ગુજરાત

gujarat

Rahul Gandhi at GPCC Chintan Shibir: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં ચિંતન શિબિરમાં આવ્યાં, દ્વારકાધીશના દર્શન કર્યાં

By

Published : Feb 26, 2022, 1:26 PM IST

Updated : Feb 26, 2022, 3:14 PM IST

ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી દ્વારકા આવી પહોંચ્યા છે. બેઠકમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાહુલ ગાંધી (Rahul Gandhi in GPCC Chintan Shibir)તમામ નેતાઓ સાથે બેઠક કરશે તેમ જ માર્ગદર્શન આપશે.

GPCC Chintan Shibir in Dwarka: કોંગ્રસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં આયોજીત ચિંતન શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા
GPCC Chintan Shibir in Dwarka: કોંગ્રસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં આયોજીત ચિંતન શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા

દ્ગારકાઃ ગુજરાત કોંગ્રસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી( Rahul Gandhi in GPCC Chintan Shibir)દ્વારકા આવી પહોંચ્યા છે. આ ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા હાજર રહશે. તેમજ ગુજરાત વિધાનસભા ચૂૂંટણીને લઈને આ ચિંતન શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે.

દ્વારકાધીશના દર્શન કર્યાં

આજે 26 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં હાજરી આપવા બીજા દિવસે આવી પહોંચ્યાં છે.તેઓ જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં અને હેલિકોપ્ટરથી દ્વારકા આવ્યાં હતાં. અહીં તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યાં હતાં. તરત 11:30 કલાકે ભગવાન દ્વારકાધીશની પૂજા કરી તેઓ તરત જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચિંતનસ્થળે જવા રવાના થયાં હતાં.અહીં મીડિયાએ તેમની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે તેઓ પ્રદેશ નેતાઓ સાથે રવાના થયાં હતાં. રાહુલ ગાંધીે લગભગ 1 થી 4 વાગ્યા સુધી ચિંતન શિબિરમાં હાજરી આપશે. ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ ચિંતન શિબિરનું સમાપન થશે. ગુજરાતની જનતાના ન્યાય અને હક્ક માટેની લડત માટે કોંગ્રેસના દ્રષ્ટિકોણથી દ્વારકાનો ઢંઢેરો રજૂ કરવામાં આવશે.

રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરી ચિંતન સ્થળે જવા રવાના થયા

આ પણ વાંચોઃ GPCC Chintan Shibir in Dwarka: કોંગ્રેસે દ્વારકાધીશના આશીર્વાદ લઈ ચૂંટણી માટેની તૈયારીનું રણશિંગુ ફૂંક્યું, શરૂ કરી ચિંતન શિબિર

ટોચના તમામ નેતાઓ ચૂંટણીને લઇ આયોજન કરશે

25 ફેબ્રુઆરીથી દ્વારકામાં પ્રદેશ કોંગ્રેસ ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના તમામ નેતાઓએ ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ત્રણ દિવસીય શિબિરનો પ્રારંભ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક

આ પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય પાર્ટી એકમ આગામી ચૂંટણીમાં 125 થી વધુ બેઠકો કબજે કરવા પર નજર રાખી રહ્યું છે. 2017માં કોંગ્રેસે કુલ 182 સીટોમાંથી 77 સીટો જીતી હતી.

જુઓ સતત અપડેટ..

Last Updated : Feb 26, 2022, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details