ગુજરાત

gujarat

Special Drive against Usurers : વ્યાજખોરો સામે ખેડામાં પ્રથમ ફરિયાદ, મહિલા સહિત ત્રણ સામે કપડવંજ પોલીસની કાર્યવાહી

By

Published : Jan 13, 2023, 9:45 PM IST

ગુજરાત પોલીસ (Gujarat Police )દ્વારા વ્યાજખોરી ડામવા ઝુંબેશ ( Special Drive against Usurers) ચાલી રહી છે. ત્યારે વ્યાજખોરો વિરૂદ્ધ ખેડા જિલ્લામાં પ્રથમ ફરિયાદ ( First complaint in Kheda district against usurers ) દાખલ થઈ છે. કપડવંજના આંબલીયારાના 3 લોકો સામે ઊંચા દરની વ્યાજ વસૂલી (Charge high rate of interest ) કપડવંજ ટાઉન પોલીસ (Kapdwanj Town Police) માં ફરિયાદ નોંધાઈ છે.

Special Drive against Usurers : વ્યાજખોરો સામે ખેડામાં પ્રથમ ફરિયાદ, મહિલા સહિત ત્રણ સામે કપડવંજ પોલીસની કાર્યવાહી
Special Drive against Usurers : વ્યાજખોરો સામે ખેડામાં પ્રથમ ફરિયાદ, મહિલા સહિત ત્રણ સામે કપડવંજ પોલીસની કાર્યવાહી

20 હજારના સીધા 3 લાખ ઉપરાંતની રકમ ચૂકવવાનો કિસ્સો

ખેડા ખેડા જિલ્લામાં નોંધાયેલ પ્રથમ વ્યાજખોર વિરુદ્ધની ફરિયાદમાં વિગતો જોઇએ તો આ કેસમાં એક મહિલા આરોપી પણ છે. ખેડાના કપડવંજના અંકલાઈ ગામની મહિલાએ ગાય વેચાણ લેવા 20 હજાર રૂપિયા 15 ટકાના વ્યાજે વ્યાજખોરો પાસેથી લીધા હતાં. જોકે 20 હજારના સીધા 3 લાખ ઉપરાંતની રકમ ચૂકવવાની એટલે કે ઊંચા વ્યાજદર લેતા સમગ્ર મામલે ફરિયાદ નોધાઈ જવા પામી છે.

20 હજારના સીધા 3 લાખ 30 હજારઉઘરાણી કરતાં વ્યાજખોરો આ દંપતિ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરવા લાગ્યા હતાં અને ધાકધમકી આપી બીજા તાત્કાલિક 20 હજાર રૂપિયા આપવા જણાવ્યું હતું. તેથી આ દંપતિએ બીકના માર્યા સખીમંડળમાંથી લોન ઉપાડી તેઓને રૂપિયા 20 હજાર કપડવંજ ખાતે આપેલા હતા. આ બાદ નાણા ધિરધાર કરનાર મુન્નીબેન તથા પંજાબસિહ બંને જણા ગત 25 ઓગસ્ટ 2022ના રોજ આ દંપતિના ઘરે ગયા હતા. તેમણે જણાવ્યું કે હજુ વ્યાજનું વ્યાજ ગણતા આશરે 3 લાખ 30 હજાર રૂપિયા તમારે બાકી નીકળે છે. તે તાત્કાલિક રૂપિયા આપી દો. તેમ કહેતા આ દંપતિએ જણાવ્યું કે તમારા પૈસા વ્યાજ સહિત આપી દીધેલા છે.

આ પણ વાંચો વ્યાજખોરો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 7 દિવસમાં 316ની ધરપકડ

વ્યાજખોરોએ માર માર્યો મહિલાના પતિને આ વ્યાજખોરોએ ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ મહિલાના પતિ પાસેથી બળજબરીપૂર્વક એચડીએફસી બેન્કના ખાતાનો કોરો ચેક સહી કરાવી મેળવી લીધો હતો. આ બાદ વકીલ મારફતે નોટિસ મળતા જાણ થઈ કે મુન્નીબેન તથા પંજાબસિહના હોય અમારી પાસેથી બળજબરીથી લઈ લીધેલા કોરો ચેકમાં રૂપિયા 3 લાખ 30 હજારની રકમ ભરી ચેક બેંકમાં વટાવવા પ્રયત્ન કરેલો હતો. પરંતુ આ ચેક ખાતામાં નાણાં ન હોવાથી પરત થયેલ છે અને તેની ફરિયાદ પણ આ બંને વ્યક્તિઓએ અમારી વિરુદ્ધ કરેલ છે. તેવી માહિતી મળી હતી.

આ પણ વાંચો Navsari Police Actions Against Usurer : વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન આવ્યાં સકંજામાં

કોર્ટ બહાર પણ ધાકધમકી આપીત્યારબાદ દંપતિ ગત 21મી ડિસેમ્બરના રોજ કપડવંજમાં કોર્ટમાં ચેકના કેસની મુદત માટે હાજર રહ્યા હતાં. તે વખતે કોર્ટની બહાર આવેલ ચાની લારી આગળ આ મુન્નીબેન તથા ચિરાગભાઈએ ઉપરોક્ત 3 લાખ 30 હજાર વ્યાજ પેટે બાકી નીકળે છે તે નહીં આપો તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે સમયે ઝઘડો કર્યો હતો.

કપડવંજ પોલીસે ગુનો નોંધ્યો આ વ્યાજખોરોએ નાણાં ધીરધારના લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં આપી સરકારના નિયમ વિરુદ્ધ વધુ વ્યાજ મેળવી વધુ નાણાં વસૂલતા સમગ્ર મામલે ભોગ બનેલ મહિલાએ કપડવંજ ટાઉન પોલીસમાં નાણાં ધીરધાર કરનાર આંબલીયારા ગામના મુન્નીબેન પંજાબસિહ સેનવા પંજાબસિહ બળવંતસિંહ અને ચિરાગભાઈ પંજાબસિહ સેનવા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details