ગુજરાત

gujarat

Laws on Stray Cattle: રખડતા ઢોર મુદ્દે સી.આર.પાટીલનું કભી હા અને કભી ના જેવું વલણ ! માલધારી સમાજે આપ્યું આવેદન

By

Published : Apr 4, 2022, 5:06 PM IST

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક(Laws on Stray Cattle) પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પશુપાલકોએ ઢોર રાખવા માટે લાઇસન્સ લેવાની જોગવાઈ કરવામાં આવી હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ વિધેયક પરત લેવા મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરશે અને તેને રદ કરવા માંગણી કરશે.

Laws on Stray Cattle: રખડતા ઢોર મુદ્દે સી.આર.પાટીલનું કભી હા અને કભી ના જેવું વલણ ! માલધારી સમાજે સી.આર.પાટીલને આવેદન પત્ર આપ્યું
Laws on Stray Cattle: રખડતા ઢોર મુદ્દે સી.આર.પાટીલનું કભી હા અને કભી ના જેવું વલણ ! માલધારી સમાજે સી.આર.પાટીલને આવેદન પત્ર આપ્યું

અમદાવાદઃ રાજ્યમાં ખડતા ઢોર નિયંત્રણ બિલ મામલે સરકારે બેઠક શરૂ કરી છે. રાજ્યમાં માલધારીઓના ભભૂકી રહેલા રોષને કારણે સરકારમાં દબાણ ઉભું કર્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે સી.આર. પાટીલ કરી સૂચક(Proprietary License for Cattle ) મુલાકાત કરી છે. આ બેઠકમાં ઢોર નિયંત્રણ બિલ મુદ્દે મહત્વની ચર્ચા કરાવમાં આવી છે. તેમજ ચોમાસુ સત્રમાં ફેરફાર પણ થઈ શકે છે. ત્યાં સુધી આ બીલમાં હજુ ઑફિસયલ ગેજેટ ન થાય ત્યાં સુધી માલધારીઓને રાહત થઈ શકે છે.

ખડતા ઢોર નિયંત્રણ બિલ

સી.આર. પાટીલને આવેદન પત્ર આપ્યું -રખડતા ઢોર બિલ મુદ્દે(Cattle Control Bill ) ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર (CR Patil)આપવામાં આવ્યું છે. માલધારી સમાજના સાધુ સંતોએ પણ ઢોરના કાયદા અંગે સી.આર.પાટીલને આવેદન આપ્યું છે. ઢોર રાખવા લાયસન્સ અને દંડની જોગવાઈ ખોટી છે. પાટીલને આવેદન પત્ર આપ્યા બાદ આ આગેવાનો મુખ્યપ્રધાનને મળવા જશે. રખડતા ઢોર બિલ મુદ્દે માલધારીઓમાં રોષની વાત અમિત શાહ સુધી પહોંચી છે.

માલધારી સમાજમાં મોટો રોષ -ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પશુપાલકોએ ઢોર રાખવા માટે લાઇસન્સ લેવાની જોગવાઈ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોર પકડાયતો આકરા દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી. જેને લઇને માલધારી સમાજમાં મોટો રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃસુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો

અગાઉ સી.આર.પાટીલે કર્યું છે આ વાતનું સમર્થન -મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોરનું પ્રમાણ વધુ રહે છે. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહાનગર પાલિકાઓમાં અકસ્માતના કારણોસર ઢોર નિયંત્રણ કરવાની હિમાયત કરી ચૂક્યા છે. બીજી તરફ હાઈકોર્ટે પણ સરકારને આ મુદ્દે ઘણી વાર ટકોર કરી હતી. ત્યારે સરકારે આ મુદ્દે નિયમો બનાવવાની હાઇકોર્ટમાં ખાતરી આપી હતી. તેથી વિધાનસભામાં છેલ્લા દિવસે આ બિલ પસાર કરાયું હતું. પરંતુ ભારતમાં જ્યારે ગાયને માતા માનવામાં આવે છે અને ચૂંટણીઓ ગાયના નામે લડાય છે. ત્યારે આ વિધેયકથી માલધારી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે.

સી.આર.પાટીલ મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરશે -અમદાવાદ ખાતે ભાજપના એક કાર્યક્રમમાં પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ વિધેયક વિધાનસભામાં પસાર થયા બાદ ઘણા માલધારી આગેવાનો તેમને મળ્યા છે અને સાધુ સંતોએ પણ આ વિધેયકને પરત લેવા રજૂઆત કરી છે. આ મુદ્દાને લઈને તેઓ મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરશે અને તેને રદ કરવા માંગણી કરશે.
આ પણ વાંચોઃGujarat Assembly 2022 : હાઇકોર્ટની ટકોર બાદ વિધાનસભા ગૃહમાં ઢોર નિયંત્રણ કાયદો થશે પસાર

ABOUT THE AUTHOR

...view details