ગુજરાત

gujarat

Gujarat Rain Update : રાજ્યના 63 તાલુકાઓમાં મેઘમહેર, લોકો તંત્રની કામગીરીથી પરેશાન, મુખ્યપ્રધાન કરી રહ્યા છે મોનિટરિંગ

By

Published : Jun 30, 2023, 3:22 PM IST

ગુજરાતમાં 63 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતમાં સાત જળાશયો એલર્ટ પર છે. વરસાદના લીધે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. સૌથી વધુ સારો વરસાદ જુનાગઢમાં નોંધાયો છે. CM તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

Gujarat Rain
Gujarat Rain

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ

ગાંધીનગર: ગુજરાતમાં 22 જૂનથી ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ ચુક્યો હતો. પરંતુ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે માજા મૂકી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના તમામ જિલ્લા અને તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અને એક જગ્યા ઉપર રોડ રસ્તા ધોવાયા છે. ભુવા પણ પડ્યા છે. CM તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને ખરાબ કામ કરનારા લોકો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે એક્શન પણ લેવાની સુચના સીએમ સ્તરે આપવામાં આવી છે.

63 તાલુકામાં સારો વરસાદ

63 તાલુકામાં સારો વરસાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી સેન્ટર તરફથી આપવામાં આવેલ માહિતી પ્રમાણે ગુજરાતમાં કુલ 200 mm જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે. જેની કુલ એવરેજ 22.90%ની આસપાસ છે. જ્યારે 0થી 50 એમએમ વરસાદ 14 તાલુકાઓમાં, 51થી 125 mm વરસાદ 74 તાલુકાઓમાં, 126 થી 250 mm વરસાદ 91 તાલુકામાં અને 251થી 500 mm વરસાદ 63 તાલુકાઓમાં નોંધાયો છે. જ્યારે 501થી 1000 mm વરસાદ 9 તાલુકાઓમાં નોંધાયો છે. આ ઉપરાંત 1000 mmથી વધુ અને 0 એમ એમ એટલે કે થોડોક પણ વરસાદ ન પડ્યો હોય તેવા એક પણ તાલુકાઓનો સમાવેશ થયો નથી. આમ ગુજરાતના 63 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ સારો વરસાદ જુનાગઢ શહેર તાલુકા અને જિલ્લામાં નોંધાયો છે.

કેટલો વરસાદ પડ્યો

CM દ્વારા મોનિટરિંગ:વરસાદ બાબતે રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ વધુ વરસાદ થયો છે ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ વરસાદની પરિસ્થિતિનું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે અને તેનું અવલોકન પણ કરવામાં આવી રહ્યું છે. નગરોમાં વિકાસનો દર ચાલી રહ્યો છે અને 9 થી 10 ઈંચ વરસાદ પડે તો મુશ્કેલી પડી શકે છે. રાજ્ય સરકાર દ્વારા વધુ હાલાકી ના પડે તેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે. સરકારે તમામ બાબતો ઉપર ખૂબ નજર રાખી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવા સુધીના પગ સૂચનો પણ આપ્યા છે. આમ પ્રજાને અગવડ ન પડે તે રીતે સ્થાનિક તંત્રને સરકારે સૂચના પણ આપી રહી છે. જે જગ્યાએ ભુવા અને ખાડા પડ્યા છે તે જગ્યાએ તાત્કાલિક ધોરણે ખાડા પૂરવા માટે પણ રાજ્ય સરકારે આદેશ આપ્યો છે.

જળાશયોમાં ભરાયા નવા નીર:સમગ્ર રાજ્યમાં વરસાદ સારો હોવાના કારણે જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. જળાશયોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સાત જળાશયોને એલર્ટ પર અને ત્રણ જળાશયો વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે 194 જળાશયો હજુ પણ ખાલી જેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. રાજ્યના સૌથી મોટા જળાશય સરદાર સરોવરમાં 52 ટકા એટલે કે 4965.10 મિલિયન ગન મીટર પાણીનો લાઈવ સ્ટોક છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 31.29 ટકા દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.49 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.88 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

  1. Navsari Rain: નવસારીમાં અંડરપાસ પાર કરવાનો પ્રયાસ કરી રહેલી કાર ડૂબી, જુઓ વીડિયો
  2. Porbandar Monsoon News : ચોમાસું શરુ થતા કોંગ્રેસે કરી પોરબંદર PGVCL પાસે કરી માંગ

ABOUT THE AUTHOR

...view details