Swasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા...

author img

By

Published : May 7, 2022, 2:56 PM IST

Swasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા...

નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો (Swasthya Chintan Shibir 2022) આજે છેલ્લો દિવસ છે. જોકે, શુક્રવારે બીજા દિવસે આ શિબિરમાં એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તો આ ચિંતન શિબિરમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયા પણ (Dr. Mansukh Mandavia in Swasthya Chintan Shibir) ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ સિટી ખાતે ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો (Swasthya Chintan Shibir 2022) આજે છેલ્લો દિવસ છે. ત્યારે આ શિબિરના (Swasthya Chintan Shibir 2022) બીજા દિવસે (શુક્રવારે) એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તો અહીં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાજેતરમાં જ WHOએ ભારતમાં કોરોનાથી મૃત્યુ (Corona mortality in India) પામેલા લોકોના આંકડા જાહેર કર્યા હતા. તે અંગે નિવેદન આપ્યું હતું.

જન્મ-મૃત્યુની નોંધણીની રાખવામાં આવે છે ચોકસાઈઃ માંડવિયા

આ પણ વાંચો- Swasthya Chintan Shibir at Kevadia : ટેન્ટ સિટી 2માં કેન્દ્રીય આરોગ્યપ્રધાને શરુ કરાવી એ શિબિરમાં શેની ચર્ચા છે જાણો

જન્મ-મૃત્યુની નોંધણીની રાખવામાં આવે છે ચોકસાઈ - કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ (Dr. Mansukh Mandavia in Swasthya Chintan Shibir) જણાવ્યું હતું કે, દેશના દરેક રાજ્યોમાં જન્મ-મૃત્યુની નોંધણી કરવામાં આવે છે અને 99.99 ટકા ચોકસાઈ રાખવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, WHOના અનુમાનથી અહીં (Dr. Mansukh Mandavi on WHO) આવેલા તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનો અસંમત છે. WHOએ મૃત્યુના આંકડા બાબતે ભારત પર જે શંકા કરી છે. તે ખોટી છે. ભારતમાં કોરોનાથી મૃત્યુના આંકડા (Corona mortality in India) બાબતે શંકા કરવાની કોઈ જરૂર નથી.

વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનો રહ્યા ઉપસ્થિત
વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનો રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો- Khelmahakumbh 2022 : યોગા કોમ્પિટિશનમાં ગુજરાતના 80 હજારથી વધુ લોકોએ લીધો ભાગ

વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનો રહ્યા ઉપસ્થિત - તો આ સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં (Swasthya Chintan Shibir 2022) દેશના વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમામ લોકોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ શિબિરનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક (14th Conference of Central Council of Health and Family Welfare) અંતર્ગત કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.