ગુજરાત

gujarat

BJP Chintan Shibir 2022: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહીતના નેતાઓના ગુજરાતમાં ધામા નાખશે

By

Published : May 12, 2022, 8:22 PM IST

પ્રદેશ ભાજપ દ્વારા આગામી 15 અને 16 મેના રોજ ચિંતન શિબિરનું આયોજન (BJP Chintan Shibir 2022 )થવા જઈ રહ્યું છે. આ ભાજપની ચિંતન શિબિરમાં કેન્દ્રીય(Bharatiya Janata Party)ગૃહપ્રધાન અમિત શાહ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકાર બાદની આ પહેલી ચિંતન શિબિર છે.

BJP Chintan Shibir 2022: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહીતના નેતાઓના ગુજરાતમાં ધામા નાખશે
BJP Chintan Shibir 2022: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહીતના નેતાઓના ગુજરાતમાં ધામા નાખશે

ગાંધીનગરઃ આગામી 15 અને 16 મેના રોજ પ્રદેશ ભાજપની ચિંતન શિબિરનું (BJP Chintan Shibir 2022 )આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં ભાજપની કોર કમિટીના સભ્યો, પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે. આ શિબિરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. અન્ય રાજ્યોની ચૂંટણીઓમાંથી(Gujarat Assembly Election 2022) પરવારીને હવે કેન્દ્રીય નેતાઓનું ધ્યાન(Bharatiya Janata Party) ગુજરાતની ચૂંટણી પર છે.

આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: જૂનાગઢની પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની ચિંતન શિબિર

ચૂંટણી પહેલા મહત્વની શિબિર -ભાજપની ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. આ બેઠક મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં(State BJP two day Chintan Shibir)યોજાશે. બેઠકમાં ભાજપની કોર કમિટીના સભ્યો, પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો, ભાજપ સંગઠનના અગ્રણીઓ, સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, નવી સરકાર બાદની આ પહેલી ચિંતન શિબિર છે.

આ પણ વાંચોઃSwasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા...

મહિનાના અંતે વડાપ્રધાન પણ આવશે ગુજરાત -29 મેં ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. અહીં તેઓ સહકારી ક્ષેત્રોના મહાસમેલનને સંબોધશે. અગાઉ તેઓ પંચાયત ક્ષેત્રના મહાપંચાયતને અમદાવાદમાં સંબોધી ચુક્યા છે. આમ 150 થી વધુ બેઠકો મેળવવા શહેરો ઉપરાંત હવે ગ્રામીણ મતદારો તરફ ભાજપ ધ્યાન આપી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details