ગુજરાત

gujarat

બાઇડને તાલિબાનને કરી અપીલ, અફઘાનિસ્તાનમાં અમેરિકાના બંધક નૌસેનિકને મુક્ત કરો

By

Published : Jan 31, 2022, 2:35 PM IST

પોતાના એક નિવેદનમાં અમેરિક પ્રમુખે જણાવ્યું છે કે કોઇ ને પણ બંઘક બનાવવું તે ક્રૂરતા છે. તેમણે એવું પણ કહ્યું કે અમેરિકન હોય કે અન્ય કોઇ પણ નિર્દોષ વ્યક્તિ હોય તેની સુરક્ષા માટે ખતરો ઉભો થાય તે મંજૂર નથી.

બાઇડને તાલિબાનને કરી અપીલ
બાઇડને તાલિબાનને કરી અપીલ

ન્યૂઝ ડેસ્ક :અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને(BIDEN CALLS ON TALIBAN)એક નિવેદનમાં તાલિબાનને અમેરિકાના નૌસૈનિક દિગ્ગજ માર્ક ફ્રેરિચને મુક્ત કરવા માટેનું આવાહન કર્યું છે. તેઓને લગભગ 2 વર્ષ પહેલાં અફઘાનિસ્તાનમાંથી બંધક(US HOSTAGE IN AFGHANISTAN) બનાવવામાં આવ્યા હતાં આપને જણાવી દઇએ કે તાલિબાને રવિવારે 2 વર્ષ પહેલાં સિવિલ એન્જીનિયર અને અમેરિકાના નૌસેનાના દિગ્ગજ માર્ક ફ્રેરિચને બંધક બનાવ્યા હતાં જો બાઇડને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ક ફ્રેરિચે અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા માટે ત્યાં એક દશકા જેટલો સમય વિતાવ્યો હતો અને તેમણે કશું ખોટું પણ કર્યું નથી. આમ છતાં તાલિબાનીઓએ તેમને બંધક બનાવીને રાખ્યા છે.

આ પણ વાંચો:યુક્રેનમાં ઘુસપેઠ થઇ તો તેની કિંમત ચુકવવા પુતિન તૈયાર રહે : બાઇડન

બાઇડને એવો પણ ઉલ્લેખ કર્યો હતોકે માર્ક, ઇલિનૉયના નિવાસી છે. તેમનો એક દિકરો અને ભાઇ તેમાન પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યાં છે. અમે પણ માર્કની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. કોઇ પણ વ્યક્તિને બંધક બનાવવું એ ડરપોકપણું અને ક્રૂરતા છે. ચાહે અમેરિકાના લોકો હોય કે પછી કોઇ પણ નિર્દોષ વ્યક્તિની સુરક્ષા અંગેનો ખતરો સ્વિકાર્ય નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે બંધકના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે કે અમેરિકન સરકાર ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી માર્ક અને તેના જેવા અમેરિકન નાગરિકોને ઘરે પાછા નહીં લાવે તેની સરકાર આ મુદ્દે સતત પ્રયત્નશીલ છે.

ABOUT THE AUTHOR

...view details