ETV Bharat / city

Gujarat Assembly 2022 : હાઇકોર્ટની ટકોર બાદ વિધાનસભા ગૃહમાં ઢોર નિયંત્રણ કાયદો થશે પસાર

author img

By

Published : Mar 31, 2022, 5:56 PM IST

Gujarat Assembly 2022 : હાઇકોર્ટની ટકોર બાદ વિધાનસભા ગૃહમાં ઢોર નિયંત્રણ કાયદો થશે પસાર
Gujarat Assembly 2022 : હાઇકોર્ટની ટકોર બાદ વિધાનસભા ગૃહમાં ઢોર નિયંત્રણ કાયદો થશે પસાર

રાજ્યમાં રખડતા ઢોરના દ્રશ્યને લઈને ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. તેને લઈને વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022) હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ (Laws on Stray Cattle) પસાર કરવા અંગે બાંહેધરી આપી છે. જેમાં ઢોર માલિકોએ લાયસન્સ લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

\ગાંધીનગર : અમદાવાદ, બરોડા, જામનગર, ભાવનગર, ગાંધીનગરમાં રખડતા ઢોરોના દ્રશ્ય જોતા ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કડક નિયમ લાવવામાં આવે તેવી બાંહેધરી ગુજરાત હાઇકોર્ટમાં આપી હતી. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022) હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવશે. જેમાં શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઢોર રાખવાની તેમજ તેની હેરફેર કરવા આ બાબતની જવાબદારી પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

શુ છે એ નવો કાયદો - ગુજરાત વિધાનસભામાં શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નગરપાલિકામાં આ કાયદો લાગુ કરશે. જેમાં ઢોર માલિકોએ લાયસન્સ (Proprietary License for Cattle) લેવું ફરજિયાત રહેશે. સાથે જ લાયસન્સ વાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇન્સ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂક કરીને તે સમયસર ચકાસવામાં પણ આવશે. જ્યારે લાયસન્સમાં વસ્તુઓ રાખવા શા કારણથી રાખવા તે પણ દર્શાવવું પડશે.

લાયન્સસ માટેની રહેશે અરજી - લાયસન્સ માટેની વાત કરવામાં આવે તો જ્યારે આ કાયદો (Laws on Stray Cattle) આરંભ થશે. તેની તારીખથી અથવા કોઈ વ્યક્તિ ઢોર મેળવે તે તારીખથી 90 દિવસની મુદતની અંદર વ્યક્તિએ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવી પડશે. જ્યારે લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાયસન્સ પૂરું થાય તે પહેલા 60 દિવસની અંદર અરજી કરવાની રહેશે. લાઇસન્સની અંદર ઢોર રાખવાની અરજીમાં ઢોરની સંખ્યા, પાણી પુરવઠા, પાલન પોષણ, ગર્ભાસ્થા, આમ તમામ વિષય વસ્તુઓ જોડવાની રહેશે. તેમજ દસ્તાવેજો સાથે ફી ભરીને અરજી કર્યા બાદ સમય મર્યાદાની અંદર અધિકારી દ્વારા લાયસન્સ આપવામાં આવશે. જ્યારે લાયસન્સ મેડવાના 15 દિવસ સુધીમાં ઢોરને ટેગ મારવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વિગતો કે દસ્તાવેજ ખોટો આપવામાં આવશે તો અધિકારી લાયસન્સ રદ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Assembly 2022: નર્મદા યોજના મુદ્દે હોબાળો થતા 15 મિનિટ વિધાનસભા મુલતવી રાખવી પડી

હેરફેર માટેના નિયમો - કોઈપણ વ્યક્તિ સ્થાનિક સત્તામંડળની પૂર્વ મંજૂરી વિના કતલખાના, કે બહારથી કોઈ ઢોરને નિયમ હેઠળ જાહેર થયેલા કોઈ શહેરી વિસ્તારમાં લાવવાના રહેશે નહીં. પ્રતિબંધિત કરેલા વિસ્તારમાંથી કોઈપણ ટોચની હેરફેર કરવી અથવા તો તેને પસાર કરવાના રહેશે નહીં. જો આવું કરવામાં આવશે તો કાયદા પ્રમાણે ગુનો ગણાશે, જ્યારે પ્રતિબંધિત વિસ્તારમાં કોઇ પણ પ્રકારનો (Discussion on Stray Cattle in Assembly) લાયસન્સ આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર ગમે તે સમયે કોઈપણ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી શકશે અથવા તો પ્રતિબંધિત વિસ્તાર તરીકે રદ કરી શકશે.

અધિકારીઓની જવાબદારી - કાયદાનું પાલન થાય તે માટે અમુક અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવશે. ત્યારે ઇન્સ્પેક્ટરની જવાબદારીમાં તમામ વ્યાજબી સમયે લાયસન્સ ધરાવતી જગ્યાઓમાં તમામ ભાગોમાં મુક્ત રીતે પ્રવેશ કરી શકશે. જ્યારે લાયસન્સ આપતી વખતે અધિકારી ઢોર રાખવાની જગ્યાની વ્યવસ્થાની ખાતરી કરી શકશે. જે અધિકારી રોગચાળો ફેલાવાના કિસ્સામાં લાયસન્સવાળી જગ્યાઓમાંથી તમામ વસ્તુઓ દૂર કરવી તેમજ તમામ દીવાલો હોય તો તોડવી અને છત સાફ કરવી અને દીવાલ ધોવી સાથે જ તમામ આદેશ કરવામાં આવે તેવી સત્તામાં આપવામાં આવી છે.

લાયસન્સ ધારક અધિકારી વિરુદ્ધ કરી શકે છે અપીલ - લાયસન્સ શાખાના અધિકારી અથવા ઇન્સ્પેક્ટરના હુકમથી નારાજ થયેલા કોઈ વ્યક્તિ તેવો હુકમ મળ્યાના 30 દિવસની અંદર સત્તામંડળને અપીલ કરી શકે છે. જ્યારે અમુક કિસ્સામાં જો અપીલ કર્તાઓને અટકાવવામાં આવે તો 30 દિવસની મુદત પૂરી થયા પછી પણ અપીલ કરી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ઉર્જા પ્રધાન કનું દેસાઈનું નિવેદનમાં AC ઓછું વાપરોની સલાહ, જેથી વીજળીનો બચાવ થાય

કેટલા રૂપિયાના દંડની જોગવાઈ - પ્રતિબંધિત વિસ્તાર અથવા તેના ભાગમાં ઢોર રાખે તો તેવી વ્યક્તિને દોષી ઠેરવી વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ અથવા પાંચ હજાર રૂપિયાથી ઓછી નહીં ને વધુમાં વધુ 20 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ અથવા તો બંને કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. જ્યારે રીઢા ગુનેગારોને દોષિત ફરીથી વધુમાં વધુ બે વર્ષ સુધી અથવા પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ધરપકડથી ટીમોના પીછો કરતી અથવા દેખરેખ રાખતી અથવા તો તેમને પહોંચવા વિશે બીજાને જાણ કરવા માટેની કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે. તો તેવા વ્યક્તિ વિરુદ્ધમાં વધુ છ મહિના સુધીની કેદ અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કોઈ તેજ વિનાનું ઢોર મળી આવે તો ઢોર દીઠ બે હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે.

ઘાસચારા બાબતે પણ દંડ ની જોગવાઈ - ઘાસચારાના વેચાણ માટે દિલ્હી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પહેલી વાર ગુનેગારને એક હજાર રૂપિયાથી ઓછી નહીં પરંતુ વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા દંડ અને બીજી વાર જાહેરમાં ગુનો બનશે. તો પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પરંતુ 25 હજારથી વધુ નહીં નો દંડ વસૂલ કરવામાં આવશે. આમ જાહેરમાં ઘાસચારા બાબતે પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે ગૃહમાં બિલ આવે તે પહેલાં જ રાજ્યમાં માલધારીઓને વિરોધને લઈને સરકારે દંડની રકમ ઓછી કરી હતી. જ્યારે આજ દંડ 5 લાખ રૂપિયા સુધી કરવાની પહેલા જોગવાઈ કરવામાં આવી હતી.

હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી ટકોર - હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને રખડતા ઢોરને લઈને ટકોર (Hit Government Over HC Stray Cattle) કરવામાં આવી હતી. ત્યારે રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ રખડતાં ઢોર બાબતે તમામ કોર્પોરેશનના મેયર અને અધિકારીઓને ટકોર કરી હતી. જ્યારે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ એક પસાર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.