ETV Bharat / bharat

ભારતીય હોકી ટીમની સિદ્ધિ, અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ વર્લ્ડ રેન્ક મેળવ્યો

author img

By

Published : Aug 8, 2021, 5:05 PM IST

ભારતીય હોકી ટીમની સિદ્ધિ
ભારતીય હોકી ટીમની સિદ્ધિ

ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમોએ ટોક્યો ઓલિમ્પિક 2020માં સ્વપ્ન બાદ FIH વર્લ્ડ રેન્કિંગ મેળવ્યો છે. ભારતીય પુરૂષ હોકી ટીમ 3જા સ્થાને અને મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક 2020માં ચોથા સ્થાને રહીને વર્લ્ડ રેન્કિંગમાં 8 માં સ્થાને પહોંચી છે.

  • 41 વર્ષ બાદ ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યોમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
  • FIH વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય હોકી ટીમ સર્વશ્રેષ્ઠ સ્થાને પહોચી
  • ભારતીય પુરૂષ ટીમ 3જું તો મહિલા ટીમ 8માં સ્થાને

નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતીને 41 વર્ષના મેડલના આશનો અંત લાવ્યો છે. બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા બાદ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન વર્લ્ડ રેન્કિંગમાં અનુક્રમે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ભારતીય મહિલા હોકી ટીમ તાજેતરની FIH વર્લ્ડ રેન્કિંગ મુજબ 8 માં સ્થાને પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: TOKYO OLYMPICS 2020: આજે યોજાશે સમાપન સમારોહ, પૂનિયા હશે ભારતનો ધ્વજવાહક

મહિલા ટીમ 8માં અને પુરૂષ ટીમ 3જા સ્થાને

અગાઉ મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમેની કારકિર્દી ઉચ્ચ ક્રમાંક 4 મેળવ્યો હતો, જે તેઓએ માર્ચ 2020માં FIH હોકી પ્રો-લીગ 2020ની બીજી તબક્કાના પ્રથમ 3 રાઉન્ડમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે મેળવ્યું છે. ભારતીય મહિલા ટીમે 9 માં ક્રમે વિશ્વની સૌથી વધુ રેન્કિંગ મેળવી હતી, જે તેઓએ ચાર દાયકામાં વિટાલિટી હોકી મહિલા વર્લ્ડ કપ લંડન 2018માં તેમની શ્રેષ્ઠ સમાપ્તિ (ક્વાર્ટર ફાઇનલ) સાથે પ્રાપ્ત કરી હતી. વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ, ભારતીય ટીમ ટોચની ક્રમાંકિત એશિયન ટીમ બની અને જકાર્તા પાલેમબેંગમાં 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

શાનદાર પ્રદર્શન બાદ સર્વોચ્ચ રેન્કિંગ

ટોક્યો ઓલિમ્પિક 2020માં બન્ને ટીમોએ તેમના શાનદાર પ્રદર્શન બાદ સર્વોચ્ચ રેન્કિંગ મેળવ્યો છે. ગ્રૂપ તબક્કામાં પાંચમાંથી ચાર મેચ જીતીને અને ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને પૂલ A માં મનપ્રીત એન્ડ કંપની બીજા સ્થાને રહી હતી, પરંતુ સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે 5-2થી હારી ગયા હતા. જો કે, તેણે ઓલિમ્પિક ગેમ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મેળવવા માટે જર્મની પર 5-4થી જીત મેળવી હતી.

આ પણ વાંચો: ખબર ન હતી કે તે ગોલ્ડ હશે, અકલ્પનીય લાગે છે: નીરજ ચોપરા

મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને

મહિલા ટીમને શરૂઆતની મેચોમાં ત્રણ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, ત્યારે સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વની 3 નંબરની ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી હતી. રાની એન્ડ કંપનીએ અનુક્રમે અર્જેન્ટીના અને ગ્રેટ બ્રિટન સામે સેમિફાઇનલ અને બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફ બન્ને મેચ ગુમાવી હતી. આ રીતે, ભારતની મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક 2020માં ચોથા સ્થાને રહીને વર્લ્ડ રેન્કિંગમાં 8 માં સ્થાને પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.