ETV Bharat / state

ફાયર એનઓસી સંદર્ભે મનપા અને મિલકત માલિકોની મીલીભગતને કારણે સર્જાય છે ગૂંચવાડો - Rajkot Game Zone fire tragedy

author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 5:57 PM IST

Updated : May 30, 2024, 6:08 PM IST

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ હવે ફરી એક વખત ફાયર એનઓસી ચર્ચાસ્પદ બની રહ્યી છે. અકસ્માતો સર્જાયા બાદ ફાયર એનઓસી અને બીયુ પ્રમાણપત્રને લઈને મનપા તંત્ર દ્વારા પ્રમાણિત ન હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. જો કે સ્પષ્ટ થાય છે કે મનપા વહીવટી તંત્ર અને મિલકત ધારકો વચ્ચે મીલીભગતને કારણે અસમંજસ પેદા થાય છે. Junagadh News Rajkot Game Zone Fire Accident Muni Corpo Property Owner Fire NOC BU Permission

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

જૂનાગઢઃ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અકસ્માત બાદ ફરી એક વખત ફાયર એનઓસીનો મુદ્દો ચર્ચાસ્પદ બની રહ્યો છે. પાછલા વર્ષોના અનુભવ પરથી એવું સ્પષ્ટ થાય છે કે કોઈ પણ મોટા અકસ્માત પછી વહીવટી તંત્ર અને મિલકત ધારકો ફાયર એનઓસી કે બીયુ પ્રમાણપત્રને લઈને સરકારી અને કાયદાના કોરડાથી બચવા માટે પ્રયાસો કરતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા અકસ્માત બાદ ફાયર કે બીયુ પ્રમાણપત્ર નહીં રજૂ કરેલી મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરતી હોય છે. જે પ્રત્યેક નવા અકસ્માત બાદ દર વખતે શરૂ થાય છે.

તંત્ર અને માલીકોની મીલીભગતઃ ફાયર એનઓસી સંદર્ભે જૂનાગઢના કાયદાશાસ્ત્રી કિરીટ સંઘવી જણાવે છે કે, સમગ્ર મામલામાં મનપા તંત્ર અને જે તે મિલકતના માલિક કે તેનો ભોગવટો ધરાવનાર લોકો એકબીજા સાથે સમજૂતી કરીને ફાયર એનઓસી વગર બાંધકામોને મંજૂરી મેળવતા હોય છે. સામાન્ય રીતે બી યુ પ્રમાણપત્રની સાથે જો ફાયર એનઓસીને જોડી દેવામાં આવે તો મોટાભાગના બાંધકામો બીયુ પ્રમાણપત્રની સાથે ફાયર એનઓસી યુક્ત બની શકે. મિલકત ધારકો દ્વારા કરવામાં આવતા સોગંદનામાં પર ભરોસો કરીને મનપા તંત્રના કર્મચારી કે અધિકારીઓ સ્થળ પરનું જાત નિરીક્ષણ કર્યા વગર જ બિલ્ડીંગ ને લોકોના ઉપયોગ કરવા માટે આપવાનો છૂટો દોર મૂકે છે જેને કારણે પણ આવા અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતો બાદ જ ફાયર એનઓસી કે બીયુ પ્રમાણપત્રની કિંમત લોકોને સમજાય છે.

પ્રક્રિયા સરળ હોવી જોઈએઃ બી યુ પ્રમાણપત્ર અને ફાયર એનઓસીની પ્રક્રિયા કેટલાક કિસ્સામાં મિલકત ધારકોને મુશ્કેલીમાં પણ મૂકે છે તેને માટે આ પ્રક્રિયા બિલકુલ સરળ હોવી જોઈએ જેથી લોકો કોઈ પણ પાછલા દરવાજાનો કે ટૂંકો રસ્તો અપનાવીને તેમના બાંધકામોને લોકોના ઉપયોગ માટે શરૂ ન કરી દે. મનપા તંત્ર દ્વારા પોતાની નૈતિક જવાબદારી છે તેના ભાગરૂપે પણ કોઈ પણ બાંધકામોમાં ફાયર એનઓસી સહિત લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સમયાતરે તેની ચકાસણી કરવી જોઈએ આ પ્રકારનો ઉલ્લેખ બી.પી.એમ.સી એક્ટમાં પણ છે. વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારીઓ નવા બાંધકામની મંજૂરી આપ્યા બાદ તેનું સમાન નિરીક્ષણ કે પુનઃ ચકાસણી કરતા નથી જેને કારણે આવા અકસ્માતો બાદ ફાયર એનઓસી કે બી યુ પ્રમાણપત્રનો મુદ્દો ઉપસ્થિત થતો હોય છે.

  1. રાજકોટ બાદ હવે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આગ, મોટી જાનહાનિ ટળી - AHMEDABAD CIVIL HOSPITAL FIRE
  2. જામનગરમાં હંગામી સ્ટ્રક્ચર ઊભું કરી ખુલેલ હોટલો પર તવાઈ - Jamnagar Municipal Corporation

Last Updated : May 30, 2024, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.