ગુજરાત

gujarat

New Circuit House At Somnath : પીએમ મોદીએ લોકાર્પિત કરેલા આ ભવનમાં સામાન્ય લોકો પણ મેળવી શકશે પ્રવેશ

By

Published : Jan 21, 2022, 4:33 PM IST

સોમનાથમાં નવનિર્મિત આરામગૃહનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ (PM Modi Inauguration in Somnath) કર્યું છે. સતત વધી રહેલા ટુરિઝમને કારણે આ સર્કિટ હાઉસ (New Circuit House At Somnath ) સોમનાથ આવતા સામાન્ય યાત્રિકો માટે પણ ઉપયોગી સાબિત થશે.

New Circuit House At Somnath : પીએમ મોદીએ લોકાર્પિત કરેલા આ ભવનમાં સામાન્ય લોકો પણ મેળવી શકશે પ્રવેશ
New Circuit House At Somnath : પીએમ મોદીએ લોકાર્પિત કરેલા આ ભવનમાં સામાન્ય લોકો પણ મેળવી શકશે પ્રવેશ

સોમનાથઃ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અને ભાવિકો આવતા હોય છે ત્યારે સોમનાથ નજીક યાત્રિકોને રહેવા અને જમવાની સુવિધા મળી રહે તેવું સરકારી આરામગૃહ (New Circuit House At Somnath )બનાવવામાં આવ્યું છે. જેને કારણે અહીં આવતા સરકારના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની સાથે સામાન્ય લોકોને પણ સર્કિટ હાઉસમાં રહેવાની સાથે વિશ્વસ્તરની સુવિધાઓનો અનુભવ મળી રહે તે માટે આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે વડાપ્રધાન મોદીએ (PM Modi Inauguration in Somnath) વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને લોકાર્પણ કર્યું છે. તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પર ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.

સોમનાથ આવતા સામાન્ય યાત્રિકો માટે પણ ઉપયોગી સાબિત થશે

આ પણ વાંચોઃ PM Modi Inauguration in Somnath: PM Modiએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું

રાજ્યના અન્ય સર્કિટ હાઉસની જેમ સોમનાથ સર્કિટ હાઉસમાં પણ મળશે પ્રવેશ

રાજ્યના અન્ય સર્કિટ હાઉસમાં નીતિ નિયમો અને દર નક્કી કરાયા છે તે મુજબના તમામ નીતિ નિયમો અને દરનું સોમનાથ સર્કિટ હાઉસમાં પણ અમલ (New Circuit House At Somnath ) કરવામાં આવશે. આરામગૃહના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા રાજ્ય સરકારના પર્યટન અને માર્ગ-મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ (Tourism Minister Purnesh Modi) માધ્યમોને સમગ્ર સર્કિટ હાઉસ અંગે માહિતી આપી હતી. રાજ્ય સરકારની નીતિ મુજબ જે નિયમો રાજ્ય સરકારના અધિકારી પદાધિકારીઓ અને અન્ય ઉચ્ચ હોદ્દા પર રહેલા વ્યક્તિઓને જે દર મુજબ સર્કિટ હાઉસમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે તે મુજબ અહીં પણ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સોમનાથ આવતા સામાન્ય લોકોને પણ સરકાર દ્વારા નિર્ધારિત કરેલા દર મુજબ સર્કિટ હાઉસમાં રહેવાની સાથે ભોજન સહિત અન્ય સુખ-સુવિધાઓ મળવાપાત્ર બનશે જેનો લાભ આગામી દિવસોમાં સોમનાથ આવતા ભાવિકો પણ મેળવી શકશે.

આ પણ વાંચોઃ Somnath Masal Arti: સોમનાથ મહાદેવની દરિયા દેવ સમીપે યોજાઇ સામૂહિક મસાલ આરતી

વડાપ્રધાને શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 30.55 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક અતિથિગૃહ સર્કિટ હાઉસનું ઈ -લોકાર્પણ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથમાં અતિથી ગૃહનું વર્ચુઅલ લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે સોમનાથ સહિતની દેશની સાંસ્કૃતિક વિરાસતો રાષ્ટ્રીય એકતા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં કહ્યું કે, આઝાદી કા મહોત્સવના માધ્યમથી આપણે અતિતમાંથી જે શીખવા માગીએ છીએ, તેના માટે સોમનાથ જેવા આસ્થા અને સંસ્કૃતિક સ્થળો તેના મુખ્ય કેન્દ્રો છે.સ્વદેશ દર્શન યોજના હેઠળ દેશમાં 15 થીમ આધારિત પ્રવાસન સર્કિટસ વિકસિત કરવામાં આવી રહ્યી છે.

કેવું છે નવું સર્કિટ હાઉસ

સોમનાથનું મહાલય જેવું લાગતું નવનિર્મિત અતિથિ ગૃહ આલીશાન ચાર માળ, કુલ પ્લોટ 15,000 ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077 ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 7 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ, 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવમાં આવી છે.

દેશના નવ યુવાનોને અવસર આપવામાં પ્રવાસન સ્થળોને ઉજાગર કરવાના

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દુનિયાના દેશોમાં જેટલા પ્રવાસન સ્થળો કોઈ એક દેશમાં હોય એટલા પ્રવાસન સ્થળો તો આપણા દેશના એક એક રાજ્યમાં છે. વડાપ્રધાને દરેક રાજ્યમાં આવેલા પ્રાચીન સ્થળોનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે દેશની સમૃદ્ધિમાં અને દેશના નવ યુવાનોને અવસર આપવામાં પ્રવાસન સ્થળોને ઉજાગર કરવાના વિકાસકાર્યો એક મહત્વની ભૂમિકા ભજવે છે. પાછલા સાત વર્ષથી દેશે પર્યટન સ્થળોની અપાર સંભાવનાઓને સાકાર કરવાના અવિરત પ્રયાસો કર્યા છે.

દરિયાની લહેરો તેમજ સોમનાથ મહાદેવના મંદિરનું શિખર આ બંનેના દર્શન થશે અને નવી ચેતના જાગશે

પીએમ મોદી પોતે સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા હોવા સંદર્ભે કહ્યું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં યાત્રિકોની સુવિધા માટે અવિરત પ્રયાસો અને કામો કરવામાં આવી રહ્યા છે . સોમનાથમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એક પછી એક વિકાસ કાર્ય થઈ રહ્યા છે. જે સોમનાથ દાદાની વિશેષ કૃપા છે. થોડા સમય પહેલા સમુદ્ર પથ, એક્ઝિબિશન ગેલેરી સહિત પ્રકલ્પોનું લોકાર્પણ અને મા પાર્વતીના મંદિરના શિલાન્યાસ સહિત વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સોમનાથ ક્ષેત્રમાં ઉપલબ્ધ થઇ રહેલી આ સુવિધાથી દીવ, ગીરથી માંડીને બેટ દ્વારકા સુધીની સર્કિટથી સોમનાથ સેન્ટર બનશે. સોમનાથમાં ગુજરાત સરકાર દ્વારા નિર્મિત સર્કિટ હાઉસમાં રોકાનાર યાત્રિકોને દરિયાની લહેરો તેમજ સોમનાથ મહાદેવના મંદિરનું શિખર આ બંનેના દર્શન થશે અને નવી ચેતના જાગશે. સોમનાથ મંદિરની તબાહી અને પછી જે પરિસ્થિતિમાં સરદાર સાહેબ દ્વારા જીર્ણોદ્ધાર આ બંને બાબતો એક મોટો સંદેશ છે. પર્યટન વિકાસને વોકલ ફોર લોકલ સાથે જોડી નવા દ્રષ્ટિકોણની પણ રૂપરેખા આપી હતી.

સોમનાથના નવનિર્મિત સર્કિટ હાઉસના લોકાર્પણ પ્રસંગે મહાનુભાવો

આ પણ વાંચોઃ સોમનાથ મંદિર રાજ્યનું પ્રથમ યાત્રાધામ બન્યું, જેનું 5 કરોડ રૂપિયાના ખર્ચે 3D સ્કેનિંગ થશે, મંદિરનો દરેક ખૂણો સ્ક્રિન પર નીહાળી શકાશે

પર્યટન સ્થળોનો વિકાસ

વડાપ્રધાને ગુજરાતમાં દ્વારકા, બેટ દ્વારકા ,સોમનાથ અંબાજી પાવાગઢ ,સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ,ગિરનાર સફેદ રણ ,સહિતના સ્થળોએ થયેલા વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધી 75 લાખ યાત્રિકોએ મુલાકાત લીધી છે. દેશની હેરિટેજ સાઇટો આપણી સાંસ્કૃતિક વિરાસતોના વિકાસનું મોટું ઉદાહરણ છે. આજે દેશ પર્યટનને સમગ્ર રૂપે હોલિસ્ટીક વેમાં જોઈ રહ્યો છે. સ્વચ્છ ભારતના અભિયાનથી પવિત્ર સ્થળોની પણ તસ્વીર બદલાઈ ગઈ છે. સરકારે દિલ્હીમાં બાબાસાહેબ મોમેરિયલનું અને અન્ય બીજા નવા ગૌરવશાળી સ્થળોનું નિર્માણ કરી તેમને ભવ્યતા આપવામાં આવી રહી છે.

ટુરિઝમ ક્ષેત્રે રોજગારી

સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સહિત ગુજરાતના પ્રવાસન તીર્થધામોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરી ટુરીઝમ સેકટરને વિકસાવી રોજગારી નિર્માણ અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની રૂપરેખા આપી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનાની ઉપલબ્ધિઓ અને રાજ્યમાં થયેલા આ યોજના હેઠળના કાર્યોનો ઉલ્લેખ કરી પર્યટન અને અને તીર્થ સ્થળના વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details