ETV Bharat / international

યુક્રેનમાં ઘુસપેઠ થઇ તો તેની કિંમત ચુકવવા પુતિન તૈયાર રહે : બાઇડન

author img

By

Published : Jan 20, 2022, 1:02 PM IST

બાઇડેને રુસને ચેતવણી(Biden warns Russia) આપતા જણાવ્યું કે, રૂસ યૂક્રેન પર હજી આક્રમણ કરશે(Russia will still invade Ukraine) તો તે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ પ્રણાલી સુધી જ તેની પહોંચને સિમિત કરી દેવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું કે, 'મને નથી લાગતું કે અત્યાર સુધી નક્કી કરી શક્યું છે કે, તેમને આગળ શું કરવુ છે, મને લાગે છે કે તેઓ કાર્યવાહી કરશે.'

યુક્રેનમાં ઘુસપેઠ થઇ તો તેની કિંમત ચુકવવા પુતિન તૈયાર રહે : બાઇડન
યુક્રેનમાં ઘુસપેઠ થઇ તો તેની કિંમત ચુકવવા પુતિન તૈયાર રહે : બાઇડન

વોશિંગ્ટન: અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને(US President Joe Biden) જણાવ્યું કે, તેમનું માનવું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે સંપૂર્ણ યુદ્ધ ઇચ્છતા(Putin does not want a full scale war with Ukraine) નથી, પરંતુ જો તેઓ લશ્કરી આક્રમણ સાથે આગળ વધશે તો તેમને તેની કિંમત ચુકવવી પડશે. બાઇડેનને અમેરીકાનું રાષ્ટ્રીપતિ પદ સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા તેમને જણાવ્યું હતું કે, રશિયા યુક્રેન પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે, જો કે તેમને નથી લાગતું કે રશિયન રાષ્ટ્રપતિએ હજુ સુધી કોઇ નિર્ણય લીધો છે. રશિયા યુક્રેન પર વધુ આક્રમણ કરશે તો તેઓ આંતરરાષ્ટ્રીય બેંકિંગ સિસ્ટમમાં રશિયન પ્રવેશને મર્યાદિત કરી દેશે.

બાઇડેનનું નિવેદન

બાઇડેને નિવેદનના કલાકો પહેલા, અમેરીકાના વિદેશપ્રધાન એન્ટોની બ્લિંકને કિવની તેમની મુલાકાત દરમિયાન રશિયા પર યુક્રેનની સરહદ પર 1,00,000 થી વધુ સૈનિકો તૈનાત કરવાની યોજનાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે સંખ્યા બમણી કરવી જોઈએ. યુએસ પ્રમુખે કહ્યું કે તેઓ માને છે કે નિર્ણય સંપૂર્ણપણે પુતિન પર રહેશે. તેમણે કહ્યું કે તેમને સંપૂર્ણ ખાતરી નથી કે રશિયન અધિકારીઓ કે જેની સાથે વ્હાઇટ હાઉસના ટોચના સલાહકાર વાતચીત કરી રહ્યા છે તેઓ પુતિનના મંતવ્યોથી સંપૂર્ણપણે વાકેફ હતા. બિડેને કહ્યું, "પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તે જે લોકો સાથે વાત કરી રહ્યા છે તે જાણે છે કે પુતિન શું કરશે.

પ્રતિબંધો લાદીશું : બાઇડન

બાઇડેને ચેતવણી આપી હતી કે, અમે પહેલા ક્યારેય ન હોય તેવા પ્રતિબંધો લાદીશું, રશિયા માટે આ સરળ નથી. જો તેઓ આવું કંઈક કરશે તો તેમને તેની મોટી કિંમત ચૂકવવી પડશે. યુક્રેને કહ્યું કે તે સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર છે અને રસ્તામાં આવનારી કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરશે.

આ પણ વાંચો : World's Oldest Man: વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 112 વર્ષની વયે અવસાન, 44 સભ્યોનો છે વિશાળ પરિવાર

આ પણ વાંચો : New Virus Law: કોરોનાના વધતા કેસને જોતા ફ્રાન્સ સાંસદે આપી નવા કાયદાને મંજૂરી, જાણો તે વિશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.