જગદંબાના વિવિધ સ્વરૂપોના દર્શન કરવાની ધાર્મિક માન્યતા આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ નવ દિવસ સુધી મા જગદંબાના દર્શન કરીને માઇ ભકતો ભાવવિભોર બની રહ્યા છે. આ નવ દિવસ દરમિયાન માઇ ભક્તો દર્શન કરીને નવલા નોરતાની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરતાં જોવા મળશે. આજે પ્રથમ નોરતે ગિરિ તળેટીમાં બિરાજતા મા વાઘેશ્વરીના દર્શન કરીને નવલા નોરતાના ધાર્મિક તહેવારની શરૂઆત કરી છે. નવ દિવસ સુધી જૂનાગઢમાં આવેલા મા વાઘેશ્વરીના મંદિરે દર્શન યજ્ઞ અને આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢવાસીઓ પરંપરાગત રીતે ભાગ લઈને નવલા નોરતાને ઉજવણી કરશે.

આજથી નવલા નોરતાનો પ્રારંભ, જૂનાગઢમાં માઇ ભક્તોએ કર્યા વાઘેશ્વરી માતાના દર્શન

આ પણ વાંચો: જૂનાગઢના પ્રાચીન ગરબા આયોજકોએ સરકાર પાસે ગાઈડલાઈન સાથે ગરબા આયોજનની મંજૂરીની માગ કરી

મા વાઘેશ્વરીના દર્શન કરવા માટે જૂનાગઢના નવાબ પણ આવ્યા હોવાની છે ધાર્મિક માન્યતા

500 કરતા વધુ વર્ષો પહેલાં જૂનાગઢમાં બિરાજતા પૌરાણિક મા વાઘેશ્વરીના દર્શન જૂનાગઢવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. કહેવાય છે કે, જૂનાગઢના નવાબ પણ મા વાઘેશ્વરીના દર્શન કરવા માટે નવરાત્રિમાં નવ દિવસ સુધી અચૂક આવતા આજ બતાવી આપે છે કે ગીરી તળેટીમાં બિરાજમાન મા વાઘેશ્વરી પ્રત્યે જૂનાગઢના નવાબને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હશે. આજ થી નવલા નોરતા ની શુભ શરૂઆત થઇ છે, ત્યારે આગામી નવ દિવસ સુધી જૂનાગઢવાસીઓ જગતજનની મા જગદંબાના વિવિધ સ્વરૂપના દર્શન કરીને નોરતાની ધાર્મિક ઉજવણી કરશે.

આ પણ વાંચો: સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા

Last Updated : Oct 7, 2021, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.