GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં કોંગ્રેસ નક્કી કરશે ચૂંટણીની રણનીતિ, નેતાઓ શું કહ્યું જૂઓ..!

author img

By

Published : Feb 25, 2022, 11:53 AM IST

GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં કોંગ્રેસ નક્કી કરશે ચૂંટણીની રણનીતિ, નેતાઓ શું કહ્યું જૂઓ..!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી ત્રિદિવસીય ચિંતન શિબીરનો (GPCC Chintan Shibir in Dwarka) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તો બીજી તરફ આવતીકાલે રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં હાજરી આપશે.

દેવભૂમિ દ્વારકા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજથી દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર (GPCC Chintan Shibir in Dwarka) શરૂ થવા જઈ રહી છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારકા મંદિરે (Congress Leaders at the Dwarka Temple) પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા ધજા પૂજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ધજાનું પૂજન કર્યું હતું. પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પૂજામાં જોડાયા છે.

દ્વારકામાં કોંગ્રેસ નક્કી કરશે ચૂંટણીની રણનીતિ, નેતાઓ શું કહ્યું જૂઓ..!

સિનિયર નેતા સહિત 400થી વધુ લોકો રહેશે ઉપસ્થિત

2022ની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ આજથી મંથનની શરૂઆત થઈ છે. કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થઈ ગયો છે.. દ્વારકાધીશના ચરણોમાં કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખ સહિતના નેતાઓ શીશ ઝુકાવીને શિબિરનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ચિંતન શિબિરના ઉદ્ઘાટન બાદ અલગ અલગ વિષયો પર જૂથ ચર્ચા કરશે. 450 જેટલા કોંગ્રેસના આગેવાનો વિવિધ વિષય પર સમગ્ર દિવસ ચર્ચા કરશે.

દ્વારકામાં કોંગ્રેસ નક્કી કરશે ચૂંટણીની રણનીતિ
દ્વારકામાં કોંગ્રેસ નક્કી કરશે ચૂંટણીની રણનીતિ

આ પણ વાંચો- Jagdish Thakor Statement : ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ મુદ્દે ચૂપ્પી પણ ભાજપ સરકારમાં હોવાનું કહ્યું

ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીને આમંત્રણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, “દેવભૂમિ દ્વારકામાં આજથી ચિંતન શિબિર શરૂ થઈ ગયો છે. આ શિબિરમાં 500 પ્રતિનિધિ સામેલ થવાના છે. આ શિબિર માટે રાહુલ ગાંધીને પણ (Rahul Gandhi in GPCC Chintan Shibir) આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેથી તે આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે. શિબિરમાં આવનાર પાર્ટી પ્રતિનિધિઓને અલગ અલગ સમૂહમાં અલગ (Gujarat Congress Workers in Chintan Shibir) કરવામાં આવશે. આ સમૂહ સામાન્ય જનતા સાથે અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરશે. અમે સમગ્ર દેશમાંથી વિષય નિષ્ણાંતને બોલાવ્યા છે. તેઓ પોતાના વિષય અંગે અને પાર્ટી પ્રતિનિધિઓ વિશે સલાહ જણાવશે.

આ પણ વાંચો- Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ

રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ પર થશે ચર્ચા

જગદીશ ઠાકોરે (Gujarat Congress Leaders on Chintan Shibir) વધુમાં જણાવ્યું કે, વધતી મોંઘવારી, ખેડૂતોની દુર્દશા, ખરાબ સુવિધાઓ, સ્વાસ્થ્ય સેવાઓ, મહિલા સુરક્ષા, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર જેવા 14 વિષયો પર ચર્ચા કરવામાં આવશે. માર્ચ થી ડિસેમ્બર સુધી આયોજિત થનાર કાર્યક્રમોને તારીખ અનુસાર અંતિમ રૂપ આપવામાં આવશે. શિબિરના અંતમાં દ્વારકા ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે. રાજ્ય અંગે કોંગ્રેસનો દ્રષ્ટિકોણ રજુ કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાના (Gujarat Assembly Elections 2022) આ કાર્યકાળનું અંતિમ બજેટ સત્ર 1 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. જે માટે કોંગ્રેસની રણનીતિને પણ દ્વારકા ચિંતન શિબિરમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.