ગુજરાત

gujarat

BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી

By

Published : Mar 24, 2022, 7:19 PM IST

બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના (BOARD EXAM 2022)દિવસો બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે હવે ઓફલાઇન પરીક્ષા (Gujarat Board Offline Exam)લેવામાં આવશે અત્યારે હાલમાં વિદ્યાર્થીઓમાં ઘણી મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસથી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.

BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી
BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી

અમદાવાદઃ કોરોનામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં આવતો(Online study to students in Coron) હતો તેમજ બે વર્ષ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. આ વર્ષે હવે ઓફલાઇન પરીક્ષાલેવામાં (Gujarat Board Offline Exam)આવશે અત્યારે હાલમાં વિદ્યાર્થીઓમાં ઘણી મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસથી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.

બોર્ડની પરીક્ષા

આ વર્ષે વિદ્યાર્થીઓમાં ઘણી મુશ્કેલીઓ -બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો (BOARD EXAM 2022)બાકી છે ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની તૈયારીઓ કરાવવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાની તૈયારી (Online study in Corona)કરી રહ્યા છે. પરંતુ શિક્ષકોનું કહેવું છે કે આ વર્ષે વિદ્યાર્થીઓમાં ઘણી મુશ્કેલીઓ સામે આવી રહી છે જેમકે લખવાની પ્રેક્ટિસ છૂટી જવી, વિદ્યાર્થીઓમાં પાંચ પાંચ મિનિટે મોબાઈલ ચેક કરવાની ટેવ પડી છે, વિદ્યાર્થીઓની યાદશક્તિ ઓછી પણ જોવા મળી છે.

આ પણ વાંચોઃGSEB Exam 2022: કચ્છમાં ધોરણ 10 અને 12ના 44,235 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

વિદ્યાર્થીઓમાં પાંચ પાંચ મિનિટે મોબાઈલ ચેક કરવાની આદત -વિદ્યાર્થીઓમાં કયા પ્રકારની મુશ્કેલીઓ સામે આવી છે તે બાબતે સ્નેહલ શાહ નામના શિક્ષકે જણાવ્યું હતું કે કોરોનામાં ઓનલાઈન અભ્યાસ બાદ વિદ્યાર્થીઓમાં પાંચ પાંચ મિનિટે મોબાઈલ ચેક કરવાની તેમજ તેને યાદશક્તિમાં પણ ઘટાડો જોવા મળે છે. ત બે વર્ષ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું પરંતુ તેઓને હવે સીધી જ બોર્ડની પરીક્ષા આપવી પડશે ત્યારે વિદ્યાર્થીઓને આગલા ધોરણનું કશું જ યાદ રહેતું નથી તેમજ વિદ્યાર્થીઓને આ વર્ષે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતા પણ જવાબદાર છે તેઓ પોતાના બાળકને માત્ર ટ્યુશન કલાસીસમાં મોકલીને જવાબદારીમાંથી છટકી જાય છે.

3 કલાકમાં પેપર કેવી રીતે પૂરું થશે એ એક ચિંતાનો વિષય -દેવાંગ શેઠ નામના શિક્ષકે જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં હવે જે લખવાની પ્રેક્ટિસ અને સ્પીડ હતી તે નથી જોવા મળતી. ત્યારે હવે બોર્ડની પરીક્ષાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓને 3 કલાકમાં પેપર કેવી રીતે પૂરું થશે એ એક ચિંતાનો વિષય છે. ત્યારે દરેક વિદ્યાર્થીએ દિવસમાં બે કલાક લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ તેમજ પાંચથી છ કલાક માટે પરીક્ષાની તૈયારી પણ કરવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય.

વિદ્યાર્થીઓમાં પણ ચિંતા જોવા મળી -વિદ્યાર્થીઓમાં પણ ચિંતા જોવા મળી છે કારણ કે જે રીતે બે વર્ષ સુધી માસ પ્રમોશન આપવામાં આવ્યું અને હવે ઓફલાઈન પરીક્ષા બોર્ડની છે તો આગળના ધોરણનું તેમને આવડતું નથી ત્યારે જે બોર્ડની પરીક્ષા છે તેમાં કેવી રીતે તૈયારી કરવી કારણકે આગલા ધોરણનો અભ્યાસનો પાયો કાચો હોવાથી હાલના ધોરણમાં પરીક્ષા આપી ઘણી અઘરી પડી રહી છે.

આ પણ વાંચોઃBOARD EXAM : 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા, જુઓ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ

ABOUT THE AUTHOR

...view details