ETV Bharat / bharat

માનહાનિ કેસમાં રાહુલ મેટ્રો કોર્ટમાં હાજર, જામીન મજૂંર

author img

By

Published : Jul 12, 2019, 1:51 PM IST

Updated : Jul 12, 2019, 4:12 PM IST

અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ADC બેંકના માનહાનિ કેસમાં મેટ્રો કોર્ટમાં હાજર થયા છે. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે રાહુલ ગાંધીની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂરી કરી લીધી છે. 15 હજાર રુપિયામાં રાહુલ ગાંધીના જામીન મજૂંર કરવામાં આવ્યા છે.

અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ સ્વાગત કર્યુ

અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીની કાર્યકર્તાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી એરપોર્ટ પરથી સીધા સર્કિટ હાઉસ જવા રવાના થયા હતાં, જ્યાં કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમદાવાદના લો ગાર્ડન સ્થિત આવેલી હોટલમાં ગુજરાતી ભોજન લીધા બાદ હલે મેટ્રો કોર્ટ હાજર થયા છે.

અર્જુન મોઢવાડિયા પણ જોડાયા
અર્જુન મોઢવાડિયા પણ જોડાયા

રાહુલ ગાંધીએ લો ગાર્ડન સ્થિત સ્વાતી હોટલમાં ગુજરાતી હોટલમાં ગુજરાતી ભોજનનો સ્વાદ લીધો હતો. જેમાં દાળ,ઢોકળી, ખમણ, પાત્રાનો સ્વાદ તેમણે માણ્યો હતો. અહીં ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે ભોજનમાં જોડાયા હતાં.

શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ

અહીં એરપોર્ટ પર રાહુલ ગાંધીના સ્વાગતમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતાં. જ્યાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, તથા હાર્દિક પટેલ પણ સ્વાગતમાં જોડાયા હતાં.

રાહુલ ગાંધીનું હાર્દિક પટેલે સ્વાગત કર્યુ

રાહુલ ગાંધી એરપોર્ટ પરથી નીકળી સીધા સર્કિટ હાઉસ તરફ જવાના રવાના થયા હતાં, જ્યાં તેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ સાથે મુલાકાત કરશે.

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત પર એક ટ્વીટ પણ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પ્રતિસ્પર્ધી RSS/BJP દ્વારા મારી સામે કરવામાં આવેલા એક કેસની સુનાવણી માટે અમદાવાદમાં હાજર છું. આ પ્‍લેટફોર્મ અને તક પૂરી પાડવા માટે હું તેમનો આભારી છું. આ વાત દ્વારા મારી વિચારધારાની લડત હું લોકો સુધી લઈ જઈશ. સત્યમેવ જયતે.

રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં 2.00 કલાકની આસપાસ હાજર થશે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં કોર્ટે તેમને 12મી જૂલાઈના દિવસે હાજર થવા માટે આદેશ આપ્યા હતા. અહીં રાહુલ ગાંધી ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે પોતાની જુબાની આપશે. એડીસી બેંક દ્વારા રાહુલ ગાંધી સામે કરાયેલા માનહાનિના કેસમાં ગત 27 મેનાં રોજ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી.

રાહુલ ગાંધી મેટ્રો કોર્ટ જવા રવાના

આપને જણાવી દઈએ કે, મોદી સરકાર દ્વારા નોટબંધી થઈ તે સમયે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ રુપિયા 745 કરોડના કાળા નાણાને વ્હાઈટમાં કરવામા આવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું, જેને લઈ બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થવાના હોવાથી ઘી કાંટા કોર્ટના છઠ્ઠા માળે ખાસ પ્રકારનો કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જ્યાં મીડિયા પર પણ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 1.00 વાગ્યાથી લાગી ગયો છે.

Intro:Body:

રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદ, માનહાનિ કેસમાં મેટ્રો કોર્ટમાં થશે હાજર

અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ADC બેંકના બદનક્ષી કેસમાં આજે અમદાવાદ આવી પહોચ્યાં છે. જ્યાં અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીની કાર્યકર્તાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

રાહુલ ગાંધી એરપોર્ટ પરથી નીકળી સીધા સર્કિટ હાઉસ તરફ જવાના રવાના થયા હતાં, જ્યાં તેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ સાથે મુલાકાત કરશે. 

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત પર એક ટ્વીટ પણ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પ્રતિસ્પર્ધી RSS/BJP દ્વારા મારી સામે કરવામાં આવેલા એક કેસની સુનાવણી માટે અમદાવાદમાં હાજર છું. આ પ્‍લેટફોર્મ અને તક પૂરી પાડવા માટે હું તેમનો આભારી છું. આ વાત દ્વારા મારી વિચારધારાની લડત હું લોકો સુધી લઈ જઈશ. સત્યમેવ જયતે.

રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં 2.00 કલાકની આસપાસ હાજર થશે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં કોર્ટે તેમને 12મી જૂલાઈના દિવસે હાજર થવા માટે આદેશ આપ્યા હતા. અહીં રાહુલ ગાંધી ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે પોતાની જુબાની આપશે. એડીસી બેંક દ્વારા રાહુલ ગાંધી સામે કરાયેલા માનહાનિના કેસમાં ગત 27 મેનાં રોજ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. 

આપને જણાવી દઈએ કે, મોદી સરકાર દ્વારા નોટબંધી થઈ તે સમયે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ રુપિયા 745 કરોડના કાળા નાણાને વ્હાઈટમાં કરવામા આવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું, જેને લઈ બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થવાના હોવાથી ઘી કાંટા કોર્ટના છઠ્ઠા માળે ખાસ પ્રકારનો કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જ્યાં મીડિયા પર પણ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 1.00 વાગ્યાથી લાગી ગયો છે.

Conclusion:
Last Updated : Jul 12, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.