ગુજરાત

gujarat

Indian women's football team:વિજયને કહ્યું- ભારતમાં મહિલા ફૂટબોલનું સ્તર વધી રહ્યું

By

Published : Dec 10, 2021, 7:47 PM IST

આઇએમ વિજયને (Former Indian men's team captain Vijay )બ્રાઝિલના તાજેતરના પ્રવાસ પર રાષ્ટ્રીય મહિલા ટીમના (Indian women's football team)પ્રદર્શનને "શાનદાર" ગણાવ્યું અને કહ્યું, "ખેલાડીઓ વચ્ચે વધતી સ્પર્ધા દેશમાં રમતના વિકાસમાં મદદ કરશે.

Indian women's football team:વિજયને કહ્યું- ભારતમાં મહિલા ફૂટબોલનું સ્તર વધી રહ્યું
Indian women's football team:વિજયને કહ્યું- ભારતમાં મહિલા ફૂટબોલનું સ્તર વધી રહ્યું

  • મુંબઈ અને પુણેમાં યોજાનાર એશિયન ફૂટબોલ ફેડરેશન
  • રમતની મહાસત્તા ગણાતી બ્રાઝિલ સામે ટીમે કરેલ ગોલ
  • ભારતીય મહિલા ટીમ હવે સારું પ્રદર્શન કરી રહી

કોઝિકોડ:20 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન મુંબઈ અને પુણેમાં યોજાનાર AFC ( Asian Football Confederation) મહિલા એશિયન કપની તૈયારીમાં ભારત ચાર દેશોની ટુર્નામેન્ટમાં બ્રાઝિલ, ચિલી અને વેનેઝુએલા સામે રમ્યું. જો કે ભારત તેની ત્રણેય મેચ હારી ગયું હતું, પરંતુ પ્રવાસની ખાસિયત એ રમતની મહાસત્તા ગણાતી બ્રાઝિલ સામે ટીમે કરેલ ગોલ હતો.

અમે વિશ્વ સ્તરે ટોચની ટીમ સામે એક ગોલ કર્યો

ભારતીય પુરૂષટીમના પૂર્વ કેપ્ટન વિજયને (Former Indian men's team captain Vijay )કહ્યું કે ભારતે બ્રાજિલ સામે જેવી રીતે રમત બતાવી એ પ્રભાવશાળી હતી. અમે વિશ્વ સ્તરે ટોચની ટીમ સામે એક ગોલ કર્યો, જે દર્શાવે છે કે ભારત મહિલા ફૂટબોલ ટીમનું સ્તર વધી(Women's football is on the rise in India ) રહ્યું છે.

આઇએમ વિજયન

અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ

અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ દ્વારી બહાર પાડવામાં આવેલા જાહેરાતમાં 52 વર્ષના એક પૂર્વ ખેલાડીએ કહ્યું કે આપણી ટીમમાં ઘણો સુધારો આવ્યો છે. મહાસંઘ જરૂરી અનુભવ આપવાના પૂરતા પ્રયત્નો કરી રહી છે. ભારત આવતા વર્ષે એશિયાય કપ માટે દાવેદારી કરી રહ્યું છે અને બધા ટીમમાં જગ્યા બનાવવા અને ફૂટબાલ રમવા માટે મહેનત કરી રહ્યા છે. મને આ જોઈને ખુશી થઈ રહી છે કે ભારતીય ફૂટબોલને એક સાથે આગળ લઈ જવા માટે મહિલા ફૂટબોલના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.

ટોચની ટીમો સામે તેણે જે રીતે પ્રદર્શન કર્યું

ભારતટોચની ટીમો સામે તેણે જે રીતે પ્રદર્શન કર્યુંના આંતરરાષ્ટ્રીય ખેલાડી એમ સુરેશે પણ વિજયનની વાતને સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું, ભારતીય મહિલા ટીમ હવે સારું પ્રદર્શન કરી રહી છે. ટોચની ટીમો સામે તેણે જે રીતે પ્રદર્શન કર્યું તે જોવા જેવું હતું. આ બંને ખેલાડીઓ સિનિયર વિમેન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે મહિલા ખેલાડીઓને સપોર્ટ કરવા માટે હાજર રહ્યા હતા.

AIFF અને કેરળ સરકારે જે રીતે ચેમ્પિયનશિપનું આયોજન કર્યું

આ ટુર્નામેન્ટમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન મણિપુરે ગુરુવારે રોમાંચક ફાઇનલમાં રેલ્વેને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને તેનું 21મું રાષ્ટ્રીય ખિતાબ જીત્યું. વિજયને કહ્યું, કોવિડ-19ના ખતરા છતાં, AIFF અને કેરળ સરકારે જે રીતે ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે, તે પ્રશંસનીય છે. તે દર્શાવે છે કે દરેક વ્યક્તિ ભારતીય ફૂટબોલના વિકાસ માટે કેવી રીતે કામ કરી રહી છે.

આ પણ વાંચોઃOmicron threat: CSAએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી, ભારતના આફ્રીકા પ્રવાસ પર અનિશ્ચિતતા

આ પણ વાંચોઃAnti Corruption Day: ભ્રષ્ટાચારના મામલે ભારતનું સ્થાન જાણો

ABOUT THE AUTHOR

...view details