ગુજરાત

gujarat

Jamnagar News: જામનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે સ્થળાંતરની કામગીરી શરૂ

By

Published : Jun 13, 2023, 1:30 PM IST

સંભવિત વાવાઝોડાના પગલે 22 જેટલા દરિયા કિનારાના ગામોના લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર જોડાયું છે. ઉપરાંત ખાસ તાલીમથી સજ્જ 91 હોમગાર્ડ જવાનો આ ગામોમાં સ્થળાંતરની કામગીરી, બચાવ અને રાહત કામગીરી કરશે.

Jamnagar News: જામનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે સ્થળાંતરની કામગીરી, મંત્રીઓ પહોંચ્યા ગાંધીનગર
Jamnagar News: જામનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે સ્થળાંતરની કામગીરી, મંત્રીઓ પહોંચ્યા ગાંધીનગર

Jamnagar News: જામનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે સ્થળાંતરની કામગીરી શરૂ

જામનગર: સંભવિત વાવાઝોડાના પગલે ગાંધીનગરમાં ખોડીયાર પ્રસંગ હોલ પાસે લોકોનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો છે.વોર્ડ નં.2 ના કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો દ્વારા લોકોને સ્થળાંતર કરવા સમજાવવામાં આવી રહ્યા છે. સંભવિત બિપરજોય વાવાઝોડું વધુ ઉગ્ર બની રહ્યું છે. જામનગરમાં ગઈકાલથી વરસાદ ખાબકી રહ્યો છે અને પવનની ગતિમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મુળુભાઈ બેરા અને કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ ગાંધીનગર પહોંચ્યા છે અને લોકો સાથે સીધો સંવાદ કર્યો છે.

સ્થળાંતર કામગીરી:જામનગર પંથક પર વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. જિલ્લાના 22 જેટલા દરિયા કિનારાના ગામોના લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર જોડાયું છે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. ત્યાં જનરેટર અને મોટરના માધ્યમથી પાણીનો નિકાલ કરવામાં આવશે.

નાગરિકોની સુરક્ષા કરશે "આપદા મિત્ર":જિલ્લાની વર્તમાન બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઇ જિલ્લાના સંભવિત વધુ અસરગ્રસ્ત 22 ગામોમાં જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકે જરૂરી સૂચના આપી છે. તે અનુસાર જામનગર જિલ્લા હોમગાર્ડઝના 166 જવાનો દરેક ગામમાં રાઉન્ડ ધ ક્લોક 4(ચાર) હોમગાર્ડ જવાન ફરજ બજાવશે. આ તમામ જવાનો "આપદા મિત્ર" તાલીમથી સજ્જ છે. કુલ 88 હોમગાર્ડ જવાનો સહિત લાયઝનમાં 3 અધિકારી કમલેશ ગઢિયા,ચંદ્રેશ ગોસ્વામી, હિમાંશુ પુરોહિત 91 આપદા મિત્ર જવાનો ફરજ બજાવી રહ્યા છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભીંડીની સીધી દેખરેખ અને માર્ગદર્શન રહેશે.

"નિષ્કામ સેવા":આપદા મિત્ર હોમગાર્ડ જવાનો ગામમાં સ્થળાંતરની કામગીરી, બચાવ અને રાહત કામગીરી કરશે. આમ તેઓ હોમગાર્ડઝના "નિષ્કામ સેવા" ના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરશે.

  1. Cyclone Biparjoy : સંભવિત વાવાઝોડાનો ખતરો જામનગરમાં વધુ, લોકોની સલામતી માટે મુળુ બેરાની બેઠક
  2. Cyclone Biparjoy Update : જામનગરના નવા બંદર પર નવ નંબરનું સિગ્નલ, વાવાઝોડાની તીવ્રતા કેવી હશે તે દર્શાવાયું

ABOUT THE AUTHOR

...view details