ETV Bharat / city

makar sankranti 2022: મકરસંક્રાંતિના પાવન પર્વે સોમનાથમાં સૂર્ય પૂજાની સાથે ગાય પૂજન પણ કરવામાં આવ્યું

author img

By

Published : Jan 14, 2022, 5:17 PM IST

Updated : Jan 14, 2022, 5:31 PM IST

makar sankranti 2022: મકરસંક્રાંતિના પાવન પર્વે સોમનાથમાં સૂર્ય પૂજાની સાથે ગાય પૂજન પણ કરવામાં આવ્યું
makar sankranti 2022: મકરસંક્રાંતિના પાવન પર્વે સોમનાથમાં સૂર્ય પૂજાની સાથે ગાય પૂજન પણ કરવામાં આવ્યું

આજે મકરસંક્રાંતિના (makar sankranti 2022) પાવન પર્વને લઈને સોમનાથ મહાદેવ મંદિરમાં સૂર્ય પૂજાની સાથે આજે ગૌ પૂજન કરીને મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી કરાઇ હતી, જેમા સોમનાથ મંદિરના પંડિતોએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ગાય અને સૂર્યનું પૂજન કરીને ઉતરાયણની ધાર્મિક ઉજવણી કરી હતી.

જૂનાગઢ : મકરસંક્રાંતિના (makar sankranti 2022) પાવન પર્વની આજે સોમનાથ મહાદેવ મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથના પંડિતોની હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર જોડાયા હતા.

makar sankranti 2022: મકરસંક્રાંતિના પાવન પર્વે સોમનાથમાં સૂર્ય પૂજાની સાથે ગાય પૂજન પણ કરવામાં આવ્યું

આજના દિવસે સૂર્ય પૂજાનુ પણ વિશેષ મહત્વ

પૂજનની સાથે આજના દિવસે સૂર્ય પૂજાનુ પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે, જેને લઈને આજે સોમનાથ મંદિર પરિસરમાં મકરસંક્રાંતિના પર્વની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ઉજવણી થતી આવી છે, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે તમામ તકેદારીઓ ધ્યાને રાખીને ઉતરાયણની ઉજવણી કરાઇ હતી.

પ્રભાસ ક્ષેત્ર ને સૂર્યના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે

સોમનાથ મંદિર પરિસરને ધાર્મિક અને પુરાણોમાં પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ સૂર્યની ભૂમિ તરીકે પણ ઓળખાય છે, જેથી આ ભૂમિને ભાસ્કરની ભૂમિ તરીકે પણ યાદ રાખવામાં આવે છે, ત્યારે મકરસંક્રાંતિના તહેવારને લઈને સૂર્યની ભૂમિ એવા સોમનાથમાં આ વર્ષે પણ મકરસંક્રાંતિની ધાર્મિક પૂજા અને વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારના સમયે સૂર્ય પૂજા સાથે મકરસંક્રાંતિની ઉજવણી શરૂ કરાઇ હતી, બાદમાં મંદિર પરિસરમાં ગાયનું વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજન કરીને મકરસંક્રાંતિની ધાર્મિક ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

Uttarayan 2022 Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી

makar sankranti 2022: અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...

Last Updated :Jan 14, 2022, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.