ગુજરાત

gujarat

Tokyo Olympics Closing Ceremony: નવી આશાઓ સાથે ટોક્યો ઓલિમ્પિક્સનું સમાપન

By

Published : Aug 8, 2021, 7:57 PM IST

કોરોનાને કારણે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ એક વર્ષ મોડી આયોજીત થવા છતાં, જાપાને રમતોની આ મહા ઇવેન્ટનું આયોજન કરીને સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. ટોક્યોમાં 16 દિવસ લાંબી ઓલિમ્પિક રમતોનો સમાપન સમારોહ આજે 8 ઓગસ્ટના રોજ યોજાયો હતો. સમાપન સમારોહ ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકે શરૂ થયો હતો, જેમાં ભારતના મોટાભાગના હોકી અને કુસ્તી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતના ખાતામાં એક ગોલ્ડ સહિત કુલ સાત મેડલ નોંધાયા છે.

Tokyo Olympics
Tokyo Olympics

  • ટોક્યો ઓલિમ્પિક્સ ભારત માટે રહ્યુ સકારાત્મક
  • મહિલા અને પુરુષ બન્ને હોકી ટીમે જીત્યા સૌના દિલ
  • અંતિમ દિવસે નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી વધાર્યુ ભારતનું ગૌરવ

ન્યૂઝ ડેસ્ક: ભારતે ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ તરફથી સિલ્વર મેડલ સાથે શાનદાર શરૂઆત કરી હતી, ત્યારબાદ થોડાક બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. પરંતુ નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ સાથે ભારતે પોતાની રમત પૂર્ણ કરી હતી. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે, જે 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ હતો.

પદાપર્ણ કરનારા ખેલાડીઓએ મારી બાજી

આ સિવાય હોકીમાં 41 વર્ષથી ચાલી રહેલા મેડલની પ્રતીક્ષા પણ સમાપ્ત થઈ હતી, વેઈટલિફ્ટિંગમાં પ્રથમ સિલ્વર મેડલ અને નવ વર્ષ બાદ બોક્સિંગમાં પ્રથમ મેડલ ભારતે મેળવ્યા છે. જ્યારે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે. મોટાભાગના પદાર્પણ કરનારા ખેલાડીઓએ પોડિયમ સ્થાન મેળવ્યું હતું અને આ ઓલિમ્પિક્સમાં સૌથી વધુ મેડલ મેળવ્યા હતા.

ટોક્યો ઓલિમ્પિક્સમાં આ પણ બન્યું

જે ઉદઘાટન સમારોહ પહેલા કોવિડ -19ને કારણે મુશ્કેલ રમત ગણાતી હતી. મહામારીને કારણે એક વર્ષ માટે ઓલિમ્પિક્સ મુલતવી રાખવામાં આવ્યા હતા. જ્યારે મોટાભાગની તાલીમ અને ટુર્નામેન્ટનું સમયપત્રક બગડી ગયું હતું. ઓલિમ્પિક ગેમ્સમાં સ્પર્ધાઓના પહેલા જ દિવસે મીરાબાઈએ મેડલ ટેલીમાં દેશનું ખાતું ખોલ્યું હતું, જે પહેલા ક્યારેય થયું ન હતું.

આ પણ વાંચો- ભારતીય હોકી ટીમની સિદ્ધિ, અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ વર્લ્ડ રેન્ક મેળવ્યો

મીરાબાઈ ચાનુંએ ખોલ્યું ખાતુ

મણિપુરની આ લિફ્ટર માત્ર 4 ફૂટ 11 ઇંચ ઉંચાઈ ધરાવે છે. પરંતુ તેણે 202 કિલો (87 + 115) ઉંચકીને સિલ્વર મેડલ મેળવ્યું અને વિશ્વને બતાવ્યું કે, કદ મહત્વનું નથી. તે તેના પ્રદર્શન દરમિયાન આત્મવિશ્વાસથી ભરેલી હતી, જ્યારે પાંચ વર્ષ પહેલા તેણીએ નિરાશામાં આંસુ સાથે સ્ટેજ છોડી દીધું હતું, પરંતુ 24 જુલાઇએ તે હસતી હતી કારણ કે, તે વેઇટલિફ્ટિંગમાં પ્રથમ સિલ્વર મેડલ વિજેતા બની હતી.

સૌરભ ચૌધરીની હાર બની ચર્ચાનો વિષય

દેશને આ પ્રકારની શરૂઆતની જ જરૂર હતી, પરંતુ તે પછી થોડા દિવસ એક પણ મેડલ આવ્યું નહિં. 15 સભ્યોની મજબૂત શૂટિંગ ટીમ તરફથી સૌથી મોટી નિરાશા સાથે કેટલાક મજબૂત દાવેદારો પોતાનો પ્રભાવ બતાવ્યા વિના બહાર નીકળી ગયા. માત્ર સૌરભ ચૌધરી જ ફાઇનલમાં જગ્યા બનાવી શક્યો હતો અને તે પણ પોડિયમ સુધી પહોંચી શક્યો ન હતો, જેના કારણે તેની તૈયારીઓ પર ઘણા સવાલો ઉભા થયા હતા. શું ખોટું થયું તેનો સ્પષ્ટ જવાબ કોઈ પાસે નહોતો. પરંતુ આ પછી, જૂથવાદ, અહમ અથડામણ અને મતભેદોની ચર્ચાઓ સામે આવવા લાગી.

ઓલિમ્પિક્સમાં જોવા મળી નારી શક્તિ

સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને પરિસ્થિતી પાટા પર લાવી દીધી. હૈદરાબાદી બેડમિન્ટન ખેલાડી 2016 ઓલિમ્પિકમાં મેળવેલા સિલ્વરને ગોલ્ડમાં ફેરવવાની ઈચ્છાઓ ધરાવતી હતી. પરંતુ તે આમ ન કરી શકી અને એક બ્રોન્ઝ સાથે બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની. આ પછી બંને (પુરુષ અને મહિલા) હોકી ટીમોએ પ્રારંભિક આંચકાઓ છતાં લડવાની ભાવના દર્શાવી. મહિલા ખેલાડીઓએ ભારતીની રમતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું હતું, 4 ઓગસ્ટના રોજ બોક્સિંગ રિંગમાં આસામની 23 વર્ષીય લવલીના બોરગોહેન (69 કિગ્રા)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

હોકી ટીમે આપ્યું આશાનું કિરણ

બીજા જ દિવસે રવિ કુમાર દહિયા ઓલિમ્પિકમાં સિલ્વર જીતનાર બીજા ભારતીય કુસ્તીબાજ બન્યા હતા. ઓલિમ્પિક્સ ડેબ્યુ પર સિલ્વર મેળવનારા તે પ્રથમ ખેલાડી બન્યા છે. આના થોડા કલાકો પહેલા પુરુષોની હોકી ટીમની બ્રોન્ઝ મેડલની લાંબી રાહનો અંત આવ્યો હતો. મનપ્રીત સિંહ અને તેની ટીમ જર્મની સામે પ્લે-ઓફમાં પરત ફરી આગામી પેઢી માટે દેશમાં હોકીના પુનરુત્થાનના બીજ રોપ્યા હતા.

આ પણ વાંચો- Tokyo Olympics: એક નજરમાં...ટોક્યો ઓલમ્પિકમાં મેડલ મેળવનારા ભારતીય ખેલાડીઓ

ભારતે મેળવ્યા 7 મેડલ

ઓલિમ્પિક્સમાં ભારત પોતાની રમત સારી રીતે સમાપ્ત કરી રહ્યું હતું જેમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતી ચાર ચાંદ લગાવી દીધા હતા. તેણે 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ અને એથલેટિક્સમાં પ્રથમ મેડલ અપાવ્યો છે. ગોલ્ડ મેડલનો દાવેદાર ગણાતો બજરંગ પુનિયા નિરાશા બાદ કુસ્તીમાં મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. પછી ચોથા સ્થાને ચાલવાથી ગોલ્ફર અદિતિ અશોક સહિત કેટલાક ખેલાડીઓની આશાઓ પણ તૂટી ગઈ. ભારતીય મહિલા હોકી ટીમ પણ પોડિયમ સુધી પહોંચતા રહેવાનું ચૂકી ગઈ હતી. એટલા માટે ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન આ સાત મેડલ કરતાં વધુ મહત્વનું હતું. તેમાં આત્મવિશ્વાસની ઝાંખી હતી, જે નીરજ ચોપરાની રમતમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી.

ABOUT THE AUTHOR

...view details