Omicron threat: CSAએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી, ભારતના આફ્રીકા પ્રવાસ પર અનિશ્ચિતતા

author img

By

Published : Dec 3, 2021, 10:25 AM IST

Omicron threat: CSAએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી, ભારતના આફ્રીકા પ્રવાસ પર અનિશ્ચિતતા

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ (CSA) ગુરૂવારે ડોમેસ્ટિક મેચ સ્થગિત (domestic match postpone) કરી છે આવું કરવા પાછળનું કારણ એ છે કે, કેટલાક ખેલાડીઓનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં દરેક ખેલાડીઓના રિપોર્ટ પોઝિટિવ (Players report positive) આવ્યા છે.

  • ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી
  • સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ બાદ ભારતીય શ્રેણી પર શંકાના વાદળો
  • 2થી 5 ડિસેમ્બરની વચ્ચે યોજાનાર મેચ સ્થગિત

જોહાનિસબર્ગ: ક્રિકેટ સાઉથ આફ્રિકાએ (CSA) ટીમના કેટલાક સભ્યો કોવિડ-19 પોઝિટિવ (covid positive) હોવાનું જાણવા મળતાં ડોમેસ્ટિક મેચનો પહેલો રાઉન્ડ સ્થગિત (domestic match postpone) કરવામાં આવ્યો છે, જેના કારણે આ મહિને યોજાનાર ભારતના પ્રવાસને (Indian cricket team) લઈને ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં, લક્ષ્મણ અને દ્રવિડની નિમણૂક પર ગાંગુલી બોલ્યા

BCCI ટૂંક સમયમાં પ્રવાસ અંગે લેશે નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ભારતના આફ્રીકા પ્રવાસ અંગે નિર્ણય લેશે, જેની શરૂઆત 17 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ મેચથી થવાની છે. સાઉથ આફ્રિકામાં કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમીક્રોન (coron new variant omicron) મળ્યા બાદ ભારતની શ્રેણી પર શંકાના વાદળો ઘેરાઈ (India A team is currently Bloomfontein) ગયા છે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ દક્ષિણ આફ્રિકા પુષ્ટિ કરે છે કે ડિવિઝન 2 CSA ચાર-દિવસીય ડોમેસ્ટિક સિરીઝના ચોથા રાઉન્ડની ત્રણેય મેચો, જે 2થી 5 ડિસેમ્બરની વચ્ચે યોજાવાની હતી, તે સ્થગિત રાખવામાં આવી છે.

ટીમના આગમન પહેલાના પરીક્ષણોમાં પોઝિટિવ કેસ નોંધાયા

બોર્ડે જણાવ્યું કે સ્પર્ધા જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણમાં યોજાઈ નથી રહી, અને છેલ્લા કેટલાક દિવસોમાં ટીમના આગમન પહેલાના પરીક્ષણોમાં કેટલાક પોઝિટિવ કેસ (Players report positive) નોંધાયા હતા. CSAની પહેલી પ્રાથમિકતા એ રમત સાથે સંકળાયેલા તમામ લોકોના આરોગ્ય, સલામતીની ખાતરી કરવા માટે સંસ્થા કોરોના માટે સાવચેતીના પગલાં અમલમાં મૂકવાની છે.

આ પણ વાંચો: India v New Zealand Test match: ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 345 રનમાં ઓલઆઉટ

CSAની દરેક પરિસ્થિતિ ઉપર નજર

જો ભારતીય શ્રેણી રમાવાની હશે તો તે સખત રીતે સુરક્ષિત વાતાવરણમાં રમાશે. બોર્ડે જણાવ્યું હતું કે, CSA દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જ્યારે સમય આવશે ત્યારે વર્ષની બાકીની મેચો અંગે નિર્ણય લેશે. ઉપરાંત, આ અઠવાડિયાના અંતમાં યોજાનારી CSA B વર્ગની ત્રણ-દિવસીય અને વન-ડે મેચો પણ 2022 સુધી સ્થગિત રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.