ગુજરાત

gujarat

Javed Akhtar Defamation case : અભિનેત્રી કંગના રનૌતને કોર્ટે રાહત ન આપી, અરજી નામંજૂર

By

Published : Jan 1, 2022, 3:11 PM IST

ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં અભિનેત્રી કંગના રનૌતને (Actress Kangana Ranaut ) રાહત મળી નથી. કેસ ટ્રાન્સફર (Javed Akhtar Defamation case) કરવાના મામલે નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી (Court rejects actress Kangana Ranaut's plea 2022) દેવામાં આવી છે.

Javed Akhtar Defamation case : અભિનેત્રી કંગના રનૌતને કોર્ટે રાહત ન આપી, અરજી નામંજૂર
Javed Akhtar Defamation case : અભિનેત્રી કંગના રનૌતને કોર્ટે રાહત ન આપી, અરજી નામંજૂર

મુંબઈ: મુંબઈની સેશન્સ કોર્ટે શુક્રવારે ગીતકાર જાવેદ અખ્તર ( Javed Akhtar) દ્વારા કંગના રનૌત (Actress Kangana Ranaut ) સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિ કેસને (Javed Akhtar Defamation case) ટ્રાન્સફર કરવાની માંગ કરતી અભિનેત્રીની અરજીને ફગાવી દેતા ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જોકે, એડિશનલ સેશન્સ જજ એસ.યુ. બઘેલે દ્વારા જારી કરાયેલો વિગતવાર આદેશ હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી.

કંગના રનૌતની અરજી ફગાવી

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે અપરાધિક માનહાનિ કેસને (Javed Akhtar Defamation case) અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની કંગના રનૌતની અરજી ફગાવી (Court rejects actress Kangana Ranaut's plea 2022) દીધી હતી.

આ પણ વાંચોઃ જાવેદ અખ્તર માનહાનિ કેસ: કંગનાએ કોર્ટમાં કાઉન્ટર કેસ કર્યો

2020નો કેસ છે

જાવેદ અખ્તરે નવેમ્બર 2020માં (Defamation case 2020 ) અંધેરી કોર્ટમાં એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા કેટલાક નિવેદનો પર માનહાનિની ​​ફરિયાદ (Javed Akhtar Defamation case) દાખલ કરી હતી. બાદમાં, કંગનાએ દિંડોશી સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (અંધેરી) મેજિસ્ટ્રેટે તેમની સત્તાઓનો "દુરુપયોગ" કર્યો હતો, જેનાથી અરજદારના કેસને અસર થઈ હતી તે ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગયા હતાં.

અંધેરી કોર્ટ પર કંગનાને વિશ્વાસ નથી

ભૂતકાળમાં કંગનાએ દાવો કર્યો હતો કે તેણીને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ પર "વિશ્વાસ નથી" કારણ કે તેે કોર્ટે આડકતરી રીતે "ધમકી" (Javed Akhtar Defamation case) આપી હતી કે જો તે જામીનપાત્ર ગુના માટે તેની સમક્ષ હાજર ન થાય તો વોરંટ જારી કરી શકે.

આ પણ વાંચોઃ જાવેદ અખ્તર માનહાનિ કેસ : મુંબઇ પોલીસે કંગના રનૌતને પાઠવ્યું સમન્સ

ABOUT THE AUTHOR

...view details