ETV Bharat / city

Condition Of Panjarapole in Vadodara: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બદલશે પાંજરાપોળનો ચિતાર, જાણો વડોદરાના પાંજરાપોળની શું છે સ્થિતિ

author img

By

Published : Mar 4, 2022, 10:54 PM IST

Condition Of Panjarapole in Vadodara: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બદલશે પાંજરાપોળનો ચિતાર, જાણો વડોદરાના પાંજરાપોળની શું છે સ્થિતિ
Condition Of Panjarapole in Vadodara: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બદલશે પાંજરાપોળનો ચિતાર, જાણો વડોદરાના પાંજરાપોળની શું છે સ્થિતિ

રાજ્ય સરકારે બજેટમાં પાંજરાપોળના નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે ત્યારે વડોદરા શહેરમાં 1 હજાર ઢોરને રાખી શકવાની વ્યવસ્થાવાળું પાંજરાપોળ (Condition Of Panjarapole in Vadodara) તૈયાર કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલી 3 પાંજરાપોળમાં પણ તંત્ર દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે.

વડોદરા: ગુજરાત વિધાનસભામાં બજેટ (Gujarat Budget 2022) રજૂ કરતી વખતે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના (gau mata poshan yojana)ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત નાણાં પ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી (Maintenance Of Panjarapole In Gujarat) માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી. વડોદરાના પંજારપોળ (Condition Of Panjarapole in Vadodara)ની વાત કરીએ તો હાલમાં શહેરની બહાર ખટબા ખાતે અદ્યતન સુવિધાઓ સાથે 1000 ઢોરને રાખી શકવાની વ્યવસ્થાવાળું પાંજરાપોળ તૈયાર કરવામાં આવ્યું છે.

ખટબા ખાતે અદ્યતન સુવિધાઓ સાથે 1000 ઢોરને રાખી શકવાની વ્યવસ્થાવાળું પાંજરાપોળ તૈયાર.

લાલબાગ પાંજરાપોળમાં ઢોર રાખવા માટે 4 વાડા

આ પાંજરાપોળમાં પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ (Facilities In Vadodara Panjarapole) છે. તો શહેરમાં આવેલી 3 પાંજરાપોળમાં પણ તંત્ર દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે. વડોદરાના લાલબાગ પાંજરાપોળ (Vadodara lalbagh panjrapole)માં ઢોર રાખવા માટે 4 વાડા બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ 2 વાડામાં સામાન્ય ઢોરને રાખવામાં આવે છે. તો ત્રીજા વાડામાં બીમાર ઢોરને રાખવામાં આવે છે અને ચોથા વાડામાં નવજાત જન્મેલ ઢોરને રાખવામાં આવે છે. તમામ વાડામાં પીવાના પાણીની સુવિધા માટે ઓવારા બનાવવામાં આવ્યા છે.

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત

ઢોરને ચારો નાંખવા માટે માણસો પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથે જ્યારે કોઈ ઢોર બીમાર પડે તો તેને ત્વરિત સારવાર (Treatment for sick cattle in Vadodara) મળી રહે તે માટે ડોક્ટરની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. શહેરના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરો (Stray cattle In Vadodara) નજરે પડતા હોય છે. આ રખડતા ઢોરોનો શહેરીજનોએ ભોગ બનવું પડતું હોય છે. શહેરમાં છાસવારે ઢોર દ્વારા રાહદારીઓ કે વાહનચાલકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવતી હોય છે. કેટલાક કિસ્સામાં શહેરીજનોના મોત નિપજ્યા હોવાની ઘટના પણ સામે આવતી હોય છે.

ગ્રાન્ટનો ઉપયોગ પાંજરાપોળની સુવિધામાં વધારો કરવામાં થશે

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ક્યારે દૂર થશે તેવા શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન (Vadodara Municipal Corporation) ડો. હિતેન્દ્ર પટેલે Etv Bharatને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બજેટમાં પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે. તે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાને જે ગ્રાન્ટ (Grant to Vadodara Municipal Corporation) આપવામાં આવશે તેનો સુચારુ અને વ્યવસ્થિત ઉપયોગ કરી પાંજરાપોળની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. વડોદરામાં રસ્તે રખડતા ઢોરોના ત્રાસમાંથી શહેરને મુક્ત કરવા માટે પણ યોગ્ય દિશામાં પગલાં ભરવામાં આવશે. પાલિકા દ્વારા પશુપાલકો અને પશુઓના હિત માટે અવારનવાર પશુપાલકો સાથે બેઠક કરી ચર્ચા-વિચારણા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.