ગુજરાત

gujarat

Maha Shivratri Fair: મેળાના પ્રથમ દિવસે નાગા સંન્યાસીઓએ મહાદેવજીને ધર્યો 56 ભોગનો હાંડીનો પ્રસાદ

By

Published : Feb 15, 2023, 7:33 PM IST

Updated : Feb 15, 2023, 10:20 PM IST

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાના પ્રથમ દિવસે આજે નાગા સંન્યાસીઓએ મહાદેવજીને 56 ભોગનો હાંડીનો પ્રસાદ અર્પણ કર્યો હતો. આ પ્રસાદ ધૂણા પર તૈયાર કરવામાં આવે છે. સાથે જ આ પ્રસાદ આરોગવાથી રોગો સામે રક્ષણ મળે છે.

Maha Shivratri Fair: મેળાના પ્રથમ દિવસે નાગા સંન્યાસીઓએ મહાદેવજીને ધર્યો 56 ભોગનો હાંડીનો પ્રસાદ
Maha Shivratri Fair: મેળાના પ્રથમ દિવસે નાગા સંન્યાસીઓએ મહાદેવજીને ધર્યો 56 ભોગનો હાંડીનો પ્રસાદ

ગંગાજળ દૂધ અને સુકા મેળવવાથી બને છે હાંડી

જૂનાગઢઃમહાશિવરાત્રિના મેળાનો આજથી વિધિવત્ પ્રારંભ થયો છે. ત્યારે આજે સનાતન ધર્મ સંસ્કૃતિની પ્રાચીન પરંપરા મુજબ, મેળાના પ્રથમ દિવસે મહાદેવજીને હાંડીનો પ્રસાદ ધરાવીને નાગા સંન્યાસીઓએ મેળાનો શુભારંભ કર્યો હતો. સનાતન ધર્મની પરંપરા મુજબ, આ પ્રકારનું હાંડીનો પ્રસાદ સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીને અર્પણ કરાયો હતો તેવી ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચોઃMahashivratri 2023 : મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત કિન્નર અખાડાનું સ્થાપન

મહાદેવને ધરાયો 56 ભોગ હાંડીનો પ્રસાદઃનાગા સંન્યાસીઓએ પરંપરા મુજબ મહાદેવજીને 56 ભોગ હાંડીનો પ્રસાદ ધરાવ્યો હતો. ભવનાથમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી આવેલા નાગા સંન્યાસીઓ પાંચ દિવસ સુધી દેવાધીદેવ મહાદેવની નિશ્રામાં અલખને ઓટલે ધૂણી ધખાવીને ગુરૂદત્ત મહારાજની સાથે મહાદેવની સ્તુતિ પૂજન અને અર્ચન કરતા જોવા મળશે. આ વિશેષ પરંપરા મુજબ ભવનાથમાં આવેલા નાગા સંન્યાસીઓએ મહાદેવને 56 ભોગ હાંડીનો પ્રસાદ ધરાવીને મેળાની શરૂઆત કરી છે.

ગંગાજળ દૂધ અને સૂકા મેળવવાથી બને છે હાંડી

ગંગાજળ દૂધ અને સુકા મેળવવાથી બને છે હાંડીઃહાંડીનો મહાપ્રસાદ પરંપરાગત રીતે સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીને અર્પણ કરાયો હતો. ત્યારથી આ 56 ભોગ હાંડીના પ્રસાદનું ધાર્મિક મહત્વ જોવા મળે છે. હાંડી બનાવતી વખતે તેમાં પવિત્ર ગંગાજળ, દૂધ, ચોખા, સાકર, કાજુ, બદામ, કિસમીસ, અખરોટ, કોપરું, ઈલાયચી, અંજીર અને મખના મેળવીને પરંપરાગત રીતે હાંડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. પ્રસાદ ધૂણા પર તૈયાર કરવામાં આવે છે. માટીના મટકામાં આ તમામ ચીજવસ્તુઓને એકઠી કરીને 5થી 10 કલાક સુધી સતત તેને ધૂણા પર રાખવામાં આવે છે અને અંતે હાંડીનો મહાપ્રસાદ તૈયાર થાય છે. જે કહેવાય છે કે, જગતના નાથ અને મહાદેવને અતિપ્રિય છે. તેથી મેળાના પ્રથમ દિવસે હાંડીનો પ્રસાદ ખૂબ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચોMaha Shivratri 2023 : હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો થયો શુભ આરંભ

હાંડીનો મહાપ્રસાદ આરોગ્ય માટે ઉત્તમઃહાંડીના મહાપ્રસાદને લઈને ઓરિસ્સાથી આવેલા નાગા સંન્યાસીઓએ તેમનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, હાંડીનો મહાપ્રસાદ સૌપ્રથમ વખત જગન્નાથજીને અર્પણ કરાયો હતો. ત્યારે આ પ્રસાદનું કેટલું ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ હશે તે માની શકાય છે. શિવરાત્રિના દિવસો દરમિયાન પરંપરાગત રીતે અને દેવોની નિશ્રામાં તૈયાર થયેલો હંડીનો આ પ્રસાદ નાગા સંન્યાસીઓની સાથે સાધુસંતો અને કોઈ પણ સંસારી જીવ માટે આરોગ્ય વર્ધક જડીબુટ્ટીનું કામ કરે છે.

તમામ પ્રકારના રોગથી મળે છે રક્ષણઃ તેમણે ઉંમેર્યું હતું કે, પ્રાચીન માન્યતા અનુસાર, વર્ષમાં શિવરાત્રિના તહેવાર દરમિયાન કોઈપણ શિવભક્ત કે વ્યક્તિઓ દ્વારા જો પરંપરાગત રીતે અને ખાસ કરીને જ્યાં દેવોનો વાસ હોય તેવા વિસ્તારમાં હાંડીને તૈયાર કરીને પ્રસાદ તરીકે આરોગવામાં આવે તો તમામ પ્રકારના રોગોથી રક્ષણ મળે છે સાથે સાથે આખા વર્ષ ભર જીવવાની શક્તિ આ હાડી પૂરી પાડે છે, જેથી ભગવાન જગન્નાથજીની સાથે મહાદેવને પણ હાંડી અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે.

Last Updated :Feb 15, 2023, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details