ETV Bharat / state

GSEB Exam 2022: કચ્છમાં ધોરણ 10 અને 12ના 44,235 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

author img

By

Published : Mar 24, 2022, 2:49 PM IST

કચ્છ જિલ્લામાં 28 માર્ચથી 12મી એપ્રિલ સુધી (Board examination in Kutch) ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત, સ્વસ્થતાથી તથા ગેરરીતિ વિના પરીક્ષા આપવી (GSEB Exam 2022) જોઈએ એવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

GSEB Exam 2022: કચ્છમાં ધોરણ 10 અને 12ના 44,235 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
GSEB Exam 2022: કચ્છમાં ધોરણ 10 અને 12ના 44,235 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

કચ્છઃ જિલ્લામાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષામાં (Board examination in Kutch)ધોરણ 10ના 30,736 અને ધોરણ 12ના 13,499 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 28મી માર્ચથી 12મી એપ્રીલ સુધી લેવામાં આવનાર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટેના આયોજન અંગેની બેઠક પણ કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.

બોર્ડની પરીક્ષા

શાંતિપૂર્વક પરીક્ષા પૂર્ણ થાય તે માટે બેઠક યોજાઈ - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC ના નિયમિત, રીપીટર, ખાનગી અને પૃથક ઉમેદવારોની(GSEB Exam 2022)જાહેર તેમજ ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 સંસ્કૃત મધ્યમાની પરીક્ષા કચ્છ જિલ્લામાં ભયમુકત, સ્વસ્થતાપૂર્વક અને ગેરરીતિ વગર, શાંતિપૂર્ણ સોહાર્દમાં પૂર્ણ કરવામાં આવે તેમજ જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્વક પરીક્ષા પૂર્ણ થાય તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ GUJCET Exam 2022: ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર, 18 એપ્રિલના રોજ યોજાશે પરીક્ષા

પરીક્ષકોને જરૂરી અગત્યના સૂચનો કરવામાં આવ્યા - કલેકટરે પરીક્ષાર્થીઓ સ્વસ્થતાપૂર્વક, શાંતિથી અને ગેરરીતિ વગર પરીક્ષા આપે તે માટે ઝોનલ ઓફિસર, નિરીક્ષકો અને પરીક્ષકોને જરૂરી અગત્યના સૂચનો કર્યા હતા. બિલ્ડીંગોની ચકાસણી, CCTV કેમેરા, મોબાઇલ કે સ્માર્ટ વોચ સાથે ના રાખવા દેવા તેમજ પરીક્ષા કેન્દ્ર પર તેમજ તેની નજીકના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને વિજીલન્સ ઓફિસરોને કરવાની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

પાંચ ઝોનમાં પરીક્ષા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું - જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પાંચ ઝોનલ અધિકારીઓ સાથે પાંચ ઝોનમાં ધોરણ 10 ના 30,736 પરીક્ષાર્થીઓ ભુજ, ગાંધીધામ, નખત્રાણાના 36 કેન્દ્ર અને 113 બિલ્ડીંગોમાં અને 1062 બ્લોકમાં તેમજ ધોરણ 12ના 13,499 પરીક્ષાર્થીઓ ભુજ અને ગાંધીધામના 17 કેન્દ્રોની 52 બિલ્ડિંગોના 447 બ્લોક પરના પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપશે.આ વખતે ભચાઉમાં બાલાસર અને લાકડીયા ખાતે નવા પરીક્ષા સેન્ટરો પણ શરૂ કરાયા છે.

પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવા વાહનની વ્યવસ્થા - બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સ્થળ સુધી બસમાં લઇ જવાની અને જયાં બસ સગવડો નથી ત્યાં ખાનગી વાહનોની સગવડ પણ પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવી છે. ઉપરાંત કોરોનાના પગલે શાળાઓના અભ્યાસ પર અસર ના પડે તે માટે જિલ્લામાં છેલ્લા ચાર માસથી શનિ રવિવારે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી છે.પરીક્ષાર્થીઓને કલેકટરનો લેખિત શુભેચ્છા સંદેશ અપાયો છે. ઉપરાંત પરીક્ષાર્થીઓને પરીક્ષાના દિવસે ફૂલ, આપી મીઠુ મોં કરી શુભકામનાઓ પાઠવવામાં આવશે.

વિદ્યાર્થીઓ રીવિઝન કરવું જોઈએ: જિલ્લા શિક્ષણ અધિકારી - ઉપરાંત હવે જ્યારે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શિક્ષણ અધિકારીએ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ખૂબ સાવચેતીપૂર્વક આ દિવસોમાં વાંચવું જોઈએ અને ધ્યાન દઈને રિવિઝન કરવું જોઈએ જેથી કરીને સારું પરિણામ આવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલી તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયારી કરાવવી જોઈએ.
આ પણ વાંચોઃ GSEB Exam 2022: પાટણમાં 34,924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.