ETV Bharat / state

સુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો

author img

By

Published : Mar 29, 2022, 4:15 PM IST

Updated : Mar 29, 2022, 10:14 PM IST

સુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો
સુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો

રાજ્ય સરકાર દ્વારા ગાયો માટે ચિપ અને લાઇસન્સની કાયદો પસાર કરવાની વાત છે. આ કાયદાનો માલધારી સમાજ બહિષ્કાર કરે છે. જેને લઈને આજે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત ( Chip and license law for cows)કરી છે. સરકાર જો કાયદો પાછો ના ખેંચે તો માલધારી સમાજ બધા સાથે મળી એક નવી રણનીતિ બનાવીશું. કાયદાને પાછા ખેંચવા માટેની જોગવાઈઓ કરીશું.

સુરતઃ શહેરના સમસ્ત માલધારી સમાજ દ્વારા આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા પશુપાલકો (Surat Maldhari Samaj )માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પશુપાલકો દ્વારા પાલિકામાં તેમના પશુનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું(Cattle roaming in Surat)જાહેરનામું છે. આ જાહેરનામા અંતર્ગત પશુઓને ફરજિયાત ટેગ લગાવવામાં આવશે. પહેલી તારીખથી પાલિકા આ જાહેરનામા(Application form to Surat Collector)પર અમલીકરણ કરવામાં આવશે.

કલેકટરને આવેદનપત્ર

ગાયો માટે ચિપ અને લાઇસન્સની કાયદો પસાર કરવાની વાત - રાજ્ય સરકાર દ્વારા ગાયો માટે ચિપ અને લાઇસન્સની કાયદો પસાર કરવાની વાત છે. આ કાયદાનો માલધારી સમાજ બહિષ્કાર કરે છે. જેને લઈને આજે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવા માટે આવ્યા છીએ. સરકાર જો કાયદો પાછો ના ખેંચે તો માલધારી સમાજ બધા સાથે મળી એક નવી રણનીતિ બનાવીશું. કાયદાને પાછા ખેંચવા માટેની જોગવાઈઓ કરીશું.

આ પણ વાંચોઃ New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનો ત્રાસ આપી - સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે. માલધારી સમાજ ગાય લઈને જતા હોય તો પણ એમને પકડવામાં આવે છે. SRPનો એ લોકો દુરુપયોગ કરે છે. SRP ને આગળ કરી એ લોકો જબરજસ્તી હેરાન કરે છે. માલધારી સમાજ ખેતરમાં ઢોર ચારાવતું હોય તો ત્યાંથી પણ લઈને આવે છે. જેના વિરોધમાં અમે લોકો આજે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા છીએ.
આ પણ વાંચોઃ Stray Cattle In Ahmedabad: રખડતા ઢોર ત્રાસને દૂર કરવા ટૂંક સમયમાં કાયદો લાવશે ગુજરાત સરકાર

Last Updated :Mar 29, 2022, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.